ETV Bharat / entertainment

Box Office Collection Day 1: વિકી કૌશલ-માનુષી છિલ્લર સ્ટારર ફિલ્મ 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી' થિયેટરમાં રિલીઝ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2023, 1:16 PM IST

વિકી કૌશલ અને માનુષી છિલ્લરની ફિલ્મ 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી' તારીખ 22 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ ગઈ છે. ફેમિલી કોમેડી-ડ્રામા શરુઆતના દિવસે ઓછી કમાણી કરી શકે છે, પરંતુ સપ્તાહના અંતે વધવાની અપેક્ષા છે.

વિકી કૌશલ-માનુષી છિલ્લર સ્ટારર  ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી ધીમી શરુઆત કરે તેવી શક્યતા
વિકી કૌશલ-માનુષી છિલ્લર સ્ટારર ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી ધીમી શરુઆત કરે તેવી શક્યતા

હૈદરાબાદ: વિકી કૌશલ અને માનુષી છિલ્લર અભિનીત ફિલ્મ 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી' આજે તારીખ 22 સપ્ટેમ્બરના રોજ થિયેટરોમાં જોવા મળશે. વિજય કૃષ્ણ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં મનોજ પાહવા, કુમુદ મિશ્રા, યશપાલ શર્મા, સાદિયા સિદ્દીકી, અલકા અમીન, સૃષ્ટિ દીક્ષિત, ભુવન અરોરા, આસિફ ખાન, આશુતોષ ઉજ્જવલ અને ભારતી પેરવાની સામેલ છે. આ ફિલ્મ પ્રથમ દિવસે ઓછુ કલેક્શન કરે તેવી અપેક્ષા છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી બોક્સ ઓફિસ દિવસ 1: 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી' આ સપ્તાહના અંતમાં ભારતમાં અંદાજે 1000 સ્ક્રીન પર રિલીઝ થશે. મૂવી માટેનું એડવાન્સ બુકિંગ બુધવારે રાત્રે ખુલ્યું હતું. 3 નેશનલ ચેઈન્સ(pvr, inox,cinepolis) માં લગભગ 8000 ટિકિટો વેચાઈ હતી. ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, ધ ગ્રેટ ઈન્ડિયાન ફેમિલી શરુઆતના દિવસે બોક્સ ઓફિસ પર આશરે 2 કરોડની નેટ કમાણી કરે તેવી શક્યતા છે. જોકે, સપ્તાહના અંતે વધુ કમાણી કરશે તેવી ધારણા છે. કોમેડી ફિલ્મની ઓક્યુપેન્સી અને ચોક્કસ કલેકશનની જાહેરાત હજુ બાકી છે.

વિકી કૌશલની શાનદાર ભૂમિકા વિશે: યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત હિન્દી ભાષાની ફેમિલી કોમેડી-ડ્રામામાં વિકી કૌશલને એક ધાર્મિક હિન્દુ માણસ તરીકે દર્શાવવામાં આવ્યો છે. જેને પાછળથી જાણકારી મળે છે કે તે જન્મથી મુસ્લિમ છે. ત્યાર બાદ સંઘર્ષો શરુ થાય છે. આ ફિલ્મના નિર્દેશક અને લેખક વિજય કૃષ્ણ આચાર્ય છે. ફિલ્મનું સંગીત પ્રિતમે કમ્પોઝ કર્યું છે. તમામ ગીતો અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે. વિકી કૌશલ છેલ્લે 'જરા હટકે જરા બચકે' ફિલ્મમાં સારા અલિ ખાન સાથે જોવા મળ્યા હતા.

  1. Jawan Box Office Collection: 'જવાન'નો જાદુ ઓસરવા લાગ્યો, 16માં દિવસે સૌથી ઓછું કલેક્શન કરે તેવી સંભાવના
  2. Parineeti Raghav Wedding: પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢાના લગ્નમાં 4 Cm બનશે મહેમાન, અનોખા અંદાજમાં થશે સ્વાગત
  3. Parineeti Chopra Wedding In Udaipur: પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા ઉદયપુર પહોંચ્યા, એરપોર્ટ પર ભવ્ય સ્વાગતનો જુઓ વીડિયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.