ETV Bharat / entertainment

Jawan Box Office Collection: 'જવાન'નો જાદુ ઓસરવા લાગ્યો, 16માં દિવસે સૌથી ઓછું કલેક્શન કરે તેવી સંભાવના

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2023, 9:59 AM IST

બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનની લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ 'જવાને' બોક્સ ઓફિસ પર દર્શકોને ખુશ કરી દીધા છે. શાહરુખ ખાન અને નયનતારા અભિનીત ફિલ્મે પ્રથમ બે સપ્તાહમાં લગભગ 526.78 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે. ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, 'જવાન' 16માં દિવસે આગાઉના દિવસોની તુલનામાં સૌથી ઓછી કમાણી કરે તેવી શક્યતા છે.

'જવાના'નો જાદુ ઓસરવા લાગ્યો, 16માં દિવસે સૌથી ઓછું કલેક્શન કરે તેવી સંભાવના
'જવાના'નો જાદુ ઓસરવા લાગ્યો, 16માં દિવસે સૌથી ઓછું કલેક્શન કરે તેવી સંભાવના

હૈદરાબાદ: બોલિવુડના બાદશાહ શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી રહી છે. એટલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'જવાને' બે સપ્તાહ પુરા કર્યા બાદ હવે ત્રીજા સપ્તાહમાં પ્રવેશી છે. 'જવાન' ફિલ્મ તારીખ 7 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવી હતી અને હવે તે 16માં દિવસે ચાલી રહી છે. ઓપનિંગ ડે પર 75 કરોડ રુપિયાની કમાણીથી શરુઆત કરી હતી. હવે આ ફિલ્મ 16માં દિવસે ચાલી રહી છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

પ્રથમ સપ્તાહનું સ્થાનિક બોક્સ ઓફિસ કલેક્શન: ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના અહેવાલ મૂજબ, જવાન ફિલ્મે પ્રથમ સપ્તાહમાં સ્થાનિક બોક્સ ઓફિસ પર 389.88 કરોડ રુપિયાની કમાણી કરી હતી. જ્યારે બીજા સપ્તાહમાં 136.9 કરોડ રુપિયાની કમાણી કરી હતી. આમ પ્રથમ સપ્તાહ બાદ પણ જવાનનો જાદુ બોક્સ ઓફિસ પર યાથાવત રહ્યો હતો. જોકે, શરુઆતની તુલનાએ જવાનના કલેકશનમાં ઘટાડો જોવા મળે છે.

જાણો 16માં દિવસે કેટલી કમાણી કરશે: ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, સ્થાનિક બોક્સ ઓફિસ પર જવાને 15માં દિવસે 8.9 કરોડ રુપિયાની કમાણી કરી હતી. પ્રારંભિક અંદાજ મૂજબ, જવાન ફિલ્મ 16માં દિવસે 6.9 કરોડ રુપિયાની કમાણી કરી શકે છે. આ સાથે સ્થાનિક બોક્સ ઓફિસ પર જવાન ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન 532.87 કરોડ રુપિયા થઈ જશે. જવાને અત્યાર સુધી વિશ્વભરમાં લગભગ 900 કરોડ રુપિયાની કમાણી કરી છે.

જવાન ફિલ્મના મુખ્ય કલાકારો પર એક નજર: જવાન ફિલ્મમાં શાહરુખ ખાનની સાથે કો સ્ટાર નયનતારા જોવા મળે છે. આ ઉપરાંત વિજય સેતુપતિ, પ્રિયામણી, સંજય મલ્હોત્રા, સુનિલ ગ્રોવર, રિદ્ધી ડોગરા, સંજીતા ભટ્ટાચાર્ય, લેહર ખાન સામેલ છે, જ્યારે આ ફિલ્મમાં બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને સંજય દત્ત કેમિયોની ભૂમિકામાં જોવા મળે છે.

  1. Akhil Mishra Passes Away : ફિલ્મ '3 ઇડિયટ્સ'ના એક્ટર અખિલ મિશ્રાનું મોત, પત્ની આઘાતમાં
  2. Jawan Collection Day 15: શાહરૂખ ખાનની બોક્સ ઓફિસ પર 'બાદશાહત' બરકરાર, જાણો 'જવાન'નું 15મા દિવસનું કલેક્શન
  3. Kareena Kapoor Khan Birthday Special: બોલીવુડની બેબોનો આજે જન્મદિવસ, ચાલો જાણીએ તેની આવનારી ફિલ્મો વિશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.