ETV Bharat / entertainment

Shah rukh Khan disclosure: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને 32 વર્ષ લાંબા સપનાનો કર્યો ખુલાસો

author img

By

Published : Jan 19, 2023, 9:59 AM IST

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને તેના 32 વર્ષ લાંબા સપનાનો ખુલાસો કર્યો (Shah rukh Khan disclosure) છે. તેમણે કહ્યું કે, તે 32 વર્ષ પહેલા મોટા પડદા પર એક્શન હીરો બનવાના સપના સાથે બોલિવૂડમાં આવ્યો હતો. પરંતુ અહીં તેને બોલિવૂડમાં 'રોમેન્ટિક હીરો' (romantic hero) બનાવી દેવામાં આવ્યો છે.

Shah rukh Khan disclosure: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને 32 વર્ષ લાંબા સપનાનો કર્યો ખુલાસો
Shah rukh Khan disclosure: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને 32 વર્ષ લાંબા સપનાનો કર્યો ખુલાસો

મુંબઈઃ બોલિવૂડમાં 'રોમેન્ટિક હીરો' કહેવાતા શાહરૂખ ખાને એક મોટો ખુલાસો કર્યો છે. કિંગ ખાને મોટા પડદા પર એક્શન હીરો બનવાના તેના 32 વર્ષ લાંબા સપનાને જાહેર કર્યું છે. યશ રાજ ફિલ્મ્સે 'પઠાણ કન્વર્સેશન વિથ શાહરૂખ ખાન'નો વીડિયો રિલીઝ કર્યો છે. જેમાં શાહરૂખ ખાન એક્શન હીરો બનવાની વાત કરી રહ્યો છે.

Shah rukh Khan disclosure: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને 32 વર્ષ લાંબા સપનાનો કર્યો ખુલાસો
Shah rukh Khan disclosure: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને 32 વર્ષ લાંબા સપનાનો કર્યો ખુલાસો

આ પણ વાંચો: Bigg Boss Season 16: પ્રિયંકાને નેગેટિવ બતાવીને શિવ ઠાકરે, એમસી સ્ટેનને ફાઇનલિસ્ટ બનાવવાની તૈયારી

એકશન હીરો: શાહરૂખ ખાને કહ્યું, ''હું 32 વર્ષ પહેલા એક્શન હીરો બનવા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો હતો. પરંતુ હું તેને ચૂકી ગયો. કારણ કે, તેઓએ મને તેના બદલે રોમેન્ટિક હીરો બનાવ્યો. હું માત્ર એક્શન હીરો બનવા માંગતો હતો. મારો મતલબ છે કે, મને 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' ગમે છે અને હું રાહુલ, રાજ અને આ બધા શાનદાર પાત્રો (ફિલ્મના પાત્રો)ને પ્રેમ કરું છું. પરંતુ મેં હંમેશા વિચાર્યું કે, હું એક એક્શન હીરો છું. તેથી મારા માટે આ એક સ્વપ્ન જેવું છે.''

ઓન સ્ક્રીન જોડી: શાહરૂખ અને દીપિકાની જોડી ઓન સ્ક્રીન જોડીઓમાંથી એક છે. શાહરૂખ અને દીપિકા ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી મોટી ઓન સ્ક્રીન જોડીમાંથી એક છે. આ જોડી 'ઓમ શાંતિ ઓમ', 'ચેન્નઈ એક્સપ્રેસ' અને 'હેપ્પી ન્યૂ યર' જેવી ફિલ્મમાં સાથે જોવા મળી છે. શાહરૂખે દીપિકા અને ફિલ્મ પઠાણ વિશે કહ્યું કે, 'આ ફિલ્મમાં દીપિકાના કદ જેવા લોકોની જરૂર છે. જે બેશરમ રંગ જેવા ગીતોની સિક્વન્સ સારી રીતે પૂર્ણ કરી શકે. આ સિવાય તે એક્શન કરવા સક્ષમ હોવા જોઈએ. જ્યાં તે લોકોને મારી શકે. તે કરવું ખૂબ જ મુશ્કેલ છે. આવું સંયોજન દીપિકા જેવી વ્યક્તિ સાથે જ પ્રાપ્ત થઈ શકે છે.

આ પણ વાંચો: Box Office Collection: જાણો કુટ્ટે, વારિસૂ અને થુનીવુનું બોક્સ ઓફિસ કલેક્શન

બુર્જ ખલીફા પર ફિલ્મ 'પઠાણ'નું ટ્રેલર: હાલમાં જ દુબઈના બુર્જ ખલીફા પર ફિલ્મ 'પઠાણ'નું ટ્રેલર બતાવવામાં આવ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'પઠાણ' તારીખ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખની સાથે દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ, ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા પણ જોવા મળશે. આ ફિલ્મના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ, નિર્માતા આદિત્ય ચોપરા અને એલેક્ઝાંડર દોસ્તલ છે. આ ફિલ્મનું બજેટ 250 કરોડ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.