ETV Bharat / entertainment

Rajkumar Rao Fraud case: 'બધાઇ દો' અભિનેતા રાજકુમાર બન્યા છેતરપિંડીનો શિકાર, કોઇએ લીધી તેના નામે લોન

author img

By

Published : Apr 2, 2022, 1:29 PM IST

અભિનેતા રાજકુમારે સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ શેર કરી છે, જે જોઇને તો ફેન્સ તો ચોકી જશે. રાજકુમારનો દાવો છે, કોઇએ તેના નામે લોન લીઘી (Rajkumar Rao Fraud case) છે. શું અભિનેતા એપ્રિલ માંસમાં કોઇને એપ્રિલ ફુલ બનાવવા માટે આ પ્રકારની પોસ્ટ કરી છે કે પછી શું? જો કે આ વાતનો ખુલાસો તો અભિનેતા જ કરી શકશે.

Rajkumar Rao Fraud case: 'બધાઇ દો' અભિનેતા રાજકુમાર છેતરપિંડીનો શિકાર, કોઇએ લીઘી તેના નામે આટલી લોન
Rajkumar Rao Fraud case: 'બધાઇ દો' અભિનેતા રાજકુમાર છેતરપિંડીનો શિકાર, કોઇએ લીઘી તેના નામે આટલી લોન

ન્યૂઝ ડેસ્ક: રાજકુમાર રાવ બોલિવૂડના પ્રતિભાશાળી અભિનેતા છે, જે સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ સક્રિય હોય છે. રાજકુમાર આ દિવસોમાં તેના ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે, પરંતુ આ સોશિયલ મીડિયા પરની નવી પોસ્ટએ ચાહકોને આશ્ચર્યચકિતમાં મુકી દીધા છે. અભિનેતા રાજકુમાર રાવ સાથે કોઈએ છેતરપિંડી કરી (Rajkumar Rao Fraud case) છે. આ તમામ માહિતી પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરીને રાજકુમારે તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

  • #FraudAlert My pan card has been misused and a small loan of Rs.2500 has been taken on my name. Due to which my cibil score has been affected. @CIBIL_Official please rectify the same and do take precautionary steps against this.

    — Rajkummar Rao (@RajkummarRao) April 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: જ્હાનવી કપૂર-પલક તિવારીએ નકલ કરી તારા સુતારિયાના ચમકદાર ગાઉન લુકની

અભિનેતાએ કહ્યું....રાજકુમાર રાવે ટ્વિટર પર ફ્રોડ એલર્ટ વિશે માહિતી આપતા લખ્યું, "કોઈએ મારા પાન કાર્ડનો દુરુપયોગ કરીને મારા નામે 2500 રૂપિયાની નાની લોન લીધી છે. આ કારણે મારો CIBIL સ્કોર બગડશે. આ પોસ્ટને CIBILને ટેગ કરીને, અભિનેતાએ કહ્યું, કૃપા કરીને આને ઠીક કરો અને તેની સામે કડક પગલાં લો".

'બધાઇ દો' અભિનેતાની ચોંકાવનારી પોસ્ટ: 'બધાઇ દો' અભિનેતા રાજકુમાર રાવની આ ચોંકાવનારી પોસ્ટ વાંચીને ચાહકો ચોંકી ગયા છે. શું આટલી નાની રકમને કારણે કોઈનો CIBIL સ્કોર બગડી શકે છે? રાજકુમાર રાવે આ પોસ્ટ મજાકમાં કરી છે કે ખરેખર તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે તે હજુ સ્પષ્ટ નથી. જો કે તેના વિશે માત્ર અભિનેતા જ કહી શકે છે.

રાજકુમાર રાવ ડિજિટલ સ્ટાર: રાજકુમાર રાવ આ દિવસોમાં ડિજિટલ સ્ટાર બની ગયા છે. છેલ્લા કેટલાક સમયથી તેની 'હમ દો હમારે દો' અને 'બધાઈ દો' જેવી ફિલ્મો ડિજિટલ પર રિલીઝ થઈ છે અને તેણે સારું પ્રદર્શન કર્યું છે. રાજકુમારની આગામી ફિલ્મ (Rajkumr Rao Upcoming film) 'મોનિકા ઓ માય ડાર્લિંગ' પણ OTT પર રિલીઝ (Monika o my darling release date) થવા જઈ રહી છે. સાથે જ વેબ સિરીઝ 'ગન્સ એન્ડ રોઝ'ની પણ ચર્ચા થઈ રહી છે.

અભિનેતા આ ફિલ્મોમાં પણ જોવા મળશે: રાજકુમાર રાવ આ વર્ષે એટલે કે 2022માં ખૂબ જ વ્યસ્ત છે. હાલ અભિનેતા ઘણા પ્રોજેક્ટ્સમાં પર કામ કરી રહ્યો છે. અનુભવ સિંહાની 'ભીડ', ધર્મા પ્રોડક્શનની 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' અને તેલુગુ ફિલ્મ 'હિટઃ ધ ફર્સ્ટ કેસ'ની હિન્દી રિમેકમાં પણ જોવા મળશે.

આ પણ વાંચો: Sumona Chakravarti Left Show: 'ધ કપિલ શર્મા શો'ની કોમેડિયન સુમોના ચક્રવર્તિ શો છોડી રહી છે? સુમોના ચક્રવર્તિએ કર્યો ખુલાસો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.