ETV Bharat / entertainment

Leo Box Office Collection Day 7: બોક્સ ઓફિસ પર ફિલ્મ 'લિયો'નો જાદુ છવાયો, વિશ્વભરમાં 400 કરોડની કમાણી કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 25, 2023, 12:11 PM IST

વિજય થલાપતિની ફિલ્મ 'લિયો' 19 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને માત્ર 5 દિવસમાં જ ફિલ્મે 200 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. જાણો ફિલ્મનું 7મા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન...

Leo Box Office Collection Day 7
Leo Box Office Collection Day 7

મુંબઈ: વિજય થલાપતિની ફિલ્મ 'લિયો' સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. માત્ર પાંચ દિવસમાં લિયોએ બોક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. ફિલ્મે છઠ્ઠા દિવસે ભારતમાં 30 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મે ભારતમાં અંદાજે 249.55 કરોડની કમાણી કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ 7માં દિવસે 15.1 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. આ એક્શન થ્રિલર ફિલ્મને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં જબરદસ્ત સફળતા મળી છે, જ્યાં તેણે 400 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ભારતમાં 30 કરોડ રૂપિયાથી વધુની કમાણી: થલાપતિ વિજય અને દિગ્દર્શક લોકેશ કનાગરાજની 'લિયો' હજી પણ વિશ્વભરના થિયેટરોમાં તેની કમાણીનો દોર ચાલુ રાખી રહી છે. 24 ઑક્ટોબરના રોજ, ફિલ્મ ભારતમાં 30 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરવામાં સફળ રહી અને તે હજુ પણ મજબૂત ચાલી રહી છે. હવે જોવાનું એ રહે છે કે દશેરા પછી 'લિયો' કેવું પરફોર્મ કરે છે. મંગળવારે (24 ઓક્ટોબર) બોક્સ ઓફિસ પર 'લિયો'ના કલેક્શનમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ હવે આ ફિલ્મ ભારતમાં ટૂંક સમયમાં 250 કરોડ રૂપિયાનો આંકડો પાર કરશે. 'માસ્ટર' પછી 'લિયો' થલાપતિ વિજય અને દિગ્દર્શક લોકેશ કનાગરાજનો બીજો ભાગીદારીમાં પ્રોજેક્ટ છે. તેને લોકેશ, રત્ના કુમાર અને ધીરજ વૈદ્ય દ્વારા લખવામાં આવી છે.

19 ઓક્ટોબરે થઈ રિલીઝ: દિગ્દર્શક લોકેશ કનાગરાજની 'લિયો' 19 ઓક્ટોબરના રોજ અનેક ભાષાઓમાં થિયેટરોમાં રિલીઝ થઈ હતી, તે 2023ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક હતી. આ એક્શન એન્ટરટેનરમાં વિજય થલાપથી ઉપરાંત ત્રિશા, સંજય દત્ત, અર્જુન સરજા, મિસ્કીન, સેન્ડી અને ગૌતમ મેનન સહિતના ઘણા કલાકારો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ સિવાય મેથ્યુ થોમસ, મન્સૂર અલી ખાન, પ્રિયા આનંદ અને અન્ય ઘણા લોકોએ સહાયક ભૂમિકાઓ ભજવી છે. સેવન સ્ક્રીન સ્ટુડિયો દ્વારા નિર્મિત, 'લિયો'માં અનિરુદ્ધ રવિચંદર દ્વારા સંગીત આપવામાં આવ્યું હતું.

  1. Ahmedabad Film Promotion : ખીચડી 2 કોમેડી ફિલ્મ છે, હસાવશે અને મોજ કરાવશે
  2. Dil ma Babaal: નવરાત્રિમાં ધૂમ મચાવી રહ્યું છે સોંગ 'દિલમાં બબાલ", જુઓ શ્રદ્ધા ડાંગર અને રાજદીપ ચેટર્જીની ETV ભારત પર ખાસ વાતચીત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.