ETV Bharat / state

Ahmedabad Film Promotion : ખીચડી 2 કોમેડી ફિલ્મ છે, હસાવશે અને મોજ કરાવશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2023, 8:17 PM IST

ખીચડી ફિલ્મની સફળતા બાદ દર્શકો ફરીથી પ્રફુલ અને હંસા દર્શકોને લોટપોટ હસાવવા ફિલ્મી પરદે ફરીથી આવી રહ્યાં છે. દીવાળી સમયે દર્શકો માટે ખીચડી 2 સિનેમાહોલમાં રીલીઝ થઇ રહી છે. ત્યારે અમદાવાદમાં તેની સ્ટારકાસ્ટે આવી શું કહી મહત્વની વાત. જાણીએ આ અહેવાલમાં.

Ahmedabad Film Promotion : ખીચડી 2 કોમેડી ફિલ્મ છે, હસાવશે અને મોજ કરાવશે
Ahmedabad Film Promotion : ખીચડી 2 કોમેડી ફિલ્મ છે, હસાવશે અને મોજ કરાવશે

ફિલ્મ પ્રમોશનમાં સ્ટારકાસ્ટના ગરબા

અમદાવાદ : ટીવી પરની ખીચડી સિરિયલે દર્શકોમાં ભારે લોકપ્રિયતા મેળવી હતી. ગુજરાતી લહેકામાં હિંદી સંવાદ અને બાબુજી, હંસા, પ્રફુલ જેવાં પાત્રો ઘેર-ઘેર જાણીતા બન્યા હતા. 2010માં ખીચડીના પાત્રો સાથે કોમેડી હિંદી ફિલ્મ આવી હતી, જેણે ફિલ્મી પરદે હાસ્યનો હડકંપ મચાવ્યો હતો. પરમિંદર નામના બે પ્રેમીઓના પ્રેમ, લગ્ન અને લગ્ન પ્રસંગે થતા ગોટાળાને ખીચડી ફિલ્મમાં વણી લેવામાં આવ્યા હતા.

પ્રમોશન માટે અમદાવાદ આવી ટીમ : હવે દrવાળીના પર્વ પર ખીચડી-2 હિંદી કોમેડી ફિલ્મ રજૂ થઈ રહી છે. જેમાં ખીચડી સિરિયલની વંદના પાઠક ખીચડીના પારેખ પરિવારનો હિસ્સો બની છે. ખીચડી - 2 મિશન પાનથૂકિસ્તાન નામે ફિલ્મ રજૂ થઈ રહી છે, જેના પ્રમોશન માટે આજે અમદાવાદ આવેલી સ્ટારકાસ્ટે ફિલ્મના ગરબા ગાઈને ફિલ્મનું પ્રમોશન કર્યું છે.

ખીચડી -2 મિશન પાનથૂકિસ્તાન ખીચડી ફિલ્મની સિકવલ છે : ખીચડી - 2 મિશન પાનથૂકિસ્તાન એ એક એડવેન્ચર કોમેડી ફિલ્મમાં છે. આ ફિલ્મમાં ખીચડી સિરિયલ અને ફિલ્મમાં કામ કરેલ કલાકારો સુપ્રિયા પાઠક, રાજીવ મહેતા, વંદના પાઠક, અનંગ દેસાઈ અને જમનાદાસ મજેઠિયા કોમેડીની ધૂમ મચાવશે. આ ફિલ્મમાં ફરાહખાન, કીર્તિ કુલ્હારી, પ્રતિક ગાંધી, કીકુ શારદા, પરેશ ગણાત્રા, ફ્લોરા સાઈની ્અને અનંત શર્મા જેવા કલાકારો સ્પેશીયલ એપિરિયન્સમાં દેખાશે, જેનાથી ફિલ્મ ફૂલ કોમેડી બની છે.

ફિલ્મની વાર્તા : ફિલ્મમાં સ્ક્રીપ્ટ લેખક અને દિર્ગદર્શન આતિશ કાપડિયાનું છે. ફિલ્મમાં મિશનને પાર પાડવામાં ઉદ્ધભવતી કોમેડી છે. જેમાં પઠાનના હાથે ઝડપાવવું, વાઘ સાથે ટકરાવના દ્રશ્યો કોમેડી સર્જે છે. ફિલ્મમાં પાંચ કરોડ રૂપિયા મેળવવાની લાલચે મિશન ઇમ્પોસિબલ ફતેહ કરવાનું કામ ખીચડીના પારેખ પરિવારને સોંપાય છે અને તેનાથી કોમેડી સર્જાય છે.

પરિવારિક મનોરંજન : ખીચડી - 2 પાનથૂકિસ્તાન ખીચડી 17, નવેમ્બરે દેશના થિયેટરમાં પ્રદર્શિત થઇ રહી છે. ત્યારે મિશન ઈમ્પોસિબલને પોસિબલ કરતા પારેખ પરિવાર દ્વારા સર્જાતી કોમેડી દિવાળીમાં શુદ્ધ પરિવારિક મનોરંજન પીરસશે એ નક્કી છે.

  1. 'ખીચડી' ફેમ અમી ત્રિવેદી આ શો માં જોવા મળશે !
  2. Dil ma Babaal: નવરાત્રિમાં ધૂમ મચાવી રહ્યું છે સોંગ 'દિલમાં બબાલ", જુઓ શ્રદ્ધા ડાંગર અને રાજદીપ ચેટર્જીની ETV ભારત પર ખાસ વાતચીત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.