Jawan Box Office Collection: શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ 'જવાન'ની કમાણીમાં 7માં દિવસે 20 ટકા ઘટાડો થવાની શક્યતા

Jawan Box Office Collection: શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ 'જવાન'ની કમાણીમાં 7માં દિવસે 20 ટકા ઘટાડો થવાની શક્યતા
શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ 'જવાન' ટૂંક સમયમાં સ્થાનિક બોક્સ ઓફિસ પર 400 કરોડની કમાણી કરશે. એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ તારીખ 7 સપ્ટેમ્બરના રોજ થિયેટરોમાં વર્લ્ડવાઈડ રિલીઝ થઈ હતી. હાલમાં તે સાતમાં દિવસે ચાલી રહી છે અને ફિલ્મની કમાણીમાં ઘટાડો થવાની શક્યતા છે.
હૈદરાબાદ: બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનની આતુરતાથી રાહ જોવાતી ફિલ્મ 'જવાન' વધુ એક રેકોર્ડ બનાવવા માટે આગળ વધી રહી છે. 'જવાન' ફિલ્મ વૈશ્વિક સ્તરે બોક્સ ઓફિસ પર તારીખ 7 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવી હતી. 'જવાન' રિલીઝના સાતમાં દિવસે ભારતમાં બોક્સ ઓફિસ પર 350 કરોડ રુપિયાનું કલેક્શન કરે તેવી શક્યતા છે. એટલી દ્વારા નિર્દેશિત એક્શન થ્રિલર ફિલ્મે એક સપ્તાહ કરતા ઓછા સમયમાં વૈશ્વિક સ્તરે 600 કરોડનો આકડો પાર કરી લીધો છે.
દિવસ પ્રમાણે બોક્સ ઓફિસ કલેક્શન: ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના અહેવાલ મુજબ, કિંગ ખાન અભિનીત ફિલ્મ 'જવાન' તેના રિલીઝના દિવસે તમામ ભાષાઓમાં ભારતમાં બોક્સ ઓફિસ પર 75 કરોડ રુપિયાની કમાણી કરી હતી. નયનતારા સ્ટારર ફિલ્મે બોક્સ ઓફિસ પર બીજા દિવસે 53.23 કરોડ, ત્રીજા દિવસે 77.83 કરોડ રુપિયાની કમાણી કરી હતી. ચોથા દિવસે 'જવાને' બોક્સ ઓફિસ પર 80.1 કરોડ રુપિયાની કમાણી કરી હતી. પાંચમાં અને છઠ્ઠા દિવસે કમાણીમાં થોડો ઘટાડો થયો હતો. પાંચમાં દિવસે 30.5 અને છઠ્ઠા દિવસે 27.22 કરોડની કમાણી કરી હતી.
કમાણીમાં 20 ટકાનો ઘટાડો થવાની શક્યતા: પ્રારંભિક અંદાજ મુજબ, મૂવી સાતમાં દિવસે 21.62 કરોડ નેટ કમાણી કરી શકે છે. આ સાથે સ્થાનિક બોક્સ ઓફિસ પર કુલ 367.92 કરોડ રુપિયાનું કલેક્શન થઈ શકે છે. 'જવાન'ના બોક્સ ઓફિસ કલેક્શનમાં સાતમાં દિવસે 20.57 ટકાનો ઘટાડો થવાની શક્યતા છે. 'જવાન' હિન્દી, તમિલ અને તેલુગુ સહિતની ભાષાઓમાં વિશ્વભરમાં રિલીઝ કરવામાં આવી હતી.
ફિલ્મના કલાકારો પર એક નજર: એક્શન થ્રિલરમાં શાહરુખ ખાન મુખ્ય ભૂમિકામાં છે અને તેમની સાથે નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા અને પ્રિયામણિ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળે છે. આ ઉપરાંત દીપિકા પાદુકોણ અને સંજય દત્ત પણ નાની ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મનું શૂટિંગ પૂણે, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નઈ, રાજસ્થાન અને ઔરંગાબાદમાં થયું હતું.
- Mammootty Sister Death: સાઉથ સુપરસ્ટાર મામૂટીની નાની બહેન અમીનાનું નિધન, 70 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
- Satinder Kumar Khosla: કોમેડી અભિનેતા બિરબલનું નિધન, 84 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
- Hu Ane Tu Release Date: કોમેડી અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા સ્ટારર ફિલ્મ 'હું અને તું' ટૂંક સમયમાં મોટા પદડા પર જોવા મળશે
