ETV Bharat / entertainment

Hu aneTu Release Date: કોમેડી અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા સ્ટારર ફિલ્મ 'હું અને તું' ટૂંક સમયમાં મોટા પદડા પર જોવા મળશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2023, 10:48 AM IST

Updated : Sep 13, 2023, 4:07 PM IST

ઢોલિવુડના કોમેડી અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા અને સોનાલી લેલે અભિનીત 'હું અને તું' ગુજરાતી ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. કૌટુંબિક સંબંધો પર આધારિત ફિલ્મ કોમેડીથી ભરપૂર છે. આ ઉપરાંત ફિલ્મમાં પૂજા જોષી અને પરિક્ષિત તમાલિયાએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

કોમેડી અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા સ્ટારર ફિલ્મ 'હું અને તું' ટૂંક સમયમાં મોટા પદડા પર જોવા મળશે
કોમેડી અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા સ્ટારર ફિલ્મ 'હું અને તું' ટૂંક સમયમાં મોટા પદડા પર જોવા મળશે

અમદાવાદ: સિદ્ધાર્થ રાંદેરિયા સ્ટારર ફિલ્મ 'હું અને તું' ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. તારીખ 8 ઓગસ્ટના રોજ 'હું અને તું' ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, ત્યારથી દર્શકોમાં ફિલ્મ જોવાની ઈચ્છા ખૂબ જ વધી ગઈ હતી. હવે ચાહકોની આ રાહનો અંત આવવાને ફક્ત 1 દિવસ બાકી રહ્યો છે. કોમેડી ડ્રામા ફિલ્મની રિલીઝ ડેટ જાણવા માટે આગળ વાંચો.

ફિલ્મની સ્ટોરી: 'હું અને તું' ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા અને પરિક્ષિત તમાલિયા મુખ્ય ભૂમિકામાં છે. બન્ને જણા લગ્ન કરવા માટેની તૈયારીઓ કરે છે. પરંતુ લગ્ન મંડપ એક, જમણવાર એક, ઘોડો એક રાખવાની ખાત્રી કરે છે અને એક કાંકરે બે પક્ષી મારવાની વાત થાય છે. આ કોમેડી ડ્રામ ફિલ્મ છે અને પરિવારના સંબંધો પર બનેલી ફિલ્મ છે. જેમાં સોનનાલી લેલે પણ મહત્ત્વની ભૂમિકામાં છે. આ ઉપરાંત પૂજા જોષી અને પરિક્ષિત તમાલિયાની શાનદાર એક્ટિંગ જોવા મળશે. દર્શકોનું મનોરંજન કરવા માટે ટૂંક સમયમાં નજીકના થિયેટરોમાં જોવા મળશે.

ફિલ્મની સ્ટારકાસ્ટ: 'હું અને તું' ફિલ્મ પોનોરમા સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત છે અને સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડકશન દ્વારા નિર્મિત છે. નિર્માતાઓમાં કુંમાર મંગત પાઠક, અભિષેક પાઠક, સિદ્ધાર્થ રાંદેરિયા, ઈશાન રાંદેરિયા સામેલ છે. જ્યારે સહનિર્માતા તરીકે સંજીવ, જોષી, મુર્લીધર ચેતવાણી અને અનવીત રાંદેરિયા સામેલ છે. 'હું અને તું' ગુજરાતી ફિલ્મ મનન સાગર દ્વારા નિર્મિત છે, જેમાં સિદ્ધાર્થ રાંદેરિયા ઉપરાંત સોનાલી લેલે, પૂજા જોષી, પરિક્ષિત તમાલિયા મુખ્ય ભૂમિકામાં છે. આ કોમેડી ડ્રામ ફિલ્મ તારીખ 15 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે.

  1. Dharmendra All Well: સની દેઓલ-હેમા માલિનીએ ધર્મેન્દ્રને મેડિકલ ટ્રીટમેન્ટ માટે અમેરિકા જવાના અહેવાલને નકારી કાઢ્યા
  2. The Great Indian Family Trailer: વિકી કૌશલ સ્ટારર 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી'નું ટ્રેલર આઉટ, જુઓ વીડિયો
  3. Singer Pooja Kalyani: સિંગર પૂજા કલ્યાણીએ 'ગરબા રમઝટ 2.0' નામનું નવું ટ્રેક રિલીઝ કર્યું છે
Last Updated :Sep 13, 2023, 4:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.