ETV Bharat / entertainment

India vs Bharat Controversy: જેકી શ્રોફે 'ઈન્ડિયા કે ભારત' નામકરણ પર પ્રતિક્રિયા આપી, જાણો શુંં કહ્યું ?

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2023, 11:07 AM IST

Updated : Sep 6, 2023, 1:43 PM IST

જેકી શ્રોફે ઈન્ડીયા અને ભારત વચ્ચેની લડાઈ પર પ્રતિક્રિયા આપી
જેકી શ્રોફે ઈન્ડિયા અને ભારત વચ્ચેની લડાઈ પર પ્રતિક્રિયા આપી

ભારતના નામકરણ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. ભારતનું નામા 'ઈન્ડિયા કે ભારત' આ વિવાદ હવે માત્ર રાજકીય પક્ષો સુધી સિમિત રહ્યો નથી. આ વિવાદને લઈને હિન્દી સિનેમા જગતના પીઢ અભિનેતા અમિતાભ બચ્ચનું નામ સામે આવ્યું હતું. હવે તાજેતરમાં અભિનેતા જેકી શ્રોફેનું નામ પણ જોડાઈ ગયું છે.

નવી દિલ્હી: અમિતાભ બચ્ચન પછી અભિનેતા જોકી શ્રોફ ઈન્ડિયાને બદલે ભારતનો ઉપયોગ કરવા અંગે ચાલી રહેલા વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. મીડિયા સાથે વાતચિત દરમિયાન અભિનેતા જેકી શ્રોફે કહ્યું છે કે, આપણા દેશને ભારત કહેવામાં આવતું હતું ખરું ? મારું નામ જેકી છે, કેટલાક મને જોકી કહે છે અને કેટલાક મને જેકી કહે છે. લોકો મારું નામા બદલી નાખે છે, તેના કરાણ હું નહીં બદલું. બસ નામ બદલાશે આપણે નહીં. તમે લોકો દેશનું નામ બદલતા રહો છો, પરંતુ એ ન ભૂલતા કે તમે ઈન્ડિયન છો.

  • T 4759 - 🇮🇳 भारत माता की जय 🚩

    — Amitabh Bachchan (@SrBachchan) September 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઈન્ડિયા કે ભારત વિવાદ: જેકી શ્રોફ અને દિયા મિર્ઝાએ આજે નવી દિલ્હીમાં પ્લેનેટ ઈન્ડિયા અભિયાન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પહેલા આજે દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનની તાજેતરમાં આપેલી ટ્વીટે તમાત ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. અમિતાભ બચ્ચને X (જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું) પર લખ્યું હતું કે, 'ભારત માતા કી જય'. જેમ જેમ ઈન્ડિયા અને ભારતના નામકરણનો વિવાદ વધતો જાય છે, તેમ તેમ બિગ બીએ હમણાં જ ભારતના નામ બદલવાની તરફેણમાં તેમનું સમર્થન દર્શાવ્યુ હોય એમ લાગે છે.

વિવાદ ક્યારે ઉભો થયો: નવી દિલ્હીમાં G20 સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા રાજ્યના પ્રમુખો, સરકારો અને રાજ્યોના મુખ્ય પ્રધાનોને સત્તાવાર ભોજન સમારંભ માટે આપવામાં આવેલા આમંત્રણોથી વિવાદ ઉભો થયો હતો. કારણ કે, ઈન્ડિયા શબ્દને ભારત સાથે બદલવામાં આવ્યો હતો. 'પ્રેસિડેન્ટ ઓફ ધ રિપબ્લિક ઓફ ઈન્ડિયા'ને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ રાજકીય વર્તુળોમાં વિવાદ શરુ થયો હતો.

અધીર રંજન ચૌધરીનું નિવેદન: અગાઉ આજે કોગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ મંગળવારે કહ્યું હતું કે, ''વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડિયા નામથી ડરે છે.'' આ દરમિયાન વધુમાં જણાવ્યું હતું કે, ''વિરોધ પક્ષોએ તેમના જૂથનું નામ ઈન્ડિયા રાખવાનું નક્કી કર્યું છે. ત્યારથી PM મોદીએ દેશના નામ પ્રત્યે તેમની નફરત વધારી છે.'' અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, ''હિન્દુ નામ વિદેશો પણ આપે છે. મને લાગે છે કે, PM મોદી પોતે ઈન્ડિયા નામથી ડરે છે. જે દિવસથી ઈન્ડિયા નામનું ગઠબંધન બન્યું છે, ત્યારથી PM મોદી નામ પ્રત્યે નફરત વધી ગીઈ છે.''

ભારતીય બંધારણની કલમ મુજબ સંઘનુ નામ: અધીર રંજને વધુમાં જણાવ્યું હતું કે, ''કેન્દ્રએ રાષ્ટ્રપતિ ગૃહ અને અન્ય મહત્ત્વપૂર્ણ સરકારી ઈમારતો ખાલી કરવી જોઈએ જે અંગ્રેજોના સમયમાં બનાવવામાં આવી હતી. જો તેઓ અગ્રેજોના વિરોધી છે તો તે તેઓએ રાષ્ટ્રપતિ ભવનનું બલિદાન આપવું જોઈએ કે જે વાઈસરોયનું ઘર હતું. ઉત્તર અને દક્ષિણ બ્લોક ખાલી કરો. જો તમને (ભાજપ)ને ભારત પ્રત્યે એટલી જ નફરત હોય તો આ તમામ ઈમારતોનો નાશ કરો. ભારતીય બંધારણની કલમ 1 જણાવે છે કે, સંઘનું નામ અને પ્રદેશ.-(1) ઈન્ડિયા એટલે ભારત. (ANI)

  1. Irshad Kamil Birthday: પંજાબના કવિ અને ગીતકાર ઈર્શાદ કામિલનો આજે જન્મદિવસ
  2. Amitabh Bachchan: 'ભારત કે ઈન્ડિયા'ની ચર્ચામાં બિગ બી કુદી પડ્યા, લખ્યું 'ભારત માતા કી જય'
  3. 3 Ekka Collection 12: '3 એક્કા' ફિલ્મની કમાણીમાં થયો ઘટાડો, 12માં દિવસે 20 કરોડનો આકડો કરશે પાર
Last Updated :Sep 6, 2023, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.