ETV Bharat / entertainment

3 Ekka Collection 12: '3 એક્કા' ફિલ્મની કમાણીમાં થયો ઘટાડો, 12માં દિવસે 20 કરોડનો આકડો કરશે પાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2023, 5:54 PM IST

Updated : Sep 6, 2023, 2:36 PM IST

ઢોલિવુડની ફિલ્મ '3 એક્કા'ના બોક્સ ઓફિસ કલેક્શનમાં ઘટાડો થયો છે. તારીખ 25 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી ફિલ્મ 12માં દિવસે થિયેટરોમાં ચાલી રહી છે. 11માં દિવસે કેટલી કમાણી કરી ? અને 12માં દિવસે કેટલી કમાણી કરશે ? તે જાણવા માટે આગળ વાંચો.

બોક્સ ઓફિસ પર '3 એક્કા' ફિલ્મની કમાણીમાં થયો ઘટાડો
બોક્સ ઓફિસ પર '3 એક્કા' ફિલ્મની કમાણીમાં થયો ઘટાડો

અમદાવાદ: સેકનિલ્કના અહેવાલ અનુસાર, '3 એક્કા ફિલ્મે 11 દિવસમાં સારુ પ્રદર્શન કર્યું છે. આ સાથે કુલ 19.41 કરોડ રુપિયા ઈન્ડિયા નેટ કમાણી કરી લધી છે. '3 એક્કા' ફિલ્મમાં મલ્હાર ઠાકર અને યશ સોની શાનદાર ભૂમિકા ભજવી ભજવી છે. આ ફિલ્મના કલાકારોએ ચાહકોના દિલ જીતી લીધા છે. પરંતુ 11માં દિવસની કમાણીમાં થોડો ઘટાડો થયો હતો.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

3 એક્કા ફિલ્મની પ્રથમ સપ્તાહની કમાણી: '3 એક્કા' ફિલ્મની પ્રથમ સપ્તાહની કમાણી પર એક નજર કરીએ તો, પ્રથમ દિવસે-1.16 કરોડ, બીજા દિવસે-1.8 કરોડ, ત્રીજા દિવસે-2.27 કરોડ, ચોથા દિવસે-1.21 કરોડ, પાંચમાં દિવસે-1.4 કરોડ, છઠ્ઠા દિવસે-2.8 કરોડ, સાતમાં દિવસે-1.4 કરોડની ઈન્ડિયા નેટ કમાણી કરી હતી. આ દરમિયાન '3 એક્કા' ફિલ્મે બોક્સ ઓફિસ પર કુલ 12.56 કરોડની ઈન્ડિયા નેટ કમાણી કરી હતી.

બીજા સપ્તાહમાં 3 એક્કા ફિલ્મની કમાણીમાં થયો ઘટાડો: બીજા સપ્તાહમાં '3 એક્કા' ફિલ્મની દિવસ પ્રમાણે કરેલી કમાણી પર નજર કરીએ તો, આઠમાં દિવસે 1.23 કરોડ રુપિયાની કમાણી કરી હતી. નવમાં દિવસે 1.89 કરોડ રુપિયા, જ્યારે દસમાં દિવસે 2.93 કરોડની કમાણી કરી હતી. આમ આઠમાં અને નવમાં દિવસની કમાણીની સરખામણીએ દસમાં દિવસની કમાણીમાં વધારો જોવા મળે છે. જ્યારે અગિયારમાં દિવસે 08 કરોડ રુપિયા ઈન્ડિયા નેટ કમાણી કરી હતી. રવિવારે કમાણીમાં જોરદાર વધારો જોવા મળે છે, જ્યારે સોમવારે ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળે છે.

3 એક્કા ફિલ્મનું 20 કરોડનું કલેક્શન: સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, બારમાં દિવસે (પ્રારંભિક અંદાજ) '3 એક્કા' ફિલ્મ 1.11 કરોડની કમાણી કરી શકે છે. આ સાથે સ્થાનિક સ્તરે (પ્રારંભિક અંદાજ) કુલ 20.52 કરોડ રુપિયાની કમાણી કરી શકે છે. '3 એક્કા' ફિલ્મમાં મલ્હાર ઠાકર, યશ સોની, હિતુ કનોડિયા, તર્જનિ ભાડલા, કિંજલ રાજપ્રિયા અને એશા કંસારા મહત્ત્વની ભૂમિકામાં જોવા મળે છે.

  1. Kushi Success Celebrations: વિજય દેવરકોન્ડા 'કુશી'ની કમાણીમાંથી 1 કરોડ રુપિયા ફેન્સને આપશે
  2. Jawan Advance Booking: શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન'ની 7 લાખથી વધુ ટિકિટ વેચાઈ, ટૂંક સમયમાં રિલીઝ થશે
  3. Irshad Kamil Birthday: પંજાબના કવિ અને ગીતકાર ઈર્શાદ કામિલનો આજે જન્મદિવસ
Last Updated : Sep 6, 2023, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.