ETV Bharat / entertainment

Somy Ali About Kangana: સોમી અલીએ કંગનાના કર્યા વખાણ, અભિનેત્રીએ વીડિયો શેર કરી આપી પ્રતિક્રિયા

author img

By

Published : Aug 18, 2023, 5:20 PM IST

કંગના રનૌતનું નામ સોશિયલ મીડિયા પર છવાયેલું રહે છે. તેમની પોસ્ટ શેર થતાં જ આગની જેમ વાયરલ થઈ જાય છે. પાકિસ્તાની અભિનેત્રી સોમી અલીએ તાજેતરમાં કંગના રનૌતની પ્રશંસા કરી હતી. કંગનાએ તેમની સ્ટોરીઝ પર સોમીની વીડિયો ક્લિપને મજબૂત સંદેશ સાથે શેર કર્યો છે.

કંગના રનૌતે સોમી અલીને પ્રતિક્રિયા આપી
કંગના રનૌતે સોમી અલીને પ્રતિક્રિયા આપી

હૈદરાબાદ: પાકિસ્તાની અભિનેત્રી સોમી અલીએ તાજેતરમાં કંગના રનૌતની સ્પષ્ટવક્તા અને નીડરતાની પ્રશંસા કરી હતી. સોમી અલીની પ્રશંસા પર પ્રતિક્રિયા આપતા કંગનાએ તેમની સ્ટોરીઝ પર સોમીના વીડિયો ક્લિપને એક સંદેશ સાથે શેર કર્યો છે. વીડિયોમાં સોમીએ ખુલાસો કર્યો છે કે, ''તનુ વેડ્સ મનુ એક્ટરની પ્રશંસા કરે છે. કારણ કે, એક માત્ર અભિનેત્રી છે જે તેમના મનની વાત કરે છે અને સત્ય માટે ઊભી છે.''

કંગના રનૌતની પ્રતિક્રિયા: ક્વીન અભિનેત્રીએ સોમીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને કેપ્સન આપ્યું છે કે, મારી પાસે તે બધાની ભાવના અને પાંખો છે, જેમણે મારી સામે ચુપચાપ સહન કર્યું. મારી પાસે તમારો અવાજ છે જે, ક્યારેય સાંભળ્યો ન હતો. મારી પાસે તમારું સત્ય છે, જે ક્યારેય કહેમાં આવ્યું ન હતું. આગાઉ કંગનાએ અભિનેતા જ્હોન અબ્રાહમના વખાણ કરતા જણાવ્યું હતું કે, ''મેં ફિલ્મ ઉદ્યોગમાં નકારાત્મક લોકો વિશે ઘણું કહ્યું હંશે, પરંતુ જેઓ એકદમ સાચા અને પ્રેરણાદાયી છે તેમને મારે ક્યારેય ભૂલવું જોઈએ નહિં.''

અભિનેત્રીનો આગામી પ્રોજેક્ટ: કંગનાએ આગળ જણાવ્યું છે કે, ''મેં જ્હોન સાથે કામ કર્યું છે અને તેમના વિશે કહેવા માટે મારી પાસે શબ્દો નથી. તેમ છતાં ઘણા લોકો તેનાથી અજાણ હોય શકે છે. કરાણ કે, તેઓ મીડિયાને તેમના વખાણ કરવા માટે પૈસા ચૂકવવાનો ઈન્કાર કરે છે.'' કંગના અને જ્હોને વર્ષ 2013માં આવેલી ફિલ્મ 'શૂટઆઉટ એટ વડાલા'માં સાથે કામ કર્યું હતું. પ્રોફેશનલ મોરચે તે ઈમરજન્સીમાં અને ડાયરેક્ટર કરવા માટે તૈયાર છે. કંગના 'ચંદ્રમુખી 2'માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં સુંદરતા અને નૃત્ય માટે જાણીતી રાજાના દરબારમાં નૃત્યાંગનાની ભૂમિકા ભજવશે.

  1. Dream Girl: આયુષ્માન ખુરાનાએ હેમા માલિની સાથે 'ડ્રીમ ગર્લ' સોન્ગ પર કર્યો અદભૂત ડાન્સ, ચાહકે કહ્યું 'શાનદાર'
  2. Gadar 2 Vs Omg: સની દેઓલની ફિલ્મ 'ગદર 2' 300 કરોડની નજીક, અક્ષય કુમારની 'omg 2' 100 કરોડની નજીક
  3. Box Office Collection: રજનીકાંત સ્ટારર ફિલ્મ 'જેલર'ની કમાણીમાં થયો ઘટાડો, જાણો 8માં દિવસનું કલેક્શન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.