ETV Bharat / entertainment

ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'ની ટીમે 'ધ કપિલ શર્મા' શોમાં મચાવી ધમાલ

author img

By

Published : May 5, 2022, 5:56 PM IST

13 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહેલી ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'ના (Film Jayeshbhai Jordaar) પ્રમોશન માટે અભિનેતા રણવીર સિંહ 'ધ કપિલ શર્મા' શોમાં (The Kapil Sharma show) પહોંચ્યો હતો. તેણે આ શોની તસવીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે.

ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'ની ટીમે 'ધ કપિલ શર્મા' શોમાં મચાવી ધમાલ
ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'ની ટીમે 'ધ કપિલ શર્મા' શોમાં મચાવી ધમાલ

હૈદરાબાદ: બોલિવૂડ એક્ટર રણવીર સિંહ તેની આગામી ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'ના (Film Jayeshbhai Jordaar) પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ક્રમમાં તે કોમેડી 'ધ કપિલ શર્મા' શોમાં (The Kapil Sharma show) પહોંચ્યો હતો. તેણે આ શોની તસવીરો તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર મૂકી છે. આ શોમાં અભિનેતાની સાથે ફિલ્મની અભિનેત્રી શાલિની પાંડે પણ હાજર હતી. રણવીર સિંહે કપિલ શર્મા, કૃષ્ણા અભિષેક, અર્ચના પુરણ સિંહ, કીકુ શારદા સાથેની તસવીરો શેર કરી છે.

ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'ની ટીમે 'ધ કપિલ શર્મા' શોમાં મચાવી ધમાલ
ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'ની ટીમે 'ધ કપિલ શર્મા' શોમાં મચાવી ધમાલ

આ પણ વાંચો: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સત્યજીત રેની આ ફિલ્મનું પ્રદર્શન થશે

'ધ કપિલ શર્મા' શોમાં પહોંચેલા રણવીર : 'ધ કપિલ શર્મા' શોમાં પહોંચેલા રણવીર સિંહે પ્રિન્ટેડ શર્ટ સાથે ડેનિમ પહેર્યું હતું. આ દરમિયાન તે શોમાં કલાકારો સાથે ખૂબ જ મસ્તી કરતો જોવા મળે છે. આ શોમાં રણવીર સિંહ અને કપિલ શર્મા વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળ્યું હતું. બંનેએ એકસાથે અનેક પોઝ આપ્યા હતા.

રણવીર સિંહ અને કપિલ શર્મા
રણવીર સિંહ અને કપિલ શર્મા

ફિલ્મ 'જયેશભાઈ જોરદાર' 13 મેએ રિલીઝ થશે : આ સાથે અભિનેતા રણવીર સિંહે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ'ના સેટ પરથી એક વીડિયો શેર કર્યો છે. તેણે પોસ્ટને કેપ્શન આપ્યું 'પ્રમોશન દરમિયાન હંમેશા ગતિમાં, જયેશભાઈ જોરદાર.' દિવ્યાંગ ઠક્કર દ્વારા લિખિત અને નિર્દેશિત ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'નું નિર્માણ મનીષ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં બોમન ઈરાની અને રત્ના પાઠક શાહ પણ છે. આ ફિલ્મ 13 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'ની ટીમે 'ધ કપિલ શર્મા' શોમાં મચાવી ધમાલ
ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'ની ટીમે 'ધ કપિલ શર્મા' શોમાં મચાવી ધમાલ

આ પણ વાંચો: ફિલ્મ 'અનેક'નું ટ્રેલર રિલીઝ, આયુષ્માન ખુરાનાનો જબરદસ્ત લુક જોવા મળ્યો

રણવીર સિંહ ફિલ્મ 'સર્કસ'માં જોવા મળશે : વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ કરણ જોહરની 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. આ પછી તે રોહિત શેટ્ટીની ફિલ્મ 'સર્કસ'માં જોવા મળશે. ફિલ્મમાં તેની કેમેસ્ટ્રી અભિનેત્રી પૂજા હેગડે સાથે જોવા મળશે. રણવીર છેલ્લે ફિલ્મ '83'માં જોવા મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.