ETV Bharat / entertainment

આમિર ખાન 'ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022'માં યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે

author img

By

Published : Jun 11, 2022, 3:52 PM IST

આમિર ખાનને 'ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022' માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. (Aamir khan to motivate young athletes) તે જલ્દી જ હરિયાણા જવા રવાના થશે.

આમિર ખાન 'ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022'માં યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે
આમિર ખાન 'ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022'માં યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે

હૈદરાબાદ: 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' આમિર ખાનને રવિવાર (12 જૂન)થી શરૂ થનારી 'ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022' (Khelo India Youth Games 2022) માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આમિર ખાન બહુ જલ્દી પંચકુલા (હરિયાણા) જવા રવાના થવાનો છે. (Aamir khan to motivate young athletes) આમિર અહીં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે પહોંચશે અને દેશની શાળાઓ અને કોલેજોમાં યુવા રમતવીર પ્રતિભાને સંબોધશે અને તેમને પ્રોત્સાહિત કરશે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'દંગલ' પછી આ બીજી વખત છે જ્યારે આમિર હરિયાણા જશે.

આ પણ વાંચો: મહાકાલનો ખુલાસો, આ કારણથી લોરેન્સ બિશ્નોઈનો શાર્પ શૂટર સલમાન ખાનને ગોળી મારી શક્યો નહીં

રમતગમતમાં આમિરનો ઉત્સાહ: આમિર ખાનને સ્પોર્ટ્સમાં ખૂબ જ રસ છે. હાલમાં જ તે IPL-15ની ફાઈનલ મેચમાં પણ સ્ટેડિયમમાં મેચ જોવા ગયો હતો. કુસ્તી, ટેબલ ટેનિસથી લઈને ક્રિકેટ સુધી, વિવિધ પ્રકારની રમતોમાં આમિરનો ઉત્સાહ ઘણીવાર જોવા મળ્યો છે.

  • हिंदी सिनेमा जगत के सुपरस्टार आमिर खान (#AmirKhan) रविवार को 'खेलो इंडिया यूथ गेम्स 2022' में भाग लेने के लिए हरियाणा के पंचकुला के लिए रवाना होंगे।#KheloIndiaYouthGames2022 pic.twitter.com/tJhOS1vt8Q

    — IANS Hindi (@IANSKhabar) June 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સમગ્ર વિશ્વમાં હિટ: વર્ષ 2016માં ફિલ્મ 'દંગલ' દરમિયાન આમિર હરિયાણા ગયો હતો. ફિલ્મમાં આમિરે રેસલિંગ ચેમ્પિયન ગીતા અને બબીતા ​​ફોગટની સફર બતાવી હતી. આ ફિલ્મ માત્ર દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં હિટ રહી હતી. આ ફિલ્મે ચીનમાં સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

ફિલ્મ રિલીઝ થવાની તારીખ: તે જ સમયે, આ દિવસોમાં આમિર ખાન તેની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ને લઈને પણ ચર્ચામાં છે. આ ફિલ્મમાં આમિર ખાન દોડતો જોવા મળશે. IPL-15ની ફાઈનલ મેચના બ્રેક દરમિયાન ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' 11 ઓગસ્ટ 2022ના રોજ રિલીઝ થવાની છે.

આ પણ વાંચો: OM: The Battle Within Trailer OUT: 'આશિકી 2' ફેમ એક્ટર આદિત્ય રોય કપૂરનો એક્શન અવતાર

ગોલ-ગપ્પે વીડિયોથી વધુ ફેમસ: આ સિવાય આમિર ખાન આજકાલ તેના ગોલ-ગપ્પે વીડિયોથી વધુ ફેમસ થઈ રહ્યો છે. 'લાલ સિંહ ચડ્ઢા'માં આમિર ખાનને ગોલ-ગપ્પે કરતો એક સીન છે, જેને તે ક્યારેક ગલીમાં તો ક્યારેક ટ્રેનમાં ગોલ-ગપ્પે ખાઈને પ્રમોટ કરી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.