ETV Bharat / entertainment

72 Hooren Controversy: '72 હુરેં' ફિલ્મના નિર્માતા પર લગાવ્યો આરોપ, પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

author img

By

Published : Jul 4, 2023, 5:39 PM IST

'72 હુરેં' ફિલ્મના નિર્માતા પર લગાવ્યો આરોપ, મુંબઈની એક પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
'72 હુરેં' ફિલ્મના નિર્માતા પર લગાવ્યો આરોપ, મુંબઈની એક પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

'ધ કેરલા સ્ટોરી'ના વિવાદ બાદ હવે '72 હુરેં' ફિલ્મનો વિવાદ વધી રહ્યો છે. આ ફિલ્મને લઈ તાજેતરમાં નવા સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં એક એક વ્યક્તિએ '72 હુરેં' ફિલ્મના નિર્માતા પર આરોપ લગાવ્યો છે. આ દરમિયાન તેમણે મુંબઈની એક પોલિસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરી છે.

મુંબઈ: સુદિપ્તો સેનની 'ધ કેેરલા સ્ટોરી' બાદ હવે '72 હેરેં ' ફિલ્મનો વિરોધ શરુ થઈ ગયો છે. તાજેતરમાં જ મુંબઈમાં એક વ્યક્તિએ '72 હુરેં' ફિલ્મના નિર્માતાઓ વિરુધ પોસીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, '72 હુરેં' દ્વારા ધર્મનું અપમાન અને અનાદર કરવામાં આવી રહ્યું હોવાનો ફિલ્મ નિર્માતા પર આરોપ લગાવ્યો છે.

  • Mumbai, Maharashtra | A man, Saiyad Arifali Mahemmodali files a complaint at Goregaon Police Station against the director and producer of the film, 72 Hoorain for "insulting and disrespecting his religion, promoting communal disharmony, discrimination, hatred and maligning the… pic.twitter.com/QgvfDcBX0u

    — ANI (@ANI) July 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોણે ફરિયાદ નોંધાવી: સંજય પુરમ સિંહ દ્વારા નિર્દેશિત ફિલ્મ '72 હુંરેં' વિરુધ ફરિયાદ દાખલ કરાઈ. એક વ્યક્તિ સૈયદ અરીફઅલી મહેમમોદલીએ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં '72 હુરેં' ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા વિરુદ્ધ "તેમના ધર્મનું અપમાન અને અનાદર કરવા, સાંપ્રદાયિક અસમાનતા, ભેદભાવ, નફરતને પ્રોત્સાહન આપવા અને લોકોમાં મુસ્લિમ સમુદાયની છબી ખરાબ કરવા" માટે ફરિયાદ નોંધાવી છે.

72 હુરેં ફિલ્મ સ્ટોરી: તારીખ 28 જુલાઈના રોજ '72 હુરેં' ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ આંતકવાનો ફર્દાફાસ કરે છે. ફિલ્મના ટ્રેલરમાં પણ તેની ઝલક જોવા મળે છે. લેખકે ફિલ્મની સ્ટોરી આંતકવાદ પર લખી છે.' 72 હુરેં' ફિલ્મની સ્ટોરીમાં લોકોને બ્રેઈન વોશ કરીને આતંકવાદી બનાવવામાં આવે છે, ત્યાર બાદ તેને કેવી રીતે મારી નાંખવામાં આવે છે તે રજુ કરવામાં આવ્યું છે.

ફિલ્મની સ્ટાર કાસ્ટ: ફિલ્મના કાલકારોમાં જોઈએ તો, પવન મલ્હોત્રા-હકીમ અલી, આમિર બશીર-બિલાલ અહેમદ આતંરકવાદીઓ તરીકે ફિલ્મમાં જોવા મળે છે. '72 હુરેં' ફિલ્મ તારીખ 7 જુલાઈના રોજ સિનેમાઘરોમાં જોવા મળશે. આ ફિલ્મ હિન્દી, આસામી, તમિલ, તેલુગુ, મરાઠી, ભોજપુરી વેગેરે ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. તારીખ 27 જુને CBFCએ વિવાદાસ્પદ ગણાવીને ફિલ્મના ટ્રેલરને કેન્સલ કરી દીધું હતું.

  1. Bawaal Teaser Date Out: ફિલ્મ 'બવાલ'ની Ott પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે, આ દિવસે જોવા મળશે ટીઝર
  2. Kirtidan Gadhvi: બાગેશ્વર ધામ પહોંચ્યા કિર્તીદાન, ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસ પર લલકાર્યો રાગ
  3. Adipurush: 'આદિપુરુષ' Ott પર રિલીઝ થાય તે પહેલા લીક થઈ, દર્શકોને મજા પડી ગઈ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.