ETV Bharat / crime

પાંચ માળની ઈમારત પરથી પડી જતા મહિલાનું મોત, મહિલાના મોત પર હત્યાની આશંકા

author img

By

Published : Oct 31, 2022, 6:48 PM IST

લખીસરાયમાં ચિત્તરંજન રોડ પર 5 માળની ઈમારત પરથી પડી જતાં એક મહિલાનું મોત (A woman died after falling from a building) થયું છે. સ્થાનિક લોકો મહિલાના મોત પર હત્યાની આશંકા વ્યક્ત કરી (Murder suspected over womans death) રહ્યા છે. સ્થાનિક લોકોએ પોલીસને જણાવ્યું કે મહિલા જે ઘરમાં રહેતી હતી ત્યાં દેહવ્યાપારનું કામ પણ ચાલતું હતું. મહિલા પડી તે પહેલા કેટલાક પુરુષો પણ ઘરમાં જોવા મળ્યા હતા. તેમજ ઘરમાં ખૂબ જ ઘોંઘાટ હતો. અહીં પોલીસે લોહીથી લથપથ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે મહિલા પડી છે કે તેની પાછળ હત્યાનું કાવતરું છે. પોલીસે ઘરમાંથી જ એક મહિલાની અટકાયત કરી છે.

Etv Bharatપાંચ માળની ઈમારત પરથી પડી જતા મહિલાનું મોત, મહિલાના મોત પર હત્યાની આશંકા
Etv Bharatપાંચ માળની ઈમારત પરથી પડી જતા મહિલાનું મોત, મહિલાના મોત પર હત્યાની આશંકા

બિહાર: લખીસરાયમાં ચિત્તરંજન રોડ પર 5 માળની ઈમારત પરથી પડી જતાં એક મહિલાનું મોત (A woman died after falling from a building)થયું છે. સ્થાનિક લોકો મહિલાના મોત પર હત્યાની આશંકા વ્યક્ત કરી (Murder suspected over womans death)રહ્યા છે. સ્થાનિક લોકોએ પોલીસને જણાવ્યું કે મહિલા જે ઘરમાં રહેતી હતી ત્યાં દેહવ્યાપારનું કામ પણ ચાલતું હતું. મહિલા પડી તે પહેલા કેટલાક પુરુષો પણ ઘરમાં જોવા મળ્યા હતા. તેમજ ઘરમાં ખૂબ જ ઘોંઘાટ હતો. અહીં પોલીસે લોહીથી લથપથ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે મહિલા પડી છે કે તેની પાછળ હત્યાનું કાવતરું છે. પોલીસે ઘરમાંથી જ એક મહિલાની અટકાયત કરી છે.

"એક મહિલા 5 માળની ઇમારત પરથી પડીને પોતાનો જીવ ગુમાવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટો મોકલી આપ્યો છે. મહિલા બિલ્ડીંગ પરથી પડી હતી કે અન્ય કોઈ બાબત છે, તેની અમે તપાસ કરી રહ્યા છીએ. ઘરમાંથી એક મહિલાની અટકાયત કરવામાં આવી છે. લોકોએ જણાવ્યું કે મહિલા પડી તે પહેલા ત્યાં બે પુરુષો જોવા મળ્યા હતા. અમે સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છીએ”- સૈયદ ઈમરાન મસૂદ, એએસપી, લખીસરાય

આરોપી યુવક ફરારઃ ઘટના અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું કે, તે ઘરમાં વર્ષોથી દેહવ્યાપારનો ધંધો ચાલતો હતો. જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તે જ સમયે, આ ઘટના બનતાની સાથે જ સ્થાનિક લોકોએ ઘરના પરિસરને તાળા મારીને તેનો વિરોધ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે બિલ્ડિંગની છત પર બે યુવકો જોવા મળ્યા હતા. મહિલા ઉપરથી નીચે પડી હતી અને કપાળમાં પણ ઘણી ઈજા થઈ હતી. જેના કારણે મહિલાનું મોત નીપજ્યું હતું. જોકે થોડી જ વારમાં બંને યુવકો મહિલાને લખીસરાયની હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાંથી નવ બે અગિયાર થઈ ગયા હતા.

કસ્ટડીમાં એક મહિલાઃ આ ઘટનાની માહિતી મળતા જ શહેર પોલીસ સ્ટેશનના વડા ચંદન કુમાર તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઉક્ત ઘરમાં રહેતી મહિલાને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃતક મહિલાના મોતના મામલામાં મહિલા કોઈ ભેદ ખોલી શકે છે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ છે અને સ્થાનિક પોલીસ પ્રશાસનની હાજરીમાં મહિલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. જે મહિલાની ધરપકડ કરવામાં આવી છે તે લખીસરાયની રહેવાસી હોવાનું કહેવાય છે.

પોલીસ કેસના તપાસમાં રોકાયેલીઃ આ સંદર્ભે લખીસરાયના સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર એએસપી સૈયદ ઈમરાન મસૂદે જણાવ્યું કે આજે સવારે ચિત્તરંજન રોડ પર એક ખાનગી ઈમારત પરથી પડી જવાથી મહિલાનું મોત થયું હતું. મૃત્યુ કયા કારણોસર થયું તે જાણી શકાયું નથી. જેની જાણ શહેર પોલીસ મથકે કરવામાં આવી રહી છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.