ETV Bharat / crime

શ્રદ્ધા હત્યા કેસ: મેહરૌલીના જંગલમાંથી મળી આવેલા હાડકાં શ્રદ્ધાનાં જ છે, DNA સેમ્પલ પિતા સાથે થયા મેચ

author img

By

Published : Dec 15, 2022, 3:29 PM IST

દિલ્હીના પ્રખ્યાત શ્રદ્ધા મર્ડર કેસમાં(Shradha murder case) પોલીસને મહેરૌલીના જંગલમાંથી મળેલા હાડકાઓ શ્રદ્ધાના હોવાની પુષ્ટિ થઈ(bones recovered from Mehrauli forest) છે. આ હાડકાંનો ડીએનએ શ્રદ્ધાના પિતાના ડીએનએ સાથે મેચ થયો (matched with DNA of Shraddha father)છે. આ રીતે પોલીસ માટે આફતાબને હત્યાના ગુનેગાર સાબિત કરવાનું સરળ બની ગયું છે.

શ્રદ્ધા હત્યા કેસ
શ્રદ્ધા હત્યા કેસ

દિલ્હી: પ્રખ્યાત શ્રદ્ધા હત્યા કેસની(Shradha murder case) તપાસ કરી રહેલી દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મેહરૌલીના જંગલોમાંથી મળી આવેલા હાડકાના અવશેષોનું ડીએનએ મેપિંગ શ્રદ્ધા વોકરના પિતા વિકાસ વોકર સાથે મેચ થયું (matched with DNA of Shraddha father)છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી સાગર પ્રીત હુડ્ડા આ અંગે સંપૂર્ણ માહિતી આપશે. મહેરૌલીના જંગલમાંથી કુલ 13 હાડકા મળી આવ્યા હતા.

પોલીસ આફતાબ સાથે ઘણી વખત મહેરૌલીના જંગલમાં ગઈ હતીઃ તમને જણાવી દઈએ કે શ્રદ્ધાની હત્યાના આરોપી આફતાબને મહેરૌલીના જંગલોમાં લઈ ગયા બાદ પોલીસે ઘણા દિવસો સુધી તેના મૃતદેહના અવશેષોની શોધ કરી અને ત્યાંથી મળેલા હાડકા એકઠા કર્યા હતા. રોહિણીની લેબમાં તેની ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ તેનો ડીએનએ શ્રદ્ધાના પિતાના ડીએનએ સાથે મેચ થયો હતો.

આ પણ વાંચો: પાછો જોવા મળ્યો શ્રધ્ધાની હત્યાનો આતંક: પિતાના 30થી વધુ ટુકડા કરી બોરવેલમાં ફેંકી દીધા

હાડકાઓ શ્રદ્ધાના હોવાની પુષ્ટિ: પોલીસના જણાવ્યા અનુસાર, CFSL રિપોર્ટમાં હાડકાઓ શ્રદ્ધાના હોવાની પુષ્ટિ થઈ છે. પોલીસ પૂછપરછમાં આફતાબે જણાવ્યું હતું કે તેણે જ શ્રદ્ધાની હત્યા કરી હતી. આફતાબે જણાવ્યું હતું કે 18 મેના રોજ તેની શ્રદ્ધા સાથે ઝઘડો થયો હતો. આ પછી તેણે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આફતાબે શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા. આફતાબે આ ટુકડાઓ ફ્રિજમાં રાખ્યા હતા. તે દરરોજ રાત્રે શ્રદ્ધાના મૃતદેહનો ટુકડો મેહરૌલીના જંગલમાં ફેંકવા જતો હતો.

આ પણ વાંચો: શ્રદ્ધા હત્યા કેસ: કાળીબેગમાંથી મળી દિલ્હી પોલીસને મહત્ત્વની કળી

આફતાબે 18 મેના રોજ કરી હતી શ્રદ્ધાની હત્યાઃ પોલીસના જણાવ્યા અનુસાર 18 મેના રોજ આરોપી આફતાબે શ્રદ્ધાની હત્યા કરી હતી. ધરપકડ બાદ પૂછપરછ દરમિયાન આફતાબે આ વાત કહી હતી. આ પછી, પોલીસે મહેરૌલી જંગલ અને ગુરુગ્રામમાં તેમના દ્વારા ઉલ્લેખિત સ્થળોએથી હાડકાના રૂપમાં મૃત શરીરના ઘણા ટુકડાઓ મળી આવ્યા હતા. પોલીસે આ તમામની તપાસ માટે CFSL લેબમાં મોકલી હતી. ડીએનએ ટેસ્ટ માટે પિતાના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. આફતાબ હાલ તિહાર જેલમાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.