ETV Bharat / crime

રાજ્યમાં સોનું ખરીદવાની લાલચ આપીને છેતરપિંડી કરનાર ટોળકી પોલીસના હાથમાં કેવી રીતે લાગી જૂઓ

author img

By

Published : Jun 4, 2022, 2:58 PM IST

ગાંધીધામમાં વેપારીને સસ્તામાં સોનું (Fraud Case in Gandhidham) આપવાનું કહીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો કેસ સામે આવ્યો છે. આ ટોળકીએ કસ્ટમમાં ઝડપાયેલું સોનું સસ્તામાં આપવાની લાલચ આપીને વેપારીને પોટલી ઉતારીને કરોડો રુપીયાની છેતરપિંડી કરી હતી. જોકે, વેપારીને આંખ ખુલતા જ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આ ટોળી કેવી રીતે પોલીસને (Kutch Fraud Case) હાથ લાગી જુઓ..
રાજ્યમાં સોનું ખરીદવાની લાલચ આપીને છેતરપિંડી કરનાર ટોળકી પોલીસના હાથમાં કેવી રીતે લાગી જૂઓ
રાજ્યમાં સોનું ખરીદવાની લાલચ આપીને છેતરપિંડી કરનાર ટોળકી પોલીસના હાથમાં કેવી રીતે લાગી જૂઓ

કચ્છ : રાજ્યમાં દિવસેને દિવસે છેતરપિંડી કેસ વધી રહ્યા છે, ત્યારે ગાંધીધામમાં કરોડો રૂપિયાની (Fraud Case in Gandhidham) છેતરપિંડી સામે આવી છે. વેપારીને સસ્તા સોનાનો માલ આપવાનું કહીને તેની પાસેથી બે કરોડ જેટલી રકમ પડાવી લીધી હતી. આ ટોળકી કસ્ટમમાં ઝડપાયેલું સોનું સસ્તામાં આપવાની લાલચ આપીને વેપારીને ફસાવ્યો હતો. જે બાદ વેપારીની આંખ ખુલતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મુદ્દામાલ જપ્ત
મુદ્દામાલ જપ્ત

સમગ્ર બનાવ શું હતો - ભાવનગરના ઇમરાન ધોળીયા નામના (Fraud with Bhavnagar Trader) વેપારીને ઠગ ટોળકીએ સસ્તા સોનાની લાલચ આપીને ગાંધીધામ બોલાવ્યો હતો. ઠગ ટોળકીએ પહેલા વેપારીને વિશ્વાસમાં લેવા માટે અસલી સોનું પાંચ લાખ રૂપિયામાં વહેંચ્યું હતું. જોકે, વેપારીને વિશ્વાસ આવી જતાં ઠગ ટોળકીએ તેમની મોડેસ ઓપરેન્ડી મુજબ કંડલા પોર્ટ પર કસ્ટમ વિભાગે ઝડપેલું સોનું સસ્તા ભાવમાં આપવાનું જણાવ્યુ હતું, ત્યાર બાદ વેપારીને ઓછામાં ઓછું 5 કિલો સોનું ખરીદવાનું કહીને ગાંધીધામ બોલાવ્યો હતો.

વિશ્વાસ જીતી છેતરપિંડી કરી - ભાવનગરના વેપારીને ગાંધીધામ બોલાવી માધવ ચેમ્બર્સમાં સોનાની ડિલિવરી (Gold fraud case) પહેલા રૂપિયા આપવાનું કહીને 2.15 કરોડની કિંમત પડાવી લીધી હતી. ત્યાર બાદ આ ટોળકીએ તેમના સભ્ય કંડલા સોનું લેવા માટે નીકળ્યા હતા. તેમના પ્લાનિંગ મુજબ ટોળકીના કેટલાક સભ્યો નકલી પોલીસ બનીને ગાંધીધામ ઓફિસમાં દરોડા પાડ્યા હતા. તેમજ ઠગ ટોળકીના કેટલાક સભ્યોની અટકાયત કરીને લઈ ગયા હતા. ભાવનગરના વેપારીને છેતરપિંડી થઈ હોવાની શંકા જતાં તાત્કાલિક ગાંધીધામ એ ડિવીઝન પોલીસને જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી. એ ડીવીઝન ગાંધીધામ પોલીસ સ્ટેશને આરોપીઓએ વિરુદ્ધ કલમ 406,420,120(બી) , 170 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યું અને LCBની ટીમ તુરંત એક્શનમાં આવી ગઈ હતી.

આ પણ વાંચો : Cheating in Surat : વીરપુરના જલારામમંડળના નામે આધેડે કરી મોટી છેતરપિંડી, સુરતના વેપારીને આ રીતે છેતર્યો

LCBએ 2 ટીમ બનાવીને કાર્યવાહી હાથ ધરી - LCB ટીમ તપાસમાં (Kutch Fraud Case) હતી એ દરમિયાન ફરિયાદી એવા ભાવનગરના વેપારી ઇમરાનને મળેલી બાતમીના આરોપીઓ અમુક આરોપીઓ અમરેલી તેમજ ભાવનગર બાજુ હોવાની હકીકત સામે આવી હતી. ત્યારબાદ ભાવનગર પોલીસની મદદ લઈ આરોપી અર્જુન સોજીત્રા અને રમેશ રેવરને ઝડપી પાડ્યા હતા. ગાંધીધામ માધવ ચેમ્બર્સના ઓફીસ માલિક અને આરોપી અબ્દુલ મામદભાઈ લંઘા અને આરોપી ઇસ્માઇલ લેંઘાને LCBએ ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચોઃ Cheater Gang Arrested in Surat : કાપડ માર્કેટમાં 9 છેતરપિંડી કેસના આરોપી ઝડપાયાં, જાણો કેટલો કર્યો ફ્રોડ

પોલીસે કર્યો મુદ્દામાલ જપ્ત - પોલીસે મુખ્ય આરોપી અર્જુન સોજીત્રા પાસેથી 1.27 કરોડની રોકડ રકમ, 20,500ની કિંમતના ચાર મોબાઇલ કુલ રોક્ડા 1,32,50,000, SUV-300 કાર કિંમત 6 લાખ અને મોબાઇલ નંગ-11 કિ.રૂ. 57,000 મળી કુલ રૂપિયા 1,39,07,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ફરાર આરોપી સાહિલ ખાન નસીબખાન જત અને તેની સાથે આવેલો એક વ્યક્તિ ઉપરાંત સાદા ડ્રેસમાં નકલી પોલીસ તરીકેની ઓળખ આપનાર સુલેમાન શેખ તેની સાથેના બે અજાણ્યા વ્યક્તિને પકડી પડવાં (Gandhidham Crime Case) પોલીસે તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.