ETV Bharat / crime

Crime Case in Deesa : ડીસામાં ભરબજારે યુવકે કર્યું ફાઈરીંગ, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો

author img

By

Published : Jan 21, 2022, 8:30 AM IST

ડીસાના ટેકરા વિસ્તારમાં આવેલ ભીલવાસ વિસ્તારમાં રાત્રીના સમયે ત્રણ યુવકો બેઠા હતા. જે સમયે ત્યાં બાઈક લઈને આવેલ કિશોર લુહારે સીયા ગામના વ્યક્તિના પગ પર ગોળી (Crime Case in Deesa) મારતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.

Crime Case in Deesa : ડીસામાં ભરબજારે યુવકે કર્યું ફાઈરીંગ, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો
Crime Case in Deesa : ડીસામાં ભરબજારે યુવકે કર્યું ફાઈરીંગ, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો

બનાસકાંઠાઃ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકો નજીવી બાબતમાં આવેશમાં આવી જઈ હત્યા (Crime Case in Deesa) અને આત્મહત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓને અંજામ આપતાં જોવા મળી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં અનેક અત્યારે ઘટનાઓ પણ સામે આવી રહી છે, ત્યારે ફરી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં અંગત અદાવતમાં એક બાદ એક મોટી હત્યાની (Boy Firing in Deesa) ઘટનાઓ સામે આવી રહી છે.

બંદુક ફાયરિંગ કરી યુવક પર હુમલો

ડીસામાં ભરબજારે યુવકે કર્યું ફાઈરીંગ

ડીસામાં પોલીસનો ભય ન રાખતા ગુનેગારો બેફામ બન્યા છે. ત્યારે ડીસામાં કિશોર લુહાર નામનો શખ્સ બાઈક લઈને ત્રણ યુવકો પાસે પહોંચ્યો હતો. જ્યાં કિશોર લુહાર ત્રણે યુવકને અપશબ્દો બોલ્યા હતા. જેથી આ ત્રણેય યુવકોમાંથી એક યુવકે કિશોરને અપશબ્દો બોલવાની ના કહેતાં કિશોર એકદમ ઉશ્કેરાઇ ગયો હતો. કિશાર ઉશ્કેરાઈ જતા રિવોલ્વરથી હવામાં ફાયરિંગ (Boy Opened Fire in Banaskantha) કર્યું અને એક યુવકે પગમાં ગોળી મારી દીધી હતી. લુહારે ગાળી મારી ફરાર થઈ ગયો.

આ પણ વાંચોઃ અમદાવાદમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે 5 આરોપીને દબોચી લીધા

ડીસાની બજારમાં આરોપીઓ બંદૂકો લઈને રખડે છે

યુવક પર ફાયરિંગ કર્યા બાદ કિશોર લુહાર રિવોલ્વર લઈને શહેરના મધ્યમાં ફુવારા સર્કલ નજીક આવેલી મહાલક્ષમી મેડિકલ ખાતે પહોંચ્યો હતો. અને તેની પાસે રહેલી રિવોલ્વરથી મેડિકલ સ્ટોર પર આવતા લોકોને ડરાવી રહ્યો હતો. અને રિવોલવાર જોઈને ત્યાં પણ લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાને જાણ થતાં ડીસા શહેર ઉત્તર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. રિવોલવર સાથે કિશોર લુહારને દબોચી લીધો હતો.આ ઘટના બનતા ડીસાના વિભાગીય પોલીસ (Deesa Police) અધિક્ષક તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા.

કડક સજા કરવા લોકોની માંગ

ડીસા જેવા નાના શહેરમાં જે રીતે આવા અસમાજિક તત્વો જાહેર સ્થળો પર રિવોલ્વર જેવા ઘાતક હથિયારો લઈને લોકોને ડરાવી રહ્યા હોય ત્યારે સમજી શકાય છે કે, ડીસામાં કાયદાની સ્થિતિ કેટલી કથળેલી છે. નિરંકુશ બનેલા આવા અસમાજિક તત્વો પર કાયદાનો ડર બેસાડવા માટે પોલીસે દાખલરૂપ કાર્યવાહી કરવી જોઇયે તેવી લોકો માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચોઃ Ahmedabad firing with robbery case solved : ફિલ્મી સ્ટાઈલે લૂંટ અને ફાયરિંગનો બનાવ GPS ના કારણે 24 કલાકમાં ઉકેલાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.