ETV Bharat / crime

40 વર્ષિય મહિલાને ગામના જ એક યુવાને કંઈક કહેતા રોષે ભરાતા કરી હતી તેની હત્યા

author img

By

Published : Oct 28, 2022, 4:16 PM IST

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના (Waghodia Taluka of Vadodara District) શ્રીપોર ટીંબી ગામના લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા. ગામમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. એવામાં એક 40 વર્ષીય મહિલા એક યુવાન વિરુદ્ધ ગણગણાટ કરી પસાર થઈ રહી હતી. જે બાદ યુવાનને આ વાત ખટકતા તેણે તે મહિલાના ઝાડૂના દસ્તા વડે જ તેને માથા પર મારી તેની હત્યા (40 year old woman was killed by a young man) કરી નીખી હતી. જે બાદ સમગ્ર ગામમાં ગમગીની પ્રસરી ગઈ હતી.

40 વર્ષિય મહિલાને ગામના જ એક યુવાને કંઈક કહેતા રોષે ભરાતા કરી હતી તેની હત્યા
40 વર્ષિય મહિલાને ગામના જ એક યુવાને કંઈક કહેતા રોષે ભરાતા કરી હતી તેની હત્યા

વડોદરા દેશ અને રાજયના લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના શ્રીપોર ટીંબી ગામે (Waghodia Taluka of Vadodara District) 40 વર્ષિય મહિલાને ગામના જ યુવાને રોડ સાફ કરવાના ઝાડૂનો માથામાં દસ્તો મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ મહિલા હત્યારા યુવાન વિરુદ્ધ ગણગણાટ કરતી પસાર થતી હતી. આ દરમિયાન હત્યારો યુવાન આ ગણગણાટ સાંભળી ગયો હતો. જેથી લઈને યુવાન રોષે ભરાયો હતો. ક્રોધિત થયેલા યુવાને મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

. ઘરેથી નીકળ્યા ત્યારે રસ્તામાં રહેતા અનિલ અરવિંદભાઇ રાઠોડીયા વિરૂધ્ધ ગણગણાટ કરતા જઈ રહ્યા હતા. જેથી અનીલભાઈએ રોડ સાફ કરવાના ઝાડૂનો દસ્તો મારી મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
. ઘરેથી નીકળ્યા ત્યારે રસ્તામાં રહેતા અનિલ અરવિંદભાઇ રાઠોડીયા વિરૂધ્ધ ગણગણાટ કરતા જઈ રહ્યા હતા. જેથી અનીલભાઈએ રોડ સાફ કરવાના ઝાડૂનો દસ્તો મારી મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

અચાનક થયેલી હત્યાથી ગામમાં સન્નાટો સવારે હત્યા થતા ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો. એક તરફ નવા વર્ષની ઉજવણી તો બીજી તરફ મૃત્યુની ગમગીની. નવીનગરીમાં રહેતા લોકો નવા વર્ષની ઉજવણી માટે વહેલી સવારે ઉઠી ગયા હતા. કેટલાક લોકો તૈયાર થઇને નવા વર્ષની શુભેચ્છા આપવા માટે નગરીમાં ફરી રહ્યા હતા. નગરીના લોકોમાં અનેરો ઉત્સાહ હતો. પરંતુ નગરીના લોકોની ખુશી સવારે થોડીવાર માટે જ જોવા મળી હતી. ઘડીક ક્ષણમાં જ આ ખુશી ગમગીનીમાં ફેરવાઇ ગઇ હતી.

અચાનક થયેલી હત્યાથી ગામમાં સન્નાટો
અચાનક થયેલી હત્યાથી ગામમાં સન્નાટો

નવા વર્ષની ઉજવણીનો ઉત્સાહ ગમગીનીમાં ફેરવાઇ ગયો નવીનગરીમાં રહેતા 40 વર્ષિય સીતાબહેન ઉર્ફ ટીનકી રતિલાલ નાયકા હેન્ડપમ્પ ઉપર પાણી લેવા માટે નીકળ્યા હતા. ઘરેથી નીકળ્યા ત્યારે રસ્તામાં રહેતા અનિલ અરવિંદભાઇ રાઠોડીયા વિરૂધ્ધ ગણગણાટ કરતા જઈ રહ્યા હતા. જેથી અનીલભાઈએ રોડ સાફ કરવાના ઝાડૂનો દસ્તો મારી મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ગણતરીની મિનિટોમાં જ મહિલાના લોહીના ખાબોચિયામાં દમ તોડી દીધો હતો. સીતાબહેન ઉર્ફ ટીનકી મોતને ભેટતા હત્યારો અનિલ રાઠોડીયા ગામમાંથી ફરાર થઇ ગયો હતો. આ દરમિયાન નવીનગરીમાં સીતાની હત્યા થઈ હોવાની લોકોને જાણ થતાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આ બનાવે ગામમાં ચકચાર જગાવી મુકી હતી. ગામનો નવા વર્ષની ઉજવણીનો ઉત્સાહ ગમગીનીમાં ફેરવાઇ ગયો હતો.

પોલીસે ઘટના સ્થળે પહોંચી બનાવની તપાસ આદરી આ સમગ્ર ઘટના બનતાની સાથે જ આસપાસના રહીશો ગભરાઈ ઉઠ્યા હતા અને તેઓએ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાને થાળે પાડી. આ બનાવની જાણ વાઘોડિયા પોલીસને (Waghodia Police Vadodara) થતા ઈન્ચાર્જ PI વી.એમ. ઝાલા પોલીસ જવાનોના સ્ટાફ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા. આ સાથે જ DYSP એસ.બી. કુંપાવત, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના (Vadodara District Local Crime Branch) પી.આઇ. કૃણાલ પટેલ પણ સ્ટાફ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા. વાઘોડિયા પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યારા અનિલ રાઠોડીયાને ઝડપી પાડવા માટે રવાના કરી હતી. અત્રે વાઘોડિયા પોલીસે અનિલ રાઠોડીયા સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.