ETV Bharat / city

Vadodara Rape Case: વાઘોડિયા તાલુકાની સગીરા સાથે દુષ્કર્મના બનાવમાં સાવલી કોર્ટે દોષિતને શું આપી સજા?

author img

By

Published : May 21, 2022, 8:31 PM IST

વડોદરામાં દુષ્કર્મના(Vadodara Rape Case ) બનાવમાં સગીરાને અઢી વર્ષે ન્યાય(Vadodara Rape Case Justice) મળ્યો હતો. સાવલી કોર્ટે દોષિતને સજા સાથે દંડ ફટકાર્યો હતો. જો આરોપી દંડ ભરવામાં નિષફળ જાય તો વધુ 3 વર્ષની સાદી કેદની સજાનો હુકમ પણ ફટકાર્યો હતો.

JCP, ટ્રાફિક વિભાગ, અમદાવાદ
JCP, ટ્રાફિક વિભાગ, અમદાવાદ

વડોદરા: જિલ્લાના વાઘોડિયા તાલુકામાં(Vaghodia taluka of Vadodara district) સગીરાને આખરે અઢી વર્ષ બાદ ન્યાય મળ્યો છે. સગીરા પર દુષ્કર્મના(Vadodara Rape Case) કેસમાં સાવલી કોર્ટે દોષિતને 10 વર્ષની સજા ફટકારી છે. જો દંડ ભરવામાં નિષ્ફળ નીવડે તો વધુ ત્રણ વર્ષની સાદી કેસની સજાનો પણ હુકમ કર્યો હતો.

વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકામાં સગીરાને આખરે અઢી વર્ષ બાદ ન્યાય મળ્યો છે

આ પણ વાંચો: દિશા દુષ્કર્મ કેસ: કમિશન રીપોર્ટમાં દાવો કરાયો કે, આરોપીઓનું ખોટી રીતે એન્કાઉન્ટર કરાયું

લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારતા પરિવારે વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી - વાઘોડિયા તાલુકાના એક ગામમાં અઢી વર્ષ પહેલા લગ્નની લાલચ આપી સગીરાને વાસનાનો શિકાર બનાવનાર લઘુમતી કોમના યુવાન પર પોલીસ ફરીયાદ બાદ સાવલી કોર્ટે ભોગ બનનાર પીડિતાને ન્યાય અપાવ્યો છે. સગીર કિશોરીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારતા પરિવારે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં લઘુમતી કોમના યુવાન સામે ફરીયાદ નોંધીને ધરપકડ કરી હતી.

આરોપી વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ સહિત પોસ્કો હેઠળનો ગુનો નોંધાયો હતો - વાઘોડિયા તાલુકાના એક ગામમાં આરોપી મોઈનખાન મકરાણી અને સગીરા એક બીજાના ઘરની નજીક રહેતા હતા. 5 જૂન 2019ના રોજ સગીરા તેના ઘરના લોકોની સહમતીથી મોઈનખાનના પરિવાર સાથે શિનોરના મઢીમાં નર્મદામાં નહાવા ગયા હતા. જ્યાં બન્નેની આંખો મળી હતી. આ દરમિયાન પ્રેમ સંબંધથી જોડાયા હતા. વાતચીત કરવા મકરાણીએ સગીરાને મોબાઇલ આપ્યો હતો.ઘરમાં કોઈ ન હોય ત્યારે તે મોઈનખાન સાથે ફોન પર વાતચીત કરતી હતી.

આ પણ વાંચો: દુષ્કર્મના કેસમાં ધોરાજી કોર્ટ દ્વારા આરોપીને 10 વર્ષની સજા અને 12 હજારનો દંડ ફટકાર્યો

બન્નેનો પ્રેમ ગાઢ બની જતાં બન્નેએ લગ્ન કરી લેવાનું નક્કી કર્યું - તે વર્ષે નવરાત્રીમાં આઠમના દિવસે ઘરે કોઈ ન હોવાથી સગીરાએ મોઈનખાનને ઘરે બોલાવીને શરીર સંબંધ બાંધ્યો હતો. તે સમય જતાં બન્નેનો પ્રેમ ગાઢ બની જતાં બન્નેએ લગ્ન કરી લેવાનું નક્કી કર્યું હતું. આ બાદ મકરાણીએ વારંવાર સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. જોકે સગીરાના કાકાને જાણ થતાં બન્નેને પકડી વાઘોડિયા પોલીસ મથકે(Waghodia police station) લઇ ગયા હતા. આરોપી મોઈનખાન નજર મોહમ્મદ મકરાણી વિરુદ્ધ અપહરણ, બાળાત્કાર અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો(An offense under the POSCO Act) નોંધાતા સાવલી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની(Savli Additional District Judge) કોર્ટમાં કેસ ચાલતા દુષ્કર્મ આરોપી સામે સરકારી વકીલની રજૂઆતો અને દલીલો કરતા જજે આરોપી મોઈનખાન મકરાનીને કસૂરવાર ઠેરવી 10 વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો છે. જો આરોપી આરોપી દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ 3 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.