ETV Bharat / bharat

દિશા દુષ્કર્મ કેસ: કમિશન રીપોર્ટમાં દાવો કરાયો કે, આરોપીઓનું ખોટી રીતે એન્કાઉન્ટર કરાયું

author img

By

Published : May 20, 2022, 10:09 PM IST

આરોપીઓના એન્કાઉન્ટરની (Disha Accused Encounter Case) તપાસ કરી રહેલા જસ્ટિસ સિરપુરકર કમિશને સામાન્ય ભલામણો (Commission Suggestion for Encounter Case) પણ કરી છે કે પોલીસે કેસની તપાસમાં તેનું પાલન કરવું જોઈએ. સંખ્યાબંધ કેસોની તપાસ પંચે એફઆઈઆર (Telangana police inquiry) નોંધણીથી લઈને ચાર્જશીટ સુધીની અનેક ખામીઓ શોધી કાઢી.

દિશા દુષ્કર્મ કેસ: કમિશન રીપોર્ટમાં દાવો કરાયો કે, આરોપીઓનું ખોટી રીતે એન્કાઉન્ટર કરાયું
દિશા દુષ્કર્મ કેસ: કમિશન રીપોર્ટમાં દાવો કરાયો કે, આરોપીઓનું ખોટી રીતે એન્કાઉન્ટર કરાયું

હૈદરાબાદ: જસ્ટિસ વીસી સિંહ સિરપુરકર આયોગે (Commission Suggestion for Encounter Case) દિશા દુષ્કર્મ અને મર્ડર કેસના આરોપીના એન્કાઉન્ટરનો રીપોર્ટ સોંપ્યો છે. આયોગે એવું તારણ કાઢ્યું કે, આ જે ઘર્ષણ થયું એ ખોટું છે. આ વિષય સંબંધીત 387 પાનાનો રીપોર્ટ (Fake Encounter Reports) સુપ્રીમ કોર્ટને આપી દેવામાં આવ્યો છે. આયોગે પોતાનો એવો મત વ્યક્ત કર્યો છે કે, આરોપી સાથે થયેલા ઘર્ષણ અંગે દરેક પોલીસકર્મની યોગ્ય રીતે તપાસ થવી (Telangana police inquiry) જોઈએ. આયોગે રીપોર્ટમાં સ્પષ્ટ કર્યું કે, આના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આરોપીએ સામો વાર કરતા એ માર્યો ગયો છે.

આ પણ વાંચો: આ હોસ્પિટલને બિરયાની રૂપિયા 3 લાખમાં પડી, સરેરાશ બિલ જોયું તો સૌ કોઈ ચોંકી ગયા

શું કહ્યું આયોગે: આયોગે આ રીપોર્ટમાં એવું પણ કહ્યું કે, 10 પોલીસ અધિકારીઓની આ કેસ મામલે તપાસ કરાશે. અન્ય રીતે પણ એમની સામે તપાસ કરવામાં આવે. વે.વી.સુરેંદર, કે નરસિમ્હા, શેખ લાલ મધર, મોહમ્મદ સિરાજુદ્દીન, કોચરેલા રવિ, કે.વેકટેશ્વરલૂ, એસ. અરવિંદ ગૌડ, જાનકીરામ, આર બાલુ રાઠોડ અને શ્રીકાંત આ કેસ સાથે સંકળાયેલા લોકો છે. દસ પોલીસ કર્મચારીઓની IPCની કલમ 302, 34, 201 અતર્ગત પૂછપરછ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે ઉમેર્યું કે, સિરપુરકર આયોગનો રીપોર્ટ હાઈકોર્ટને આપી દેવાશે.

આ પણ વાંચો: પાંચ બાંગ્લાદેશીઓની સુરત પોલીસ દ્વારા ધરપકડ, જાણો શું કરવા આવ્યા હતા ગુજરાત

કેસ ટ્રાંસફર કરાયો: બીજા પક્ષમાં સુપ્રીમ કોર્ટે દિશા દુષ્કર્મ કેસના આરોપી સાથે ઘર્ષણ મામલો તેલંગણા હાઈકોર્ટને ટ્રાંસફર કરી દેવામાં આવ્યો છે. આ કેસે સરકાર અને અરજીકર્તાઓને આદેશ આપ્યો હતો કે, એમની દલીલોને હાઈકોર્ટ સામે સંભળાવો. સિરપુરકર આયોગે આ અંગેનો રીપોર્ટ તેલંગણા સરકાર અને અરજીકર્તાને સોંપી દીધો છે. પણ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ અંગે કાર્યવાહી પહેલા હાઈકોર્ટ ચોક્કસ નિર્ણય આપશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે વિશેષ રૂપે આ કેસની સુનાવણી ન કરી શકીએ. અમને ખબર નથી કે, હાઈકોર્ટ અને નીચલી કોર્ટમાં શું ચાલી રહ્યું છે. રીપોર્ટ જાણ્યા વગર સુનાવણી શક્ય નથી. તેલંગણા સરકાર સાથે વાત કરીને સરકાર એના વકીલને મોકલે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.