ETV Bharat / city

વડોદરામાં કોંગ્રેસે વરિષ્ઠ આગેવાનનાં પુત્ર અને અન્ય આગેવાનની પત્નિને ટિકિટ આપી

author img

By

Published : Feb 3, 2021, 2:12 PM IST

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા વડોદરા મ.ન.પા. માટે સોમવારે 20 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં શહેર કોંગ્રેસનાં વરિષ્ઠ આગેવાન વિનુભાઈ પટેલનાં પુત્ર સંદીપ પટેલ અને અન્ય એક આગેવાન દિપક દેસાઈનાં પત્ની સોનલ દેસાઈને પણ ટિકિટ આપી છે.

વડોદરામાં કોંગ્રેસે એક વરિષ્ઠ આગેવાનનાં પુત્ર અને અન્ય આગેવાનની પત્નિને ટિકિટ આપી
વડોદરામાં કોંગ્રેસે એક વરિષ્ઠ આગેવાનનાં પુત્ર અને અન્ય આગેવાનની પત્નિને ટિકિટ આપી

  • વોર્ડ નં.3માં બે ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા
  • પાર્ટીનાં વરિષ્ઠ આગેવાન વિનુભાઇ પટેલનાં પુત્રને ટિકિટ અપાઈ
  • 20 ઉમેદવારોમાં 7 રનિંગ કાઉન્સિલરોનો કરાયો સમાવેશ

વડોદરા: કોંગ્રેસ દ્વારા 20 ઉમેદવારોની જે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, તેમાં વોર્ડ નં.3માં બે ઉમેદવારો જાહેર કરાયાં છે. કોંગ્રેસે પાર્ટીનાં વરિષ્ઠ આગેવાન વિનુભાઇ પટેલનાં પુત્ર સંદીપ પટેલને ટિકિટ આપી છે. જ્યારે પાર્ટીનાં અન્ય એક આગેવાન દિપક દેસાઇનાં પત્ની સોનલ દેસાઇને પાર્ટીએ ટિકિટ આપી છે. પાર્ટીએ પસંદગી કરતાં સમર્થકોએ બંને ઉમેદવારોને ઉત્સાહ વચ્ચે અભિનંદન પાઠવ્યા હતાં.

જાહેર કરાયેલા 20 ઉમેદવારો પૈકી 12 નામો શહેર પ્રમુખ દ્વારા અપાયા હતા

પાલિકાની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસની પ્રથમ યાદી સોમવારે રાત્રે જાહેર કરાઈ હતી. પ્રથમ યાદીમાં 11 વોર્ડનાં 7 રનિંગ કાઉન્સિલરો સહિત 20 નામો જાહેર કરાયાં હતા. પ્રથમ યાદીનાં 20 નામો પૈકી 12 ઉમેદવારોનાં નામ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ દ્વારા આપવામાં આવ્યા હતા. જેથી કોંગ્રેસની ઉમેદવારોની પ્રથમ યાદીમાં શહેર કોંગ્રેસ પ્રમુખનો હાથ ઉંચો રહ્યો હતો. જોકે, હજુ પણ શહેર કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા ચિરાગ ઝવેરીએ આપેલા નામ પર સસ્પેન્સ યથાવત રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.