ETV Bharat / city

આફ્રીકન ગેંગનો ભારતમાં આતંક, વડોદરાના વેપારીના રૂપિયા 19 લાખ પડાવ્યા

author img

By

Published : Jul 10, 2021, 8:33 AM IST

africa
આફ્રીકન ગેંગનો ભારતમાં આતંક, વડોદરાના વેપારીના રૂપિયા 19 લાખ પડાવ્યા

ઈન્ટરનેટમાં જમાનામાં લોકો સાથે ઓનલાઈન ફ્રોડ ખૂબ જ થતા હોચ છે. વડોદરામાં એક વેપારી સાથે 19 લાખની ઉપરની ઓનલાઈન છેતરપીંડી આફ્રિકરન ટોળકી દ્વારા થઈ હતી. જેની ફરિયાદ વેપારીએ સાઈબર ક્રાઈમમા કરી હતી. સાઈબર ક્રાઈમે આ ટોળકીને દિલ્હીથી ઝડપી પાડી હતી.

  • શહેરમાં વેપારી સાથે 19 લાખ ઉપરની છેંતરપીંડી
  • આફ્રીકાની 5 વ્યક્તિઓની ટોળકી
  • પોલીસ દ્વારા આરોપીનઓની દિલ્હીથી ધરપકડ

વડોદરા: સોશીયલ મીડિયાના યુગમાં આંતરરાષટ્રીય ગેંગ દ્વારા લોભામણી લાલચો આપી લોકો સાથે લાખોની છેરપીંડી કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. વડોદરાના એક વેપારીને આફ્રીકન ટોળકી દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. વોટ્સઅપના માધ્યમથી સંપર્ક કરી રૂપિયા 19 લાખ ઉપરાંતની રકમ જુદા-જુદા બહાના બતાવી મોટી રકમ પડાવી હતી. જોકે વેપારી છેતરાયા હોવાની જાણ થતાં, તેમણે આ મામલે વડોદરા સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો. જેથી આ અંગે પોલીસે ગુનો નોંધી ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ આચરતી આફ્રીકન ટોળકીના 5 સાગરીતોને દબોચી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

19 લાખ ઉપરની છેંતરપીડી

વડોદરા શહેના લક્ષ્મીપુરા ગોત્રી રોડ પર રહેતા રાજેશકુમાર જ્યંતિલાલ પટેલને ગત ઓકટોબર 2020ના રોજ વોટ્સઅપ અને જુદી જુદી ઇ-મેઇલ આઇ.ડીથી સંપર્ક કરી CPU પ્રોસેસર સ્ક્રેપ વેચવાના બહાને તથા સ્ક્રેપનાં ઇન્સ્યોરન્સ કરાવવા તેમજ લોજીસ્ટીક કંપની સાથે થયેલા સેટલમેન્ટના કોડેડ USD જોલર ક્લીન કરાવવા, કાનપુર ખાતે કસ્ટમ અધિકારી સાથે સેટલમેન્ટ કરવાનુ કહી અલગ અલગ બહાને ટુકેડે ટુકડે રૂપિયા 19,35,002 ઓનલાઇન IMPS મારફતે ટ્રાન્સફર કરાવ્યા હતા.

આફ્રીકન ગેંગનો ભારતમાં આતંક, વડોદરાના વેપારીના રૂપિયા 19 લાખ પડાવ્યા

આ પણ વાંચો : બોગસ વેબસાઈટ બનાવી 71 વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી

પેમન્ટ કર્યા બાદ વસ્તુની ડિલેવરીના મળી

રૂપિયા 19 લાખ ઉપરાંતની રકમ ટ્રાન્સફર કરાવી લીધા બાદ પણ વેપારીને ના તો સીપીયુ પ્રોસેસરનો સ્ક્રેપ મળ્યો ના તો તેમણે ચુકવેલી રકમ પરત મળી હતી. જેથી રાજેશ પટેલએ આ મામલે આખરે વડોદરા સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો. જ્યાં પોલીસે તેમની આ મામલે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં આ ટોળકી દિલ્હી ખાતેની ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ આચરતી હોવાનુ બહાર આવ્યું હતુ. જેથી વડોદરા સાયબર ક્રાઇમની ટીમ દિલ્હી પહોંચી હતી અને તપાસ દરમિયાન આફ્રીકન ગેંગના 3 સાગરીતોને દબોચી લેવામાં આવ્યાં હતા.

આ પણ વાંચો : પારડીમાં સરકારી કર્મચારી સાથે 1 લાખ 97 હજારની છેતરપિંડી

પોલીસ દ્વારા 5 ઓરોપીની ધરપકડ

પોલીસે તમામ કાનુની પ્રક્રિયા પૂર્ણ કરી ત્રણ આફ્રીકનના રિમાન્ડ મેળવી વધુ પુછતાછ કરતા ગેંગના અન્ય બે સાગરીતોને પણ પકડી લેવામાં આવ્યાં હતા. પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, ગેંગ દ્વારા સ્ક્રેપ, ગોલ્ડ. ડાયમંડ, ઓઇલ, મોંઘી મેડિસીન વિગેરે મોંઘી વસ્તુ વેચાણ કરવા માટે બનવાટી વિદેશી કંપનીઓ ઉભી કરે છે.મોંઘી વસ્તુઓ મોટા જથ્થામાં ઓછા ભાવે વેંચવાનુ કહીં 50 ટાક એજવાન્સ પેઇમેન્ટ લે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.