ETV Bharat / city

વડોદરામાં નોનવેજની લારીઓ અંગેના નિર્ણય પર કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન

author img

By

Published : Nov 12, 2021, 4:42 PM IST

વડોદરામાં તંત્ર (Municipal Corporation Vadodara) દ્વારા લેવામાં આવેલા નોનવેજની લારીઓ (non-veg lorries) અંગેના નિર્ણય અને સુરત દુષ્કર્મ કેસમાં (Surat Rape case) તાત્કાલિક ચુકાદા અંગે મહેસૂલી અને કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Law Minister Rajendra Trivedi) મહત્વનું નિવેદન આપ્યું છે. આ તકે પ્રધાને લારીઓ અંગે વડોદરા કોર્પોરેશનના નિર્ણયને લઈને અભિનંદન પણ આપ્યા હતા.

વડોદરામાં નોનવેજની લારીઓ અંગેના નિર્ણય પર કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન
વડોદરામાં નોનવેજની લારીઓ અંગેના નિર્ણય પર કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન

  • સુરત દુષ્કર્મ કેસના તાત્કાલિક ચુકાદાને પગલે કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આપ્યું નિવેદન
  • ફૂટપાથ ઉપર ધંધો કરવાનો કોઇને પણ અધિકાર નથી, ફૂટપાથ રાહદારીઓ માટે છે: રાજેન્દ્ર ત્રિવેદી
  • નોનવેજની જ નહી પરંતુ, રસ્તે ઉભી રહેતી કોઇપણ લારી રહેવી જોઈએ નહીં

વડોદરા : રાજ્યમાં હવે નોનવેજની લારીઓને(non-veg lorries) લઇને ચર્ચાઓ તેજ બનતી જાય છે. રાજકોટ કોર્પોરેશનનાં (Municipal Corporation Vadodara) માર્ગે હવે વડોદરા કોર્પોરેશન પણ નિકળી પડ્યું હોય તેવુ લાગી રહ્યુ છે, હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોનવેજની લારીઓ હટાવવા બાબતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ(Law Minister Rajendra Trivedi) પણ વડોદરા મેયરને અભિનંદન આપ્યા હતા, આ ઉપરાંત સુરત દુષ્કર્મ કેસ (Surat Rape case) અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું.

વડોદરામાં નોનવેજની લારીઓ અંગેના નિર્ણય પર કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન

નોનવેજ અને વેજ રસ્તા પર વેંચવું યોગ્ય નથી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સ્થાયી સમિતિ અધ્યક્ષે અધિકારીઓની બેઠક બોલાવી હતી. જેમાં મુખ્ય રસ્તા ઉપર અને ખુલ્લામાં વેચવામાં આવતા મટન અને મચ્છી કે આમલેટની લારી બંધ કરાવવા સૂચના આપવામાં આવી છે. આ મામલે મહેસુલ અને કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપ્યુ હતું. તેમણે કહ્યુ કે, ફૂટપાથ ઉપર ધંધો કરવાનો કોઇને પણ અધિકાર નથી, ફૂટપાથ રાહદારીઓ માટે છે. જાહેર રોડ પર લારીઓ દબાણ લેન્ડ ગ્રેબિંગ સમાન છે, માત્ર નોનવેજની નહી પરંતુ રસ્તે ઉભી રહેતી કોઇપણ લારી હોય તે ન ઉભી રહી શકે. નોનવેજ અને વેજ આવી રીતે રસ્તા પર બનતું હોય હોવાથી જાહેરમાં એનો ધૂમાડો ઉડતો હોય છે, રાહદારીઓને આંખોમાં લાગતો હોય છે, તેને અટકાવવું જ પડશે. આ મામલે તેમણે રાજકોટ અને વડોદરા શહેરનાં મેયરને અભિનંદન પાઠવ્યા હતા.

દુષ્કર્મ કેસમાં ઝડપી કાર્યવાહી

મહિલાઓ માટે સુરક્ષિત મનાતું ગુજરાત હવે સુરક્ષિત રહ્યું નથી, રાજ્યના એક બાદ એક શહેરોમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપ્યું છે કે, સુરતની કોર્ટે દુષ્કર્મના આરોપીને જન્મ ટીપની સજા ફટકારવાના મામલે કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, માત્ર 5 જ દિવસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. પોલીસ અને ન્યાયતંત્રને અભિનંદન પાઠવું છું અને ગાંધીનગરના દુષ્કર્મ કેસમાં પણ ઝડપથી પુરાવાઓ મેળવી કાર્યવાહી કરવા ગૃહપ્રધાને આદેશ કર્યા છે, જે આવકાર્ય છે અને અન્ય દુષ્કર્મ કેસોમાં પણ ઝડપથી કાર્યવાહી થાય તે જરૂરી છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.