રાજકોટ ભાજપમાં જૂથવાદ ચાલતી હોવાની વાતને સાંસદ રામ મોકરિયાએ નકારી, કહ્યું- ભાજપમાં બધા એક છે

author img

By

Published : Nov 12, 2021, 3:32 PM IST

રાજકોટ ભાજપમાં જૂથવાદ ચાલતી હોવાની વાતને સાંસદ રામ મોકરિયાએ નકારી, કહ્યું- ભાજપમાં બધા એક છે

રાજકોટ શહેરમાં 20 નવેમ્બરે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓનો સ્નેહમિલન સમારોહ (Snehmilan Program of BJP Workers and Leaders) યોજાશે. આ કાર્યક્રમમાં વિશેષ રૂપે ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ (BJP State President C. R. Patil) પણ ઉપસ્થિત રહેશે. ત્યારે આ અંગે શહેર ભાજપ કાર્યાલયમાં (City BJP Office) એક બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ (Rajya Sabha MP Ram Mokria) જૂથવાદની વાત પર પ્રતિક્રિયા આપી હતી. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે એવા સમાચાર વહેતા થયા હતા કે, સાંસદ રામ મોકરિયાએ (MP Ram Mokria) આક્ષેપ કર્યો હતો કે, ભાજપમાં જૂથ ચાલી રહ્યા છે, પરંતુ આજે તેમણે પોતે આ વાતને નકારી કાઢી હતી.

  • રાજકોટ શહેરમાં 20 નવેમ્બરે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓનું સ્નેહમિલન યોજાશે
  • સ્નેહમિલન અંગે અને પોતાના પર લાગેલા આક્ષેપ અંગે સાંસદ રામ મોકરિયાએ આપી પ્રતિક્રિયા
  • ભાજપમાં જૂથ ચાલી રહ્યા અંગેના નિવેદનને સાંસદ રામ મોકરિયાએ ખોટું ગણાવ્યું

રાજકોટઃ શહેરમાં 20 નવેમ્બરે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓનો સ્નેહમિલન કાર્યક્રમ (Snehmilan Program of BJP Workers and Leaders) યોજાશે. ત્યારે આ કાર્યક્રમ અંગે ભાજપ કાર્યાલય ખાતે એક બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ તેમના પર લાગેલા આક્ષેપનો જવાબ આપ્યો હતો. આ બેઠકમાં હાલના રાજ્યસભાના સાંસદ એવા રામભાઈ મોકરિયાએ (Rajya Sabha MP Ram Mokria) રૂપાણી જૂથ (Rupani Group) પર આક્ષેપ કર્યો હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે. જ્યારે મોકરિયાએ બેઠકમાં આક્ષેપ કર્યા હતા કે, કેટલાક નેતાઓ દ્વારા મારા ઘરે ભાજપના કાર્યકર્તાઓને મળવા આવવા દેવાતા નથી. જ્યારે શહેરની પાર્ટીમાં ઘણું બધું ચાલી રહ્યું છે અને અનેક ગૃપ બની ગયા છે. જોકે, આ બેઠકમાં મોકરિયાએ ભાજપના જૂથ સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ખાસ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ ઉપસ્થિત રહેશે.

રાજકોટ શહેરમાં 20 નવેમ્બરે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓનું સ્નેહમિલન યોજાશે

આ પણ વાંચો- Narmada BJP સ્નેહમિલન સમારંભમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે

પક્ષમાં કોઈ નારાજગીની વાત નથી: મોકરિયા

રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ (Rajya Sabha MP Ram Mokria) આ અંગે જણાવ્યું હતું કે, 15 નવેમ્બરે ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ (BJP's Snehmilan program) યોજાશે, જેમાં અનેક મહાનુભાવો આવશે. જ્યારે 20 નવેમ્બરે યોજાનારા કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (BJP State President C. R. Patil) આવશે. આને લઈને શહેર ભાજપ કાર્યાલય (City BJP Offic) ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્નેહમિલન કાર્યક્રમ વધુમાં વધુ સારી રીતે યોજાય તે અંગેની ચર્ચાઓ કાર્યકર્તાઓ સાથે કરવામાં આવી હતી. જોકે, અત્યારે જે ચર્ચાઓ શરૂ થઈ છે કે, તેમના દ્વારા ભાજપના જ જૂથ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ અંગે સાંસદ રામ મોકરિયાએ (MP Ram Mokria) જણાવ્યું હતું કે, આવી કોઈ બાબત નથી અને મને કોઈ નારાજગી નથી. જ્યારે ભાજપમાં કોઈ પણ જૂથ હોય જ નહીં.

આ પણ વાંચો- નર્મદામાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં કાર્યકર્તા સ્નેહમિલન સમારોહ યોજાયો

ભાજપમાં કોઈ ગૃપ હોતા નથીઃ મોકરિયા

સાંસદ રામ મોકરિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, આગામી દિવસોમાં શહેર ભાજપ અધ્યક્ષ કમલેશ મિરાણી અને રાજકોટના સાંસદ મોહન કુંડારિયાના (Rajkot MP Mohan Kundaria) માર્ગદર્શનમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે અને હાલ પણ પક્ષની કામગીરી શરૂ છે. જ્યારે ભાજપમાં કોઈ પણ ગૃપ હોતા નથી. બધા લોકો એક જ છત્ર નીચે રહીને કામ કરતા હોય છે અને એ જ ભાજપ છે. જોકે, ભાજપના સાંસદ રામ મોકરિયા (Rajya Sabha MP Ram Mokria) દ્વારા શહેર ભાજપના જૂથ પર આક્ષેપો કરવામાં આવ્યો હોવાની વાતને મીડિયા સમક્ષ નકારવામાં આવી હતી. જ્યારે ભાજપમાં જ આંતરિક જૂથવાદ (Internal factionalism) સામે આવતા જ શહેરભરમાં ખળભળાટ મચી જવા પામી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.