લો બોલો, હવે કચરો એકત્રિત કંપનીનું કરોડોનું કૌભાંડ પકડાયું, સત્તાધારી પક્ષના જ કોર્પોરેટરે કર્યો પર્દાફાશ

author img

By

Published : Jul 19, 2022, 3:10 PM IST

Updated : Jul 19, 2022, 3:50 PM IST

લો બોલો, હવે કચરો એકત્રિત કંપનીનું કરોડોનું કૌભાંડ પકડાયું, સત્તાધારી પક્ષના જ કોર્પોરેટરે કર્યો પર્દાફાશ
લો બોલો, હવે કચરો એકત્રિત કંપનીનું કરોડોનું કૌભાંડ પકડાયું, સત્તાધારી પક્ષના જ કોર્પોરેટરે કર્યો પર્દાફાશ ()

વડોદરામાં ડોર ટૂ ડોર કચરો એકત્રિત કરતી કંપનીએ કરોડો રૂપિયાનું કૌભાંડ (Scam worth crores in garbage in Vadodara) કર્યું હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડનો આક્ષેપ કોઈ વ્યક્તિએ નહીં પણ ભાજપના જ કોર્પોરેટરે (BJP Corporator exposed Crores Garbage Scam) કર્યો છે. કંપની કઈ રીતે કૌભાંડ આચરતી હતી જોઈએ આ અહેવાલમાં.

વડોદરાઃ શહેરમાં ડોર ટૂ ડોર કચરો એકત્રિત કરતી ખાનગી કંપની કરોડો રૂપિયાનું કૌભાંડ આચરતી હોવાનું (Scam worth crores in garbage in Vadodara) સામે આવ્યું છે. ભાજપના જ કોર્પોરેટરે આ કૌભાંડનો આક્ષેપ મૂક્યો છે. મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર આશિષ જોષીએ આરોપ (BJP Corporator exposed Crores Garbage Scam) લગાવ્યો હતો કે, શહેરમાં ડોર ટૂ ડોર વેસ્ટ કલેક્શન કરતી CDC કંપનીએ 50 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે.

આ રીતે થતી છેતરપિંડી - વડોદરા શહેરમાં ડોર ટૂ ડોર વેસ્ટ કલેક્શન કરતી CDC કંપનીની (Door to door waste collection company CDC) 1,200 ગાડીઓ કચરો એકત્રિત કરવાનું કામ કરે છે. શહેરના પૂર્વ ઝોનમાં 65 ગાડીઓ કચરો એકત્રિત કરે છે. જ્યારે એક ગાડીને 70 પોઈન્ટ પરથી કચરો એકત્રિત કરવાનો હોય છે, પણ આ કૌભાંડમાં (Scam worth crores in garbage in Vadodara) ગાડીઓ કચરો ઊઠાવવા ગઈ ન હોવા છતાં પેમેન્ટ લઈ લેવામાં આવતું હતું.

હવે કચરો એકત્રિત કંપનીનું કરોડોનું કૌભાંડ પકડા

આ પણ વાંચો-Ahmedabad Scam Case: લોકોને બાટલીમાં ઉતારી રૂપિયા ખંખેરતી ગેંગનો પર્દાફાશ

ભાજપના જ કોર્પોરેટરે કર્યો પર્દાફાશ - કોર્પોરેટર આશિષ જોષીએ છેલ્લા 3થી 4 મહિના ડોર ટૂ ડોર કલેક્શન કરતી ગાડીઓની સતત માહિતી મેળવી હતી. આ ઉપરાંત CDC કંપનીને કેટલા નાણાં ચૂકવાયા અને કેટલો દંડ કર્યો. તેની માહિતી મેળવી આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ (BJP Corporator exposed Crores Garbage Scam) કર્યો છે.

કૌભાંડ પકડાય નહીં માટે 14 મહિનાનો ડેટા ડિલીટ કરાયો - ડોર ટૂ ડોર વેસ્ટ કલેક્શન કરતી ગાડીઓમાં GPS સોફ્ટવેર (GPS system in garbage truck) લગાવવામાં આવ્યા છે, પરંતુ આ કૌભાંડ (Scam worth crores in garbage in Vadodara) ન પકડાય એ માટે 14 મહિનાનો ડેટા ડિલીટ કરી દેવામાં આવ્યો છે. નવેમ્બર 2020થી મે 2022 સુધીનો 18 મહિનાનો ડેટા 16 જુલાઈ સુધી દેખાતો હતો. હાલમાં માત્ર 4 મહિના ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મેના જ ડેટા જોવા મળી રહ્યાં છે.

આ પણ વાંચો- સુરેન્દ્રનગરના કૌભાંડી પૂર્વ IAS કે.રાજેશના રિમાન્ડ મંજૂર થયા

કૌભાંડની તપાસ થશે કે નહીં - CCC કમાન્ડ સેન્ટરમાં બેસતા લોકોએ આ ડેટા ઉડાડી દીધો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે, આ કૌભાંડની (Scam worth crores in garbage in Vadodara) તપાસ થશે કે નહીં. જોકે, આ અંગે VMC કમિશનર શાલિની અગ્રવાલે તપાસના આદેશ આપ્યાં છે. સાથે જ કોઈ ડેટા ડીલીટ ન કરવા પણ આદેશ આપ્યા છે.

Last Updated :Jul 19, 2022, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.