ETV Bharat / city

MS University Vadodara: મેદાન પર ફૂટબોલ સેમિફાઇનલ દરમિયાન આતંક ફેલાવનારા નવની ધરપકડ

author img

By

Published : Mar 30, 2022, 9:26 PM IST

વડોદરા એમ.એસ.યુનિવર્સિટીની BBA કોલેજ ગ્રાઉન્ડમાં ફૂટબોલ મેચ યોજાઇ હતી. BBA કોલેજ ગ્રાઉન્ડમાં ફૂટબોલ મેચમાં મારામારી થઇ હતી. પોલીસે 9 આરોપીની ધરપકડ કરી હતી.

MS University Vadodara: મેદાન પર ફૂટબોલ સેમિફાઇનલ દરમિયાન આતંક ફેલાવનારા નવની ધરપકડ
MS University Vadodara: મેદાન પર ફૂટબોલ સેમિફાઇનલ દરમિયાન આતંક ફેલાવનારા નવની ધરપકડ

વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના મેદાન પર રમાઇ રહેલી ફૂટબોલની મેચની સેમિફાઇનલ દરમિયાન(During the semifinals football match) અસામાજીક તત્વોએ આતંક મચાવી દીધો હોવાની ઘટના રવિવારે રાત્રે બની હતી. જેમાં ફૂટબોલના ખેલાડીઓ પર ત્રાટકેલા અસામાજીક તત્વોની સામે વડોદરાના ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતાં પોલીસે નવ હુમલાખોરોની ધરપકડ કરી છે.

ફૂટબોલના ખેલાડીઓ પર ત્રાટકેલા અસામાજીક તત્વોની સામે વડોદરાના ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ

આ પણ વાંચો: વડોદરાની MS Uniમાં ABVP અને NSUIનાં કાર્યકરો વચ્ચે પોલીસની હાજરીમાં થઇ મારામારી, પોલીસ પ્રેક્ષક બનીને જોતી રહી

યુનિવર્સિટીમાં BBA સ્ટુડન્ટ એસોસિએશન - ફોર્ટીટ્યૂડ 8 ફૂટબોલ ટુર્નામેન્ટ(Football tournament) ચાલી રહી હતી. આ ટુર્નામેન્ટની રવિવારે સાંજે સેમીફાઇનલ હતી. ફેકલ્ટીના અધ્યાપકો સહિત સ્ટાફ પણ હાજર હતો. બંન્ને ટીમના સમર્થકો પણ હાજર હતા. એક ટીમ દ્વારા 2 ગોલ કરી દીધાં હતા. તે સામે હરીફ ટીમે પણ એક ગોલ કરી દીધો હતો. બીજો ગોલ કરવા તરફ ટીમનો ખેલાડી ગોલ કિપર(Goal keeper) તરફ આગળ ધપી રહ્યો હતો. તે સમયે બે ગોલ કરી જીતની આશા રાખનાર ટીમના ખેલાડીએ ગોલકિપર તરફ આગળ ધપી રહેલા ખેલાડીને ધક્કો મારી પાડી નાખતાં મામલો બિચક્યો હતો. જોતજોતામાં ફૂટબોલ મેદાન સમરાગણમા ફેરવાઇ ગયું હતું. ટીમના સમર્થક અસામાજિક તત્વોએ BBAબિલ્ડીંગમાં પોતાના હાથમાં જે વસ્તુઓ હાથ લાગી તેનાથી ફૂટબોલના ખેલાડીઓને મારમાર્યા હોવાની ઘટના બની હતી. વિજિલન્સ ટીમના જવાનો(Vigilance team players) એ પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે પૂરતા પ્રયાસ કર્યા હતા. પરંતુ વિફરેલા તત્વોએ બેફામ ગાળાગાળી સાથે કરેલી મારામારીના પગલે નાસભાગ મચી ગઇ હતી.

આ પણ વાંચો: વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સિન્ડિકેટની બેઠકમાં થયો હંગામો

પોલીસે હુમલાખોરોની તપાસ શરૂ કરી - ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતાં પોલીસે ગુનો દાખલ કરીને હુમલાખોરોની તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન પોલીસે નવ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જેમાં વડોદરાના અજબડી મીલ પાસે રહેતા કબીરરાજા બાહુદ્દિન મકરાણી, વાઘોડિયા તાલુકાના ઉમરવા ગામે રહેતા મીત નરેન્દ્રભાઇ પટેલ, સૈયદ વાસણા રોડ પર તાંદલજા ખાતે રહેતા અમાર ઝુબેરખાન બીરાદર, મચ્છીપીઠ પાછળ શારદા મંદીર સ્કુલની સામે રહેતા ઐયામખાન આરીફખાન પઠાણ, કમાટીબાગ પાછળ કામનાથ મહાદેવ પાસે રહેતા ઋષભ કરણભાઇ થાપા, આજવા રોડ પર મેમણકોલોનીમાં રહેતા અમાન અબ્દુલકરીમ શેખ, GIPCL સર્કલમાં અમર ફ્લેટમાં રહેતા અમલ એલેક્સ, છાણી જકાતનાકા પાસે બંસીધર કોમ્પ્લેક્ષ ખાતે રહેતા કમલપ્રીતસિંઘ બલરાજસિંઘ ઢીલૌન તથા ફતેગંજ વિસ્તારમાં આવેલા ફતેહસાગર કોમ્પ્લેક્ષમાં રહેતા જૈફ અનીફખાન બલુચનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.