ETV Bharat / city

Padma Awards 2022: સંસ્કારીનગરી વડોદરાને વધુ એક સન્માન, ખલિલ ધનતેજવીને મરણોપરાંત મળશે પદ્મશ્રી પુરસ્કાર

author img

By

Published : Jan 26, 2022, 7:49 AM IST

વડોદરાના પ્રખ્યાત સાહિત્યકાર ખલીલ ધનતેજવીને મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડની (Khalil Dhantejvi posthumously awarded Padma Shri) આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી તેમના પરિવારમાં ખુશીની લાગણી ફેલાઈ છે.

Padma Shri award 2022
Padma Shri award 2022

વડોદરા: ગુજરાતના પ્રખ્યાત ગુજરાતી શાયર, ફિલ્મેકર, નવલકથાકાર, નાટ્યલેખક ખલીલ ધનતેજવીને મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડની (Padma Shri award 2022) જાહેરાત કરવામાં આવી છે. તેમને આ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે.

ખલિલ ધનતેજવીને મરણોપરાંત મળશે પદ્મશ્રી પુરસ્કાર

આ પણ વાંચો: Padma Awards 2022: CDS રાવતને મરણોત્તર પદ્મ વિભૂષણ, ગુજરાતના આ 6 મહાનુભાવોને પદ્મશ્રી

મે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે!

અમે તો હેલીના માણસ,માવઠું આપણને નહિ ફાવે.

તને ચાહુંને તારા ચાહનારાઓને પણ ચાહું!

તુ દિલ આપી દે પાછું....

એ બધું આપણને નહિ ફાવે...!

કંઇક આવી અસંખ્ય હૃદયસ્પર્શી ગઝલો આપણા સૌના જીવનમાં જેમની ક્યાંકને ક્યાંક અંકાયેલી છે ! દિલમાં સચવાયેલી છે ! એવી અનેક મુશળધાર શાયરીની રમઝટ જેમણે રેલાવી છે ! 85 વર્ષના ઉર્દૂ, હિન્દી અને એકદમ અદના ગુજરાતી શાયર, ફિલ્મેકર, નવલકથાકાર, નાટ્યલેખક ! કે જેમને ગુજરાત સરકાર દ્વારા 3 એવોર્ડ્સ એનાયત કરાયા છે! કે જે શાયરજગતમાં કે સંપૂર્ણ સાહિત્યજગતમાં એમના માટે તો કદાચ બહુ ઓછાં હશે ! પણ આ બધા કરતા એમને કમાવેલો એક સૌથી મોટો એવોર્ડ પદ્મશ્રીથી સન્માનિત (Padma Shri award Winner Gujarati) કરવામાં આવશે. મરણોપ્રાંત પદ્મશ્રીથી એવોર્ડ મળતા પરિવારમાં ખુશીનો માહોલ છે.

ખલિલ ધનતેજવીને મરણોપરાંત મળશે પદ્મશ્રી પુરસ્કાર
ખલિલ ધનતેજવીને મરણોપરાંત મળશે પદ્મશ્રી પુરસ્કાર

આ પણ વાંચો: આ રચનાઓને કારણે ખલીલ ધનતેજવી અમર થઈ ગયા, ‘હું ખલીલ, આજે મર્યો છું, તે પ્રથમ ઘટના નથી’

"માણસાઈનો અખંડ પ્રજવલ્લિત દીવો"

એક એમની જીવનની સૌથી મોટી તાકાત, કદાચ એટલે જ આટલી સરળતાથી એમના ગહેરાઈ સભર શબ્દો, સીધા ચાહકોના હૃદય સુધી પહોંચી જાય છે ! ખલીલ સાહેબ "ધનતેજવી ફાઉન્ડેશન" માટે પણ આજે આપને ખુબ ખુબ બિરદાવવાનું મન થાય છે ! શેરો શાયરીની મહાશાળાના નવાબ, દિલની દરિયાદિલીના નાયક "ખલીલ ધનતેજવી" સામાન્ય માણસ સાથે સામાન્ય રહેતા હતા. ખલીલ ધનતેજવી સાહેબના ઘરે અને ખુશીનો માહોલ છે. તેમના પુત્ર તન્વીર સાથે વાત કરતા તેમણે ખુશી વ્યક્ત કરી અને જણાવ્યું હતું કે, પાપ્પને તેમને કમાયેલી કિંમત મળી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.