ETV Bharat / city

Padma Shri 2022: કર્મચારીઓને બોનસમાં કાર આપનારા 'ડાયમન્ડ કિંગ' સવજી ધોળકિયાને પદ્મશ્રી

author img

By

Published : Jan 25, 2022, 10:35 PM IST

સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાને પદ્મશ્રીથી સન્માનિત (Padma Shri 2022) કરવામાં આવશે. તેઓને સમાજ સેવા માટે પદ્મશ્રીથી સન્માનિત કરાશે. સવજીભાઈ 6,000 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપની હરિક્રિષ્ના એક્સપોર્ટના માલિક છે.

Padma Shri 2022: કર્મચારીઓને બોનસમાં કાર આપનારા 'ડાયમન્ડ કિંગ' સવજી ધોળકિયાને પદ્મશ્રી
Padma Shri 2022: કર્મચારીઓને બોનસમાં કાર આપનારા 'ડાયમન્ડ કિંગ' સવજી ધોળકિયાને પદ્મશ્રી

સુરત: દેશ-વિદેશના લોકો સવજી ધોળકિયાને દિલદાર બોસ તરીકે ઓળખે છે. તેઓ કર્મચારીઓને બોનસમાં કાર (Cars in bonus to employees In Surat), ડાયમંડ જ્વેલરી અને મકાન આપતા હોય છે. આજે સરકારે પદ્મ પુરસ્કારો (Padma Awards 2022)ની જાહેરાત કરી છે. સુરતના ડાયમંડ કિંગ (Diamond King of Surat) સવજીભાઈ ધોળકિયાને પદ્મશ્રી (Padma Shri 2022)થી સન્માનિત કરવામાં આવશે. તેઓને સમાજ સેવા માટે પદ્મશ્રીથી સન્માનિત કરાશે.

9,000 કર્મચારીઓના દિલદાર બોસ

અભ્યાસ 5 ધોરણ સુધી, આજે 9,000 કર્મચારીઓના દિલદાર બોસ.
અભ્યાસ 5 ધોરણ સુધી, આજે 9,000 કર્મચારીઓના દિલદાર બોસ.

6,000 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપની હરિક્રિષ્ના એક્સપોર્ટ (harikrishna exports pvt ltd)ના માલિક સવજી ધોળકિયા માત્ર 5 ધોરણ સુધી જ ભણ્યા છે. 12 એપ્રિલ 1962ના રોજ ગુજરાતના અમરેલી જિલ્લાના એક નાનકડા ગામ દુધાળામાં તેમનો જન્મ થયો હતો. નાનપણથી જ તેઓ ભણવા વિશે કોઈ ખાસ રુચિ ધરાવતા નહોતા, માટે તેમનો અભ્યાસ 5 ધોરણ સુધી જ થઇ શક્યો. જો કે આજે તેઓ 9,000 કર્મચારીઓના દિલદાર બોસ છે.

આ પણ વાંચો: Republic Day 2022: 384 લોકોને વીરતા પુરસ્કારની જાહેરાત, નીરજ ચોપરાને મળશે પરમ વિશિષ્ટ સેવા મેડલ

12 વર્ષની ઉંમરે હીરા ઘસવાનું શરૂ કર્યું

પિતા પાસેથી ઉછીના લીધેલા 3,900 રૂપિયામાં પ્રાગજીભાઈ સાથે વ્યવસાયમાં ભાગીદારી શરૂ કરનારા સવજીભાઈ ધોળકિયાએ આજે પોતાના હીરાના વ્યવસાય (diamond business in gujarat)ને કંઈક અલગ જ ઊંચાઈ પર પહોંચાડ્યો છે. નાનપણમાં ખાસ કઈ ભણતર ન હોવાને કારણે 12 વર્ષની ઉંમરે તેઓ સુરતની એક નાની ફેક્ટરીમાં હીરા ઘસવાનું કામ કરવા લાગ્યા હતા, જ્યા તેમને માસિક 180 રૂપિયા જેટલો પગાર આપવામાં આવતો હતો. કામ પ્રત્યેની રુચિ અને સખત મહેનતના લીધે થોડા જ સમયમાં તેમનો પગાર 1200 રૂપિયા કરવામાં આવ્યો હતો.

હરિક્રિષ્ના ડાયમંડની 7થી વધારે દેશમાં પોતાની ઓફિસ

75થી વધારે દેશોમાં પોતાના હીરા સપ્લાય કરે છે.
75થી વધારે દેશોમાં પોતાના હીરા સપ્લાય કરે છે.

સવજીભાઈ હીરા ઘસવાના 10 વર્ષના અનુભવથી હીરાના એક નિષ્ણાત બની ગયા હતા. થોડા જ સમયમાં તેમણે 2 ભાઈ અને કેટલાક મિત્રો સાથે મળીને પોતાના જ ઘરેથી હીરા ઘસવાના કામની એક શરૂઆત કરી. સવજીભાઈની જિંદગીમાં આ એક મોટા વળાંક તરીકે ઉભરી આવ્યો. 7 વર્ષમાં એટલે કે વર્ષ 1991માં કંપનીનું ટર્નઓવર (Turnover of harikrishna exports pvt ltd) 1 કરોડ સુધી પહોંચી ગયું. મુંબઈમાં ઓફિસ ખોલ્યા બાદ તેમનો વ્યવસાય એક ઊંચાઈ સુધી પહોંચવા માટે સક્ષમ બનવા લાગ્યો, જેનો કારોબાર આજે 6,000 કરોડ સુધી પહોંચી ગયો છે. આજે તેઓ 75થી વધારે દેશોમાં પોતાના હીરા સપ્લાય કરે છે. સાથે હરિક્રિષ્ના ડાયમંડની 7થી વધારે દેશમાં ઓફિસ ધરાવે છે.

આ પણ વાંચો: Padma Awards 2022: CDS રાવતને મરણોત્તર પદ્મ વિભૂષણ, ગુજરાતના આ 6 મહાનુભાવોને પદ્મશ્રી

5 નાના મોટા સરોવરનું નિર્માણ કરી ચૂક્યા છે

સવજી ધોળકિયાને લોકો દિલદાર બોસ તરીકે ઓળખે છે. તેઓ પોતાના કર્મચારીઓને ગાડી તથા ફ્લેટ બોનસ રૂપે આપવા માટે જાણીતા છે. સવજીભાઈ નાનપણથી જ એટલે કે તેમના પિતા દ્વારા પણ એક ઘરમાં પ્રથા ચાલતી આવે છે કે, પોતાની કુલ કમાણીમાંથી 20 ટકા હિસ્સો દાનમાં આપવો. પિતાની આ વાતને અનુસરતા તેઓ આજે પણ પોતાનાથી શક્ય હોય તેમાંથી મહત્તમ દાન અને લોકોને મદદરૂપ થતા રહે છે. તેમનું માનવું છે કે, તમે લોકોને જેટલું આપશો એટલું જ સામેથી તમને મળશે. સવજીભાઈ ધોળકિયાએ પંચ ગંગા તીર્થ સરોવરનું નિર્માણ કર્યું છે. તેમણે 5 નાના-મોટા સરોવરનું નિર્માણ કર્યું છે, જેથી ગામના લોકોને પાણીની સમસ્યા ન સર્જાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.