Har Ghar Tiranga : હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા કમર કસી રહ્યા છે વડોદરા રાવપુરા ખાદી ભંડારના વ્યવસ્થાપકો

author img

By

Published : Aug 3, 2022, 7:43 PM IST

Har Ghar Tiranga : હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા કમર કસી રહ્યા છે વડોદરા રાવપુરા ખાદી ભંડારના વ્યવસ્થાપકો

હર ઘર તિરંગા અભિયાનને (Har Ghar Tiranga) લઇ વડોદરાના રાવપુરા ખાદી ભંડારમાં (Vadodara Raopura Khadi Bhandar ) રાષ્ટ્રધ્વજની ખરીદીને લઇને લોકોની પૂછપરછ વધી રહી છે. ખાદીભંડારના વ્યવસ્થાપકો માગ પ્રમાણે માન્ય રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ કરાવવા કમર કસી રહ્યાં છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે રાષ્ટ્રધ્વજ વિષયક પૂછપરછ અત્યારથી જ (Har Ghar Tiranga in Vadodara) મોટા પ્રમાણમાં મળી રહી છે.

વડોદરાઃ વડોદરાના લોકો પણ હર ઘર તિરંગા (Har Ghar Tiranga) અભિયાનમાં જોડાવા ઉત્સાહી (Har Ghar Tiranga in Vadodara) બન્યાં છે. ત્યારે વડોદરા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી સંઘ સંચાલિત રાવપુરામાં આવેલા ખાદી ભંડારના(Vadodara Raopura Khadi Bhandar ) વ્યવસ્થાપકો લોકો, મંડળો, કચેરીઓ, સંસ્થાઓની માંગ પ્રમાણે માન્ય રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ કરાવવા કમર કસી રહ્યાં છે. કારણ કે દર વર્ષની સરખામણીમાં આ વર્ષે રાષ્ટ્રધ્વજ વિષયક પૂછપરછ અત્યારથી જ મોટા પ્રમાણમાં મળી રહી છે.

દર વર્ષની સરખામણીમાં આ વર્ષે રાષ્ટ્રધ્વજ વિષયક પૂછપરછ વધી છે
દર વર્ષની સરખામણીમાં આ વર્ષે રાષ્ટ્રધ્વજ વિષયક પૂછપરછ વધી છે

ભારત સરકારે માન્ય કરેલા માપ મુજબ બને છે - ખાદી ભંડારમાં (Vadodara Raopura Khadi Bhandar ) નાનામાં નાના રૂ.190 થી લઈને મોટામાં મોટા રૂ.34,400 ની કિંમતના રાષ્ટ્રધ્વજ, વિવિધ માન્ય માપ પ્રમાણે નિર્ધારિત કિંમતે માત્ર રાષ્ટ્રીય પર્વો જ નહીં પણ લગભગ બારે માસ ઉપલબ્ધિ પ્રમાણે વેચવામાં આવે છે. ભારત સરકારે માન્ય કરેલા હુબલી અને મુંબઈ કે..ડી.પી. ની બનાવટના રાષ્ટ્ર ધ્વજનું વેચાણ કરવામાં આવે છે. આ ધ્વજ શુદ્ધ ખાદીના કાપડમાંથી આ સંસ્થાઓ બનાવે છે. મોટેભાગે રાષ્ટ્રીય પર્વો પ્રસંગે રાષ્ટ્ર ધ્વજનું વેચાણ થાય છે. જ્યારે ક્રિકેટ મેચ હોય, અન્ય કોઈ રાષ્ટ્રભાવના સાથે સંકળાયેલા ઉત્સવો હોય ત્યારે પણ નાના મોટા ધ્વજની માંગ નીકળે છે. હર ઘર તિરંગા અભિયાનને (Har Ghar Tiranga in Vadodara) પગલે અત્યારથી જ મોટા પ્રમાણમાં રાષ્ટ્રધ્વજ માટે પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Har Ghar Tiranga : વડોદરા મીઠાઈ ફરસાણ એસોસિએશનનો અનોખો દેશભક્તિ પ્રેમ

કયા કાપડ વધુ વપરાય છે - ઉપરોક્ત બંને સંસ્થાઓ (Vadodara Raopura Khadi Bhandar ) પાસેથી એક મર્યાદિત પ્રમાણમાં રાષ્ટ્રધ્વજ મળવાની શક્યતા છે. જો કે ભારત સરકારે હાલમાં રાષ્ટ્રધ્વજ માટે શુદ્ધ ખાદી ઉપરાંત સાટિન સહિતના અન્ય કાપડને મંજૂરી આપી છે. એટલે અન્ય પ્રકારના માન્ય કાપડમાંથી માન્ય માપના રાષ્ટ્રધ્વજ બનાવનાર એકમો પાસેથી પુરવઠો મેળવવાના પ્રયત્નો શરૂ કર્યાં છે. માંગને પહોંચી વળવા શક્ય તેટલા બધાં પ્રયત્નો કરાશે. અત્યાર સુધી મોટે ભાગે શુદ્ધ કોટન ખાદી અને રેશમી ખાદીમાં રાષ્ટ્ર ધ્વજ વેચાય છે. તેમાં પણ રેશમી ખાદીના ઝંડાનું વેચાણ ઓછું હોય છે.

આ પણ વાંચોઃ Har Ghar Tiranga Campaign: ખાનગી શાળામાં બાળકોને રાષ્ટ્રભક્તિ ઉજાગર કરવા, હર ગાલ પર તિરંગા

રાષ્ટ્રધ્વજ વિશે માર્ગદર્શન પણ અપાય છે - ખાદી ભંડારમાં (Vadodara Raopura Khadi Bhandar ) ધ્વજ ઉપરાંત તે ફરકાવવા માટેની ગરગડી જેવી એસેસરીઝ પણ વેચવામાં આવે છે. રાકેશભાઈએ જણાવ્યું કે અમે 20 ફૂટની લંબાઈ સુધીના ધ્વજ સ્તંભ પણ ઓર્ડર પ્રમાણે ઉપલબ્ધ કરાવવાની સાથે ધ્વજને કેવી રીતે ઘડી વાળવો, સ્તંભ પર કેવી રીતે બાંધવો, કયા નિયમો પાળવા ઇત્યાદિનું માર્ગદર્શન પણ સંસ્થાઓને આપીએ છે. આ ઉપરાંત ઓફિસ પર કે ઘરમાં ટેબલ પર મૂકી શકાય તેવા, ખમીસના બટન કે ખીસા પર લગાડી શકાય તેવા, કારમાં ડેશ બોર્ડ પર લગાવવા માટેના ક્રોસ ફ્લેગ પણ રાખીએ છે. ખાદી ભંડારમાં રાષ્ટ્ર ધ્વજ અને એસેસરીઝના વેચાણ માટે અલાયદું કાઉન્ટર નિયત કરવામાં આવ્યું છે.કર્મચારીઓ પણ જરૂરી માર્ગદર્શન આપી શકે તે રીતે સુસજ્જ છે. હર ઘર તિરંગા (Har Ghar Tiranga) અભિયાનને સફળ બનાવવામાં અમારો સંઘ અને અમારો ખાદી ભંડાર મહત્તમ યોગદાન આપવા તત્પર છે. હર ઘર તિરંગા એ રાષ્ટ્ર ભાવનાને (Har Ghar Tiranga in Vadodara) પ્રોત્સાહિત કરવાનો, સ્વદેશ પ્રેમ સિંચવાનો ઉત્સવ છે. પ્રત્યેક ઘર અને પ્રત્યેક જન તેની સાથે જોડાય એ ઈચ્છનીય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.