ETV Bharat / city

નારી તું નારાયણ : રમત પ્રશિક્ષણ કેન્દ્રમાં પહેલા મહિલા સુકાની બન્યા

author img

By

Published : Aug 4, 2022, 4:00 PM IST

1970થી વડોદરામાં કાર્યરત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના 2022માં પહેલા મહિલા સુકાની બન્યા છે. આ વર્ષે ગુજરાત 36મી નેશનલ ગેમ્સ (National Games 2022) યોજી રહ્યું છે. જેમાં રમતવીરોનું ઘડતર આ મહિલા સ્વિમિંગ કોચે (Swimming Coach in Gujarat) ઉઠાવવાનો છે.

નારી તું નારાયણ : રમત પ્રશિક્ષણ કેન્દ્રમાં પહેલા મહિલા સુકાની બન્યા
નારી તું નારાયણ : રમત પ્રશિક્ષણ કેન્દ્રમાં પહેલા મહિલા સુકાની બન્યા

વડોદરા : રમત ગમતને વેગ આપવા ગુજરાત સરકારે 1970માં વડોદરામાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની સ્થાપના કરી હતી. જેના 52 વર્ષમાં 16 સિનિયર કોચે આ કેન્દ્રનું નેતૃત્વ કર્યું છે. જે તમામ પુરુષો હતાં વર્ષો સુધી રમતને મેલ ડોમીનેટેડ ફિલ્ડ ગણવામાં આવ્યું અને ખાસ કરીને કોચ પુરુષ હોય એવી એક માન્યતા ઘર કરી ગઈ હતી. જોકે આજે આ કેન્દ્રમાં વિવિધ રમતોના જે 16 ક્વોલિફાઈડ કોચિસ્ (swimming sport information) પ્રશિક્ષણ આપી રહ્યાં છે તેમાં 7 મહિલાઓ છે.

ગુજરાત 36મી નેશનલ ગેમ્સ - 2022માં વડોદરા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રને પહેલીવાર મહિલા સુકાની કૃષ્ણા પંડ્યા મળ્યો છે. જે હાલમાં જિલ્લા રમત વિકાસ અધિકારી તરીકે રમત તાલીમની અને સ્પર્ધાઓનું આયોજનની જવાબદારી ઉઠાવી રહ્યા છે. આ વર્ષે ગુજરાત 36મી નેશનલ ગેમ્સ (national games 2022) યોજી રહ્યું છે. જેની ચાર રમતો વડોદરામાં રમાવાની છે. તેના આયોજનનો એક મોટો પડકાર આ મહિલા સ્વિમિંગ કોચે (Swimming Coach in Gujarat) ઉઠાવવાનો છે.

ગુરૂ પિતા જ હતા - "વડોદરા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના 17માં સુકાનીની જવાબદારીથી હું પ્રોત્સાહિત છું અને રમતના વિકાસ અને ખેલાડીઓના ઘડતરમાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટે હું સંકલ્પ બધ્ધ છું એવો જોશ વ્યક્ત કર્યો હતો". ક્વોલિફાઇડ કોચના પહેલા ગુરુ એમના પિતા સુભાષ પંડ્યા હતા. જેમણે એમને તરતા શીખવ્યું અને સ્વિમર તરીકે એમનું ઘડતર કર્યું. એક તરણ વીરાંગના તરીકે કૃષ્ણાએ 12 રાષ્ટ્રીય તરણ સ્પર્ધાઓમાં ભાગ લીધો, 4 ટ્રાયથલોન અને 8 ઓપન વોટર સ્વિમિંગ (Open Water Swimming) એટલે કે દરિયા કે નદી તરણ સ્પર્ધાઓમાં ભાગ લીધો જે તમામ માન્ય ફેડરેશન દ્વારા યોજવામાં આવી હતી.

રમતવીરોનું ઘડતર
રમતવીરોનું ઘડતર

આ પણ વાંચો : swimming in English channel: આંધ્રપ્રદેશના હેડ કોન્સ્ટેબલે કરી ઇંગ્લિશ ચેનલ પાર

પદવી મેળવનાર ગુજરાતના પ્રથમ મહિલા - તરણના નીવડેલા ખેલાડી તરીકે એમને NIS પટિયાલાના ડિપ્લોમા ઈન સ્પોર્ટ્સ કોચિંગમાં પ્રવેશ મળ્યો. તે પછી એ જ સંસ્થામાં તેમણે માસ્ટર ઇન સ્પોર્ટ્સ સાયન્સની (Swimming competitions in Gujarat) અનુસ્નાતક પદવી મેળવી. આ સિદ્ધિ મેળવનારા તેઓ ગુજરાતના પ્રથમ મહિલા છે. જે છેલ્લા 6 વર્ષથી તેઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ક્વોલિફાઇડ ડિસ્ટ્રિક સ્વિમિંગ કોચ તરીકે તરણવીરનું ઘડતર કરી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ વડોદરાની જ સિદ્ધિ કદમ ટ્રાયથલોનની ઇન્ટરનેશનલ પ્લેયર બની છે.

આ પણ વાંચો : Swimming Pool Cost :ભાવનગર મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં છબછબીયા કરવા ચૂકવવા પડશે વધારે રૂપિયા

અભૂતપૂર્વ ખેલ પ્રોત્સાહક - આ ઉપરાંત કૃષ્ણાએ તેમના કોચિંગ હેઠળ 17 રાષ્ટ્રીય પદક મેળવનારા અને 85 રાજ્ય પદક મેળવનારા તરણ ખેલાડીઓનું ઘડતર કર્યું છે. જે તેમની ખેલ ક્ષેત્રમાં નેતૃત્વની ઉજળી ક્ષમતા પુરવાર કરે છે. તેઓ કહે છે કે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની (Sports Authority of Gujarat) વિવિધ ખેલ પ્રોત્સાહક યોજનાઓ ગુજરાતમાં શ્રેષ્ઠ ખેલાડીઓના ઘડતરમાં નિર્ણાયક (swimming sport) યોગદાન આપી રહી છે. તેની સાથે SAG રમતોની તાલીમ અને પ્રબંધનની જવાબદારી વિવિધ રમતોના પૂર્વ ખેલાડી અને ક્વોલિફાઈડ કોચિસને સોંપી રહી છે. જેના લીધે ખૂબ સારા પરિણામો મળી રહ્યાં છે અને અભૂતપૂર્વ ખેલ પ્રોત્સાહક પર્યાવરણ રાજ્યમાં રચાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.