ETV Bharat / state

Rainfall in Junagadh: શહેરમાં વરસાદી પાણીથી રસ્તા બન્યા સ્વિમિંગ પૂલ

author img

By

Published : Jul 5, 2022, 5:48 PM IST

Rainfall in Junagadh: શહેરમાં વરસાદી પાણીથી રસ્તા બન્યા સ્વિમિંગ પૂલ
Rainfall in Junagadh: શહેરમાં વરસાદી પાણીથી રસ્તા બન્યા સ્વિમિંગ પૂલ

જૂનાગઢ શહેરમાં વહેલી સવારથી (Rainfall in Junagadh)વરસાદી વાતાવરણની સર્જાયું હતું. વરસાદી વાતાવરણ વચ્ચે 11 વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ( Monsoon Gujarat 2022 )તૂટી પડ્યો હતો. જેને કારણે જૂનાગઢ શહેરના તમામ માર્ગો જાણે કે સ્વિમિંગ પુલ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

જૂનાગઢઃ શહેરમાં દસ વાગ્યા બાદ અચાનક વરસાદી વાતાવરણની (Monsoon Gujarat 2022 )વચ્ચે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં 2 કલાક સુધી 3.05 ઈચ ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદના કારણે જૂનાગઢ શહેરના (Rainfall in Junagadh)તમામ માર્ગો જાણ કે સ્વિમિંગ પૂલ બની ગયા હોય તેવા દ્રશ્યો બપોરના બે વાગ્યા સુધી જોવા મળ્યા હતા. વરસાદે વિરામ લેતા ધીમે ધીમે વરસાદી પાણી માર્ગો પરથી દૂર થયા હતા.

વરસાદ

આ પણ વાંચોઃ Rain Forecast in Gujarat: રાજ્યમાં આગામી 5 દિવસ કેટલો વરસાદ પડશે, જાણો

વાહન ચાલકો પરેશાન થયા - શહેરમાં જે પ્રકારે સવારના 10 થી લઈને બપોરના બે સુધી ધોધમાર વરસાદને કારણે(Gujarat Rain Update)વરસાદી પાણી જૂનાગઢ શહેરના તમામ માર્ગો પર ફરી વળ્યા હતા. જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કેટલાક વાહનો વરસાદી પાણીમાં બંધ થઈ જતા વાહનચાલકોને તેમનું વાહન પાણીમાંથી બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી.

આ પણ વાંચોઃ માત્ર 2 દિવસમાં દ્વારકા થયું પાણીપાણી, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો...

રસ્તાઓ પર પાણી ભરાયા - દર વર્ષે ચોમાસામાં વરસાદના દિવસો દરમિયાન (Heavy rains in Junagadh)આ પ્રકારે વરસાદી પાણી જાહેર માર્ગો પર ભરાઈ જતું જોવા મળે છે. જેને કારણે વાહનચાલકો પરેશાન થાય છે તો સાથે સાથે આ માર્ગો પર આવેલા નાના દુકાનદારોને વ્યવસાયકારોના એકમોમાં પણ માર્ગ પર ભરાયેલું બે ફૂટ જેટલું પાણી વાહનની અવરજવરને કારણે દુકાનમાં પણ ઘૂસી જાય છે. આ સમસ્યા પાછલા ઘણા વર્ષોથી જોવા મળે છે તેમ છતાં દર વર્ષે ચોમાસા દરમિયાન આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી આવે છે જેનું હજુ સુધી કોઈ નિરાકરણ થયું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.