ETV Bharat / city

Rain Forecast in Gujarat: રાજ્યમાં આગામી 5 દિવસ કેટલો વરસાદ પડશે, જાણો

author img

By

Published : Jul 5, 2022, 11:12 AM IST

રાજ્ય કેટલાક વિસ્તારોમાં મેધરાજાની (Gujarat Rain Update) સારી બેટીંગ જોવા મળી છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા વરસાદને (Rain In Gujarat) લઈને આગાહી કરવામાં આવી છે. 5 જુલાઈથી 9 જુલાઈ સુધી ભારે વરસાદ તેમજ હળવો વરસાદ (Rain Forecast in Gujarat) કેટલા શહેરમાં પડશે તે જાણો.

Rain Forecast in Gujarat : રાજ્યમાં આગામી 5 દિવસ ક્યાં શહેરમાં કેવો વરસાદ રહેશે જાણો
Rain Forecast in Gujarat : રાજ્યમાં આગામી 5 દિવસ ક્યાં શહેરમાં કેવો વરસાદ રહેશે જાણો

ન્યુઝ ડેસ્ક : રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. કયાક ધીમી ધારે તો ક્યાક મેધરાજા ભારે (Rain In Gujarat) મહેરબાન થતાં જોવા મળ્યા છે, ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી સામે આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં 5 જુલાઇથી 9 જુલાઇ સુધી (Rain Forecast in Gujarat) ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હાલ પશ્ચિમ બંગાળમાં સર્જાયલા લૉ પ્રેશરની અસર ગુજરાત પર વર્તાશે. આ લૉ પ્રેશરની અસર મધ્ય પ્રદેશ થઈને ગુજરાત સુધી આવી રહી છે.

આ પણ વાંચો : Gujarat Rain Update : રાજ્યમાં અત્યાર સુધીમાં આટલા ટકા પડ્યો વરસાદ, જાણો આગામી આગાહી વિશે...

વરસાદની આગાહી 5 જુલાઇ - રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગિર સોમનાથ તેમજ દીવમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 6 જુલાઇના રોજ નવસારી, વલસાડ તેમજ પોરબંદર, ભાવનગર, ગિર સોમનાથ અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. 7 જુલાઇની વાત કરવામાં આવેે તો, સુરત, નવસારી, અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, અને ગિર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે. 8 જુલાઇએ પણ નવસારી, વલસાડ, દમણ તથા દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગિર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સામે આવી છે. તેમજ 9 જુલાઇની જો વાત કરવામાં આવે તો, સુરત, નવસારી, વલસાડ, દમણ તથા દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે અને કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

માછીમારો માટે ચેતવણી - દક્ષિણ ગુજરાતના માછીમારોને 5 જુલાઇના (Gujarat Rain Update) રોજ દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે 6 જુલાઇએ રાજ્યના (Gujarat Weather Prediction) સમગ્ર દરિયાકાંઠા વિસ્તારના માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો : રોટલો જે દિશામાં જાય તે દિશા પરથી નક્કી થાય છે કે આ વર્ષે વરસાદ કેવો રહેશે !

સોમવારે રાજ્યભરમાં વરસાદ - સોમવારે સાંજ સુધીના 24 કલાકમાં રાજ્યના 155 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. જેમાં 23 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ થયો હતો. મહેસાણાના સતલાસણમાં 60 મીમી, સાબરકાંઠાના વડાલીમાં 45 મીમી, સુરતના માંડવીમાં 39 મીમી તથા મહિસાગરના વીરપુરમાં 38 મીમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 14.72 ટકા વરસાદ થઈ ચૂક્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.