ETV Bharat / city

Fake Aadhar Card: ટ્રેનમાંથી બોગસ આધાર કાર્ડ સાથે ઝડપાઈ બે બાંગલાદેશી યુવતીઓ

author img

By

Published : Mar 15, 2022, 10:43 PM IST

બે બાગલાદેશી યુવતીઓ સહિત ચાર શકમંદોને અમદાવાદ પોલીસે ઝડપી પાડી વડોદરા પોલીસને હવાલે કર્યા હતા. નોધનિય છે કે, નારી સંરક્ષણ ગૃહમાંથી ફરાર થઇ ગયેલી બાગલાદેશી યુવતીઓની ટોચની તપાસ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્રણેય યુવતીઓના આધાર કાર્ડની ચકાસણી કરતા આધારકાર્ડ (Fake Aadhar Card)માં એડ્રેસ ભરૂચનું હોવાની વિગતો સપાટી પર આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી.

Fake Adhar Card: બે બાંગલાદેશી યુવતીઓ ટ્રેનમાંથી બોગસ આધાર કાર્ડ સાથે ઝડપાઈ
Fake Adhar Card: બે બાંગલાદેશી યુવતીઓ ટ્રેનમાંથી બોગસ આધાર કાર્ડ સાથે ઝડપાઈ

વડોદરા: હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બોગસ આધાર કાર્ડ (Fake Aadhar Card) સાથે ઝડપાયેલી બે બાગલાદેશી યુવતીઓ સહિત ત્રણ યુવતીઓ નારી સંરક્ષણ ગૃહમાંથી ઞૃહની કમ્પાઉન્ડ વોલ કૂદી ભાગી જતાં પોલીસે તેઓને ઝડપી પાડવા દોડધામ કરી મૂકી છે. બે બાગલાદેશી યુવતીઓ સહિત ચાર શકમંદોને અમદાવાદ પોલીસે ઝડપી પાડી વડોદરા પોલીસને હવાલે કર્યા હતા. નોધનિય છે કે, નારી સંરક્ષણ ગૃહમાંથી ફરાર થઇ ગયેલી બાગલાદેશી યુવતીઓની ટોચની તપાસ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

બે બાગલાદેશી યુવતીઓ સહિત ચાર શકમંદોને અમદાવાદ પોલીસે ઝડપી પાડી વડોદરા પોલીસને હવાલે કર્યા હતા.

આ પણ વાંચો: Duplicate Marksheet Scam Ankleshwar: અંકલેશ્વરમાં બોગસ માર્કશીટ અને ચલણી નોટો છાપવાનું કૌભાંડ, SOGએ 2 ભેજાબાજોને ઝડપ્યા

આધારકાર્ડમાં એડ્રેસ ભરૂચનું હોવાની વિગતો સપાટી પર આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી - અમદાવાદના પોલીસ કર્મચારીઓએ હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ત્રણ યુવતીઓ સાથે મુસાફરી કરી રહેલા શંકાસ્પદ યુવકને ઝડપી પાડયો હતો. વડોદરા રેલવે સ્ટેશન આવતાં તેમણે શંકાસ્પદ વ્યક્તિનો તથા ત્રણ યુવતીઓનો કબજો વડોદરા રેલવે પોલીસની મિસિંગ સેલ ટીમને સોંપ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં ઝડપાયેલા શખ્સો મૌસમી ઉર્ફે સારમીન મીંટુ શેખ ( રહે. પશ્ચિમ બંગાળ) યાસ્મીન ઉર્ફે જન્નત જજમીયા મુસ્લિમ ( રહે. બાગલાદેશ), પોપીબેગમ ઉર્ફે ફરજાના મોહમ્મદ શેખ ( રહે – બાંગ્લાદેશ) અને નાજમુલ અલીબુદીન શેખ ( રહે – પશ્ચિમ બંગાળ ) હોવાનું બહાર આવ્યું હતું જ્યારે ત્રણેય યુવતીઓના આધાર કાર્ડની ચકાસણી કરતા આધારકાર્ડમાં એડ્રેસ ભરૂચનું (Address Bharuch in Aadhaar card)હોવાની વિગતો સપાટી પર આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી.

આ પણ વાંચો: Fake RTO documents: સુરતમાં નકલી RTOના ડોક્યુમેટ બનાવી પોલીસ મથક માંથી ગાડી છોડાવી જવાનું કૌભાંડ ઝડપાયું

મુદ્દામાલ કબજે કરી નાજમુલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી - આ આધાર કાર્ડ નાજમુલએ યુવતીઓના ડોક્યુમેન્ટ મેળવી મામા નામના વ્યક્તિ પાસે બનાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 3 બનાવટી આધાર કાર્ડ, 6 નંગ મોબાઇલ ફોન, રોકડા રૂપિયા , ATM કાર્ડ તથા ટ્રેનની ટિકિટ સહિતનો મુદ્દામાલ કબજે કરી નાજમુલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્રણે યુવતીઓને વડોદરાના નિઝામપુરામાં આવેલ નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી હતી. આ ત્રણ યુવતીઓ નારી સંરક્ષણ ગૃહના કર્મચારીઓ તેમજ સિક્યુરિટીને ચકમો આપી ફરાર થઇ જતાં ખળભળાટ મચી ગયો છે.

બાગલાદેશી યુવતીઓ ફરાર થઇ જતાં નારી સંરક્ષણ ગૃહની સિક્યોરિટીની પણ પોલમપોલ છતી - ત્રણ બાગલાદેશી યુવતીઓ ફરાર (Three Bangladeshi girls abscond)થઇ જતાં નારી સંરક્ષણ ગૃહની સિક્યોરિટીની પણ પોલમપોલ છતી થઇ છે. નારી સંરક્ષણ ગૃહ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવતા શહેર પોલીસે તંત્રની ફતેગંજ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાચની ટીમ કામે લાગી ગય હતી ત્રણે બાગલાદેશી યુવતીઓ નારી સંરક્ષણ ગૃહમાથી કેવી રીતે ફરાર થઇ, અને કયા રસ્તા ઉપરથી કયા વાહનમાં બેસીને કઇ તરફ ગઇ તે જાણવા પોલીસે સંબંધિત સીસીટીવી ચેક કરવાની શરૂઆત કરી છે. જોકે પોલીસને કોઇ સગડ મળ્યાં નથી નોધનિય છે કે, ભોપાલમાં ચાર બાગલાદેશી આતંકવાદી ઝડપાયા(Four Bangladeshi militants in Bhopal) બાદ ફરાર બાગલાદેશી યુવતીઓની પણ પૂછપરછ થઇ શકતી હતી. પરંતુ, નારી સંરક્ષણ ગૃહની ગંભીર બે દરકારીના કારણે બે બાગલાદેશી યુવતીઓ ફરાર થઇ જતાં ખળભળાટ મચી ગયો છે. આ ડનાવ અંગે ફતેગંજ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.