ETV Bharat / state

Duplicate Marksheet Scam Ankleshwar: અંકલેશ્વરમાં બોગસ માર્કશીટ અને ચલણી નોટો છાપવાનું કૌભાંડ, SOGએ 2 ભેજાબાજોને ઝડપ્યા

author img

By

Published : Mar 5, 2022, 7:09 PM IST

અંકલેશ્વરમાં બોગસ માર્કશીટ અને ડુપ્લિકેટ ચલણી નોટો છાપવાનું કૌભાંડ (Duplicate Marksheet Scam Ankleshwar) SOG પોલીસે ઝડપી પાડ્યું છે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ 10 11થી લઇને કોલેજની નકલી માર્કશીટો છાપી આપવામાં આવતી હતી. આ માટે 25 હજાર રૂપિયા વસૂલવામાં આવતા હતા. પોલીસે આ મામલે 2 આરોપીઓને ઝડપ્યા છે.

Duplicate Marksheet Scam Ankleshwar: અંકલેશ્વરમાં બોગસ માર્કશીટ અને ચલણી નોટો છાપવાનું કૌભાંડ, SOGએ 2 ભેજાબાજોને ઝડપ્યા
Duplicate Marksheet Scam Ankleshwar: અંકલેશ્વરમાં બોગસ માર્કશીટ અને ચલણી નોટો છાપવાનું કૌભાંડ, SOGએ 2 ભેજાબાજોને ઝડપ્યા

અંકલેશ્વર: અંકલેશ્વરના ઓમકાર-2 કોમ્પ્લેક્ષ (omkar complex ankleshwar) અને અંદાડામાંથી ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બોગસ માર્કશીટ અને ડુપ્લિકેટ ચલણી નોટો છાપવાના કૌભાંડ (Duplicate Marksheet Scam Ankleshwar) સાથે 2 ભેજાબાજોને ઝડપી લીધા છે. SOG પોલીસે (sog raid in ankleshwar) 2 કોમ્પ્યુટર, 2 પ્રિન્ટર, સ્કેનર સહિત 239 નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરેલા બતાવતી બનાવટી માર્કશીટ અને 43 ઓરિજિનલ માર્કશીટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

SOGએ 239 ડુપ્લિકેટ બનાવેલી માર્કશીટ તેમજ 43 અસલી માર્કશીટ જપ્ત કરી હતી.

જોબ પ્લેસમેન્ટના નામે બોગસ માર્કશીટનું રેકેટ ચલાવાતું હતું

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચ SOGને અંકલેશ્વરમાં બોગસ માર્કશીટ અને ચલણી નોટનું રેકેટ (Bogus marksheet racket) ચાલતું હોવાની માહિતી મળી હતી. જેના આધારે ઓમકાર-2 કોમ્પ્લેક્ષમાં દરોડો પાડ્યો હતો. હાંસોટની રામનગર સોસાયટીમાં રહેતો સચિન પ્રેમાભાઈ ખારવા આરતી કન્સલ્ટન્સીના ઓથા હેઠળ જોબ પ્લેસમેન્ટના નામે બોગસ માર્કશીટનું રેકેટ ચલાવતો હોવાનું સર્ચમાં મળી આવ્યું હતું. સચિનની વધુ પૂછપરછ કરતા તેણે આ માર્કશીટ અંદાડાની હરીઓમ રેસિડેન્સીમાં રહેતો રાહુલ નરેન્દ્ર પરમાર આપતો હોવાનું કબૂલ્યું હતું.

આ પણ વાંચો: Ankleshwar seized drugs: અંકલેશ્વર પોલીસે ડ્રગ્સ સાથે ત્રણ આરોપી ઝડપાયા

છાપેલી નકલી નોટો અને અનેક સર્ટિફિકેટ મળી આવ્યાં

SOGએ રાહુલ પરમારના ઘરે દરોડા પાડતા ત્યાંથી ધોરણ 10-12, કોલેજ, વીર નર્મદ યુનિવર્સિટી (veer narmad south gujarat university), ITI, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, બોનોફાઇડ સહિતના પ્રમાણપત્રો મળી આવ્યા હતા. બંન્ને આરોપીના ત્યાંથી SOGએ કોમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનર, મોબાઈલ, 404 હોલમાર્ક સ્ટીકર, 239 ડુપ્લિકેટ બનાવેલી માર્કશીટ તેમજ 43 અસલી માર્કશીટ જપ્ત કરી હતી. ભેજાબાજ રાહુલ પાસેથી 50 અને 100ના દરની 48 છાપેલી નકલી નોટો (fake currency notes ankleshwar) પણ મળી આવી હતી. બોગસ ચલણી નોટ અને માર્કશીટ રેકેટમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવાતા હતા, જેમાં પાસ થયાના પ્રમાણપત્ર માટે વિદ્યાર્થી દીઠ રૂપિયા 25,000 વસૂલાતા હતા.

આ પણ વાંચો: panther was caught: અંકલેશ્વરના બાકરોલ ગામમાં દીપડો ઝડપાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

લાખોનું કૌભાંડ કર્યું હોવાની શક્યતા

રાહુલ પરમાર સચિન ખારવાને નાપાસ વિદ્યાર્થી શોધી લાવવા પર રૂપિયા 5 હજાર આપતો હતો. બોર્ડ, યુનિવર્સિટીની વેબસાઈટ ઉપરથી લોગો અને માર્કશીટના નમૂના સ્કેન કરી સમગ્ર રેકેટ ચલાવવામાં આવતું હતું. સચિન અને રાહુલ કોમ્પ્યુટર ઉપર નાપાસ થયેલા વિધાર્થીઓની અસલી માર્કશીટ લઈ પાસ થયેલી ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપતા હતા. બન્નેના ત્યાંથી અત્યાર સુધીમાં કુલ 282 જેટલી માર્કશીટ, પ્રમાણપત્ર, LC, બોનોફાઇડ સર્ટિફિકેટ મળી આવતા તેઓએ લાખ્ખોનું કૌભાંડ આચર્યું હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ શક્યતા સેવાઈ રહી છે. SOG પોલીસે રૂપિયા 50 હજાર ઉપરાંતનો મુદ્દમાલ કબજે કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.