PF ખાતામાં નોમિનેશન દાખલ કરવા EPFOની ઝૂંબેશ, વડોદરામાં સક્રિય 5.75 લાખ PF ખાતામાં ભંડોળ મુજબ વ્યાજ જમા કરાયું

author img

By

Published : Nov 25, 2021, 2:28 PM IST

PF ખાતામાં નોમિનેશન દાખલ કરવા EPFOની ઝૂંબેશ, વડોદરામાં સક્રિય 5.75 લાખ PF ખાતામાં ભંડોળ મુજબ વ્યાજ જમા કરાયું

કર્મચારી ભવિષ્ય નિધિ ફંડે (Employees' Provident Fund Organisation- EPFO) આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Amrut Mahotsav) અંતર્ગત એક વિશેષ અભિયાન (EPFO's campaign) હાથ ધર્યું છે, જેમાં પ્રોવિડન્ટ ફંડ ખાતાધારકો (PF account holders) માટે તેમના ખાતામાં વારસદારોના નામ દાખલ કરવા ઝૂંબેશ ઉપાડવામાં આવી છે. ત્યારે વડોદરામાં પણ પ્રોવિડન્ટ ફંડના દાવાઓની પતાવટ માટે થ્રી સ્ટેપ ઓનલાઈન વ્યવસ્થા (Three step online management) ઊભી કરવામાં આવી રહી છે.

  • કર્મચારી ભવિષ્ય નિધિ ફંડ દ્વારા પી.એફ.ખાતામાં નોમિનેશન દાખલ કરવા ઝૂંબેશ
  • છેલ્લા 2 માસમાં 30 હજાર પીએફ ખાતાઓમાં વારસદારોના નામ દાખલ કરાયા
  • નોકરીદાતા કંપનીઓ પણ આગળ આવે તેવી અપીલ
  • કર્મચારીઓને તકલીફ ના પડે તેવી સુગમ વ્યવસ્થા ઉભી કરવામાં આવી

વડોદરાઃ વડોદરા પીએફ કચેરી (Vadodara PF Office) હેઠળ કુલ 5 જિલ્લા આવે છે, જેમાં વડોદરા ઉપરાંત પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, મહિસાગર જિલ્લાની ખાનગી કંપનીમાં કામ કરતા કર્મયોગીઓના પીએફ એકાઉન્ટ (PF Accounts) અહીં નિભાવવામાં આવે છે. અત્યારની સ્થિતિએ કુલ 30.20 લાખ પીએફધારકોના (PF account holders) ખાતાઓ પૈકી 5.75 લાખ સક્રિય ખાતા (PF accounts) છે. હાલમાં જ આ તમામ ખાતાઓમાં (PF account holders) તેમાં જમા ભંડોળ (fund) મુજબ વ્યાજ (interest) જમા કરી દેવામાં આવ્યું છે. તો કર્મચારીઓને તકલીફ ના પડે એવી સુગમ વ્યવસ્થા (Special facility for PF account holders) ઉભી કરવામાં આવી રહી છે.

નોકરીદાતા કંપનીઓ પણ આગળ આવે તેવી અપીલ

આ પણ વાંચો- Corona Effect : 2020-21માં Surat PF Office દ્વારા 2.85 ક્લેઇમ સામે 846 કરોડ ચૂકવાયા

PFના દાવાઓની પતાવટ માટે થ્રી સ્ટેપ ઓનલાઈન વ્યવસ્થા કરાઈ

પીએફની ક્ષેત્રીય ઓફિસના (Regional Office of PF) કમિશનર મનોજ કુમાર યાદવે જણાવ્યું હતું કે, પીએફના દાવાઓની (PF's claims) પતાવટ માટે થ્રી સ્ટેપ ઓનલાઈન વ્યવસ્થા (Three step online management) ઊભી કરવામાં આવી રહી છે. કચેરી ખાતે પણ નિયત સંખ્યા કરતાં વધુ દાવાઓની પતાવટ કરીને કર્મચારીઓને તેમના હકના નાણાં ચૂકવવામાં આવી રહ્યા છે. પીએફ ખાતાધારકોને (PF account holders) તેમના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં તેના વારસદારને 7 લાખ રૂપિયા વીમાની રકમ મળવાપાત્ર છે અને પેન્શનરૂપે પત્નીને 2,500 રૂપિયા તેમ જ 2 બાળકો સુધી બાળકદીઠ 450 રૂપિયા મળવાપાત્ર છે.

PFધારકોએ નોમિનેશન કરવું જરૂરી

આવા વિવિધ કારણસર પીએફ ખાતાધારકોએ (PF account holders) નોમિનેશન (Nominations) કરવું ખૂબ જરૂર છે, જેથી ઝૂંબેશ (EPFO's campaign) હાથ ધરવામા આવી છે. છેલ્લા 2 મહિનામાં 30,000 કર્મચારીઓના ખાતામાં (PF account holders) તેમના નોમિનેશનની (Nominations) વિગતો ભરવામાં આવી છે.આવી વિગતો આધાર નંબર સાથે ઓનલાઈન પણ ભરી શકાય છે.

આ પણ વાંચો- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત સુરતની 2030 જેટલી કંપનીઓએ યોજનાનો લાભ લીધો

કંપનીઓને ટેક્નિકલ માર્ગદર્શન પૂરું પડાશે

કમિશનરે વધુમાં ઉમેર્યું હતું કે, નોકરીદાતા કંપનીઓ પણ આગળ આવી તેમના કર્મચારીઓના વારસદારોની વિગત આગામી 31 ડિસેમ્બર પહેલા દાખલ થઈ જાય એની તકેદારી લે અને કંપનીઓને કોઈ ટેક્નિકલ માર્ગદર્શનની જરૂર હોય તો એ પૂરું પાડવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.