મહીસાગર જિલ્લા રોજગાર કચેરીઃ નોકરીદાતા અને રોજગાર વાંચ્છુક ઉમેદવારો માટે હેલ્પલાઇન શરૂ કરાઈ

author img

By

Published : May 28, 2020, 12:38 PM IST

Mahisagar District Employment Office

નોવેલ કોરોના વાઈરસ કોવીડ-19ના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે દેશ સહિત રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે. તેવા સમયે રોજગાર વાંચ્છુ યુવાનો ઘરમાં સુરક્ષિત રહીને જિલ્લા રોજગાર કચેરીની વિવિધ સેવાઓનો લાભ ઘરે બેઠા મળી રહે તે હેતુંથી મહીસાગર જિલ્લા રોજગાર કચેરી દ્વારાહેલ્પલાઇન શરૂ કરવામાં આવ્યો છે.

મહીસાગરઃ લોકડાઉનના સમય દરમિયાન રોજગાર મેળવવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારો પોતાના ઘરે સુરક્ષિત રહી જિલ્લા રોજગાર કચેરીની વિવિધ સેવાઓનો લાભ ઘરે બેઠા લઈ શકે તે માટે મહીસાગર જિલ્લાની રોજગાર કચેરી લુણાવાડા દ્વારા કચેરીનો હેલ્પ લાઈન નંબર જાહેર કરેલ છે.

મહીસાગર જિલ્લા રોજગાર કચેરીઃ નોકરીદાતા અને રોજગાર વાંચ્છુ ઉમેદવારો માટે હેલ્પલાઇન નંબર જાહેર

જાહેર કરેલ હેલ્પલાઇન નંબર (02674-250306) પર જાહેર રજા સિવાયના દિવસોમાં કોલ કરી વિદ્યાર્થીઓ તેમના કારકિર્દી ઘડતર માટે રોજગારીની તકો, સ્વ રોજગારીની તકો,
આર્મી, નેવી, એરફોર્સ અને પેરા મિલિટરી ફોર્સમાં ભરતી અંગેની માહિતી, લશ્કરી ભરતી પૂર્વેની નિવાસી તાલીમમાં જોડાવા અંગેની માહિતી વિના મૂલ્યે મેળવી શકશે.

જિલ્લા રોજગાર કચેરીની વિવિધ સેવાઓનો લાભ ઘરે બેઠા મેળવવા માંગતા ઉમેદવારો અને નોકરીદાતાએ પોતાનું પૂરું નામ, સરનામું, email આઇડી અને કોન્ટેક નંબર, સેવા નામની
વિગત સાથે કચેરીના ઇમેલ આઇડી employmentmahisagar@yahoo.in પર ઈ-મેઈલ પણ કરી માહિતી મેળવી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.