ETV Bharat / city

વડોદરામાં હિટ એન્ડ રન કેસના આરોપીએ સરેન્ડર કર્યું

author img

By

Published : Jul 6, 2021, 7:05 PM IST

વડોદરામાં હિટ એન્ડ રન ( hit and run )ની ઘટના બની હતી. જેનો આરોપી દેવુલ ફુલબાજે સરેન્ડર ( surrendered ) કર્યું હતું. આ ઘટનાનાં બે દિવસ સુધી પોલીસ તેને પકડી ન શકતા આખરે આરોપી પોતાનાં વકીલ સાથે પોલીસ સમક્ષ હાજર થયો હતો.

વડોદરામાં હિટ એન્ડ રન કેસના આરોપીએ સરેન્ડર કર્યું
વડોદરામાં હિટ એન્ડ રન કેસના આરોપીએ સરેન્ડર કર્યું

  • હિટ એન્ડ રનની ચકચારી ઘટનાના આરોપીએ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું
  • વકીલ સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થયો
  • 2 દિવસ પેહલા માંજલપુરમાં 7 વર્ષના માસુમનો ભોગ લીધો હતો

વડોદરાઃ શહેરના માંજલપુર વિસ્તારમાં 7 વર્ષનાં માસૂમને કચડી નાંખનારો વૈભવી જીપનો નબીરો ચાલક દેવુલ ફુલબાજે ઝડપાઇ ગયો છે. માંજલપુરનાં અલવા નાકા વિસ્તારમાં શનિવારની રાત્રે પોતાની મોડીફાઇ કરેલી વૈભવી જીપ પુરપાટે હંકારી દેવુલે ત્યાંથી મોપેડ પર બે બાળકો સાથે પસાર થઇ રહેલી યુવતીને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, મોપેડ પર સવાર 7 વર્ષનો માસુમ કવિશ પટેલ રોડ પર પછડાતા તેનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક બાળકને ગંભીર ઇજા થતાં તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ( Sayaji Hospital ) ખસેડાયો હતો હિટ એન્ડ રનની આ ચકચારી ઘટનામાં માસુમનું મોત નિપજાવી નબીરો દેવુલ ફરાર થઇ ગયો હતો

આરોપીએ અકસ્માત સર્જ્યો હોવાની કબૂલાત કરી

ફરાર દેવુલ ફુલબાજેને ઝડપી પાડવા પોલીસે શહેરમાં અલગ-અલગ સ્થળે દરોડા પાડ્યા હતાં, પરંતુ બે દિવસ સુધી વડોદરા પોલીસ તેને ઝડપી શકી ન હતી. આખરે આરોપી દેવુલે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. પોતાનાં વકીલ સાથે હાજર થયેલાં આરોપીએ ઘટના સમયે ગાડીમાં એકલો હોવાની અને પોતે જ ગાડી હંકારી અકસ્માત ( Accident ) સર્જ્યો હોવાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચોઃ વડોદરાના માંજલપુર વિસ્તારમાં હિટ એન રન કેસમાં બાળકનું મોત થયું

આ નબીરો લોકડાઉન દરમ્યાન પણ જાહેરનામા ભંગ મામલે ઝડપાયો હતો

બાળકને કચડી ફરાર થઇ ગયેલો નબીરો દેવુલ ફુલબાજે વડોદરાનાં આરએસપી નેતા ઘનશ્યામ ફુલબાજેનો પુત્ર છે. દેવુલના પિતા ઘનશ્યામ ફુલબાજે ગત કોર્પોરેશનની ચુંટણીમાં વોર્ડ નં. 6 માંથી આરએસપી ઉમેદવારી તરીકે ચુંટણી લડ્યા હતા. નંબર પ્લેટ વિનાની મોડીફાઇ કરેલી જીપ હંકારતો આ નબીરો લોકડાઉન દરમ્યાન પણ જાહેરનામા ભંગમાં વારસિયા પોલીસનાં હાથે ઝડપાઇ ચુક્યો છે. જેથી ઘટનાનાં બે દિવસ સુધી ન ઝડપાયેલા આરોપી એકાએક પોતાનાં વકીલ સાથે પોલીસ મથકે હાજર થતાં પોલીસની ભૂમિકા શંકાનાં ઘેરામાં આવી છે. જોકે, પોલીસનું કહેવું છે કે, કોઇપણ ચમરબંદીને છોડવામાં નહીં આવે.

વડોદરામાં હિટ એન્ડ રન કેસના આરોપીએ સરેન્ડર કર્યું

આ પણ વાંચોઃ અમદાવાદમાં હિટ એન્ડ રન કેસના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો, એક દિવસના રિમાન્ડ મંજૂર

પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

રાજકીય વગ ધરાવતા નબીરો દેવુલ બાળકનું મૃત્યુ નિપજાવી બે દિવસ સુધી ફરતો રહ્યો પરંતુ પોલીસ તેને પકડી ન શકી. જેથી મૃતક બાળકનાં પરિવારજનોને પોલીસની કામગીરીથી સંતોષ નથી થઇ રહ્યો. તેમ છતાં બાળકનો પરિવાર પોલીસ પાસે યોગ્ય કાર્યવાહી સાથે ન્યાયની આશા રાખીને બેઠો છે. આ ઘટના સમયે નબીરો દેવુલ નશો કરેલી હાલતમાં હોવાનું ચશ્મદીદોનું નિવેદન છે, જેથી વડોદરા પોલીસે ફિલહાલ દેવુલની ધરપકડ કરી તેના મેડિકલ ચેકઅપ તેમજ સાક્ષીઓનાં નિવેદન લેવાં સહિતની તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.