ETV Bharat / city

પાદરા જંબુસર રોડ પાસે પેસેન્જર ભરેલો ટેમ્પો પલટી જતાં 14ને ઇજા પહોંચી

author img

By

Published : Nov 11, 2021, 7:44 PM IST

વડોદરા જિલ્લાના પાદરા જંબુસર રોડ પર એક ટેમ્પો પલટી ( Accident on Padra Jambusar Road ) મારી ગયો હતો. આ અકસ્માતમાં બાળકો સહિત 14 લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં. જોકે સદભાગ્યે કોઇ હતાહત થયું નથી.

પાદરા જંબુસર રોડ પાસે પેસેન્જર ભરેલો ટેમ્પો પલટી જતાં 14ને ઇજા પહોંચી
પાદરા જંબુસર રોડ પાસે પેસેન્જર ભરેલો ટેમ્પો પલટી જતાં 14ને ઇજા પહોંચી

  • વડોદરા પાદરા જંબુસર રોડ પાસે પેસેન્જર ભરેલ થ્રી વીલ ટેમ્પો પલટી ગયો
  • ટેમ્પો પલટી જતાં નાના બાળકો સહિત 14 લોકો ઇજાગ્રસ્ત થયાં
  • ઇજાગ્રસ્તોને રિક્ષામાં પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયાં

પાદરાઃ અકસ્માત સંદર્ભે મળતી વિગતો અનુસાર વડોદરા પાણીગેટ બાવામન શાકમાર્કેટથી અતુલ શક્તિ ટેમ્પો પેસેન્જર ભરી ભોજ ગામે જન્મદિવસની ઉજવણીમાં કેટલાક લોકો જઇ રહ્યાં હતાં. પાદરા મહાકાળી મંદિર પુનિત મિલ સામે ટેમ્પોચાલકે સ્ટેયરિગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી ( Accident on Padra Jambusar Road ) મારી ગયો હતો. જેમાં નાના બાળકો સહિત 14 લોકો ઇજાગ્રસ્ત થયા હતાં.

108 પહોંચી નહીં

ઘટનાની જાણ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સને કરતા 108 એમ્બ્યુલન્સ ( 108 Ambulance ) સમયસર ઘટનાસ્થળ પર ન પહોંચી. જેથી ઇજાગ્રસ્તોને રિક્ષામાં પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. પાદરા આરોગ્ય કેન્દ્રમાં ઇજાગ્રસ્તોને પાટાપિંડી કરીને વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલમાં રીફર કરવામા આવ્યાં હતાં.

સામાજિક કાર્યકર દ્વારા તાત્કાલિક ધોરણે એક્સ રે મશીનના ટેકનીશીયન મુકવામાં આવે તેવી માગ

પાદરામાં સ્ટાફના અભાવે સારવાર નથી થતી

ઉલ્લેખનીય છે કે પાદરામાં આધુનિક મશીનો હોવા છતાં પણ પાદરામાં ઇજાગ્રસ્તોની સારવાર થતી નથી અને વડોદરા રીફર કરવામા આવે છે. જેને લઇને સામાજિક કાર્યકર દ્વારા તાત્કાલિક ધોરણે એક્સ રે મશીનના ટેકનીશીયન મુકવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ પાદરા ખાતે લિફ્ટ ઓવરલોડ થતા મહિલા સહિત 12 વ્યક્તિઓ લિફ્ટમાં ફસાયા

આ પણ વાંચોઃ ભરૂચ: વાલિયા-નેત્રંગ માર્ગ પર શ્રધ્ધાળુઓનો ટેમ્પો પલટી જતા અકસ્માત, 11 લોકોને ઇજા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.