ETV Bharat / city

તરસાલી બાયપાસ પાસેથી ઝડપાયેલા બાયોડિઝલ કૌભાંડના 2 આરોપીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

author img

By

Published : May 25, 2021, 9:02 PM IST

વડોદરા PCB ( Prevention of Crime Branch ) દ્વારા 2 દિવસ અગાઉ બાયોડિઝલ કાંડના 3 પૈકી 2 આરોપીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે, એક આરોપીની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે.

તરસાલી બાયપાસ પાસેથી ઝડપાયેલા બાયોડિઝલ કૌભાંડના 2 આરોપીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
તરસાલી બાયપાસ પાસેથી ઝડપાયેલા બાયોડિઝલ કૌભાંડના 2 આરોપીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

  • તરસાલી બાયપાસ પાસેથી ઝડપાયું હતું બાયોડીઝલ કૌભાંડ
  • ઝડપાયેલા 3 આરોપીઓ પૈકી 2નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
  • રાજકોટ અને સુરતના બિલો મળતા તપાસ શરૂ કરવામાં આવી

વડોદરા: તરસાલી બાયપાસ રોડ પર મહાસાગર હોટલની પાછળ બાયોડીઝલના નામે ભેળસેળયુક્ત પ્રવાહીનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતીના આધારે બે દિવસ પહેલા PCBએ દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી આરોપી રતનલાલ લેહરીલાલ ખટીક અને રોશન ચુનીલાલ ખટીકને ઝડપી પાડ્યા હતા. પોલીસને આરોપીઓ પાસેથી 7,490 લિટર જ્વલનશીલ પ્રવાહી મળ્યું હતું. આરોપીઓ છેલ્લા 5 મહિનાથી ટ્રક ચાલકોને ડીઝલ હોવાનું કહી 70 રૂપિયે લિટર પધરાવતા હતા. પોલીસે ઝડપેલા 3 આરોપીઓ પૈકી 2નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બન્નેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

રાજકોટના એજાઝ ભોંયાની પણ સંડોવણી

પોલીસની વધુ તપાસમાં છાણી તરૂણનગરમાં રહેતાં ભેરૂલાલ ઉર્ફે સુરેશ કૈલાશચંદ્ર ખટીક, એજાઝ યુનુસભાઈ ભોંયા (રહે. રાજકોટ, કિસ્મત પેટ્રોલિયમવાળા) અને ઈસ્ટ ઈન્ડિયા એન્ટરપ્રાઈઝવાળા વિજય રામજીભાઈ ખૂંટ પટેલ (રહે. કુબેરનગર,સરથાણા, સુરત)ના નામ ખુલ્યા હતા. વિજય અને એજાઝ આરોપી ખટીક ત્રિપુટીને ભેળસેળયુક્ત પ્રવાહી સપ્લાય કરતા હતા. જેથી PCBએ આરોપીઓના આશ્રય સ્થાનો પર દરોડા પાડી ભેરૂલાલ અને વિજયને દબોચી લીધા હતા. જ્યારબાદ એજાઝ ભોંયાને પણ સકંજામાં લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.