ETV Bharat / city

બારડોલી અને મહુવામાં આ અઠવાડિયે પણ ચાલુ રહેશે વિકેન્ડ લોકડાઉન

author img

By

Published : May 14, 2021, 10:24 AM IST

કોરોનાનો પ્રકોપ ધીમે-ધીમે ઓછો થઈ રહ્યો છે. કેસોની સંખ્યામાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. એક સમયે સમગ્ર જિલ્લામાં દૈનિક 600થી વધુ કેસો હતા. તે હવે 250થી 300ની આજુ-બાજુ જ્યારે બારડોલીમાં દૈનિક 100થી વધુ કેસો નોંધાયા હતા. તે હવે 40થી 60ની આસપાસ જોવા મળી રહ્યા છે. જો કે સંક્રમણ ન વધે તે હેતુથી ફરી એક વખત તકેદારીના ભાગ રૂપે સુરત જિલ્લામાં બારડોલી નગરપાલિકા તેમજ બારડોલી અને મહુવા તાલુકાનાં 16 જેટલા ગામોમાં વિકેન્ડ લોકડાઉન માટે જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે.

બારડોલી નગરપાલિકામાં બજારો શનિ-રવિ સંપૂર્ણ બંધ રહેશે
બારડોલી નગરપાલિકામાં બજારો શનિ-રવિ સંપૂર્ણ બંધ રહેશે

  • બારડોલી નગરપાલિકામાં બજારો શનિ-રવિ સંપૂર્ણ બંધ રહેશે
  • મહુવા તાલુકાનાં 6 ગામોમાં પણ વિકેન્ડ લોકડાઉનની જાહેરાત
  • બારડોલી તાલુકાના 10 ગામોના બજારો પણ બંધ રહેશે

બારડોલી: સુરત જિલ્લામાં કોરોનાની સ્થિતિમાં ધીમે-ધીમે સુધારો જોવા મળી રહ્યો છે. જિલ્લાના બારડોલી શહેર અને તાલુકાના કેટલાક ગામોમાં તો કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો. જો કે છેલ્લા કેટલાક દિવસોથી કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલોમાં પણ હવે રાહત થઈ છે. કેસોમાં થઈ રહેલા ઘટાડાથી લોકોની સાથે તંત્રએ પણ થોડો રાહતનો શ્વાસ લીધો છે.

ચાલુ રહેશે વિકેન્ડ લોકડાઉન
ચાલુ રહેશે વિકેન્ડ લોકડાઉન

આ પણ વાંચો: કોરોનાને નાથવા વિવિધ એસોસિએશનોએ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી

કેસોમાં થઈ રહ્યો છે ઘટાડો

કેસ ઘટ્યા હોવા છતાં તકેદારીના ભાગ રૂપે આ અઠવાડિયે પણ વિકેન્ડ કરફ્યૂ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે હજી પણ બારડોલી સહિત જિલ્લામાં કેસો એકદમ ઓછા થયા નથી. એપ્રિલના મધ્યમાં નોંધાયેલા કેસો કરતાં હવે અડધા જરૂર થયા છે પરંતુ હજી પણ સંક્રમણમાં ઘટાડો જરૂરી છે. જેને માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતની ગાઇડલાઇનનું પાલન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો બંધ રહેશે

તંત્ર દ્વારા બારડોલી શહેર ઉપરાંત તાલુકાનાં 10 ગામો અને મહુવા તાલુકાનાં 6 ગામોમાં ફરી વખત વિકેન્ડ લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ લોકડાઉન 14 મે શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી 17 મે સોમવાર સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે. આ સમય દરમિયાન આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો અને બજારો બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: જૂનાગઢની માંગનાથ રોડના વેપારીઓએ આંશિક લોકડાઉનનો વિરોધ કર્યો

આ ગામોમાં બજારો રહેશે બંધ

બારડોલી શહેર ઉપરાંત તાલુકાનાં વધુ સંક્રમણ ધરાવતા ગામો તેન, બાબેન, ઇસરોલી, ધામડોદ લુંભા, કડોદ, મઢી, સુરાલી, મોતા, વાંકાનેર અને સરભોણમાં બે દિવસ માટે બજારો બંધ રહેશે. એ જ રીતે મહુવા તાલુકામાં તાલુકા મુખ્ય મથક મહુવા, અનાવલ, વલવાડા, કરચેલીયા, ઓંડચ અને શેખપુર ગામના બજારો બંધ રાખવાની પણ અપીલ SDM દ્વારા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.