ETV Bharat / city

VNSGU Chancellor Corona Positive : આરોગ્ય વિભાગે યુનિવર્સિટીમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ અને RTPCR શરુ કર્યાં

author img

By

Published : Jan 3, 2022, 8:38 PM IST

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા કોરોના સંક્રિમત બન્યાં છે. રવિવારે તેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ (VNSGU Chancellor Corona Positive) આવ્યો હતો. તેઓને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ (Corona Update In Surat 2022) કરવામાં આવ્યાં છે.

VNSGU Chancellor Corona Positive : આરોગ્યવિભાગે યુનિવર્સિટીમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ અને RTPCR શરુ કર્યાં
VNSGU Chancellor Corona Positive : આરોગ્યવિભાગે યુનિવર્સિટીમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ અને RTPCR શરુ કર્યાં

સુરતઃ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કોરોના સંક્રમિત (VNSGU Chancellor Corona Positive) આવતાં યુનિવર્સિટીમાં ચિંતાની લાગણી જોવા મળી હતી. જોકે કુલપતિ ચાવડાની (VNSGU Chancellor Dr. Kishorsinh Chavda ) તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. ડો. કિશોરસિંહ ચાવડાને ચાર-પાંચ દિવસ દિવસથી શરદી-ખાંસી હતી. જેને લઇ તેમણે રીપોર્ટ કરાવ્યો હતો.

રીપોર્ટ પર રીપોર્ટ બાદ કોરોના દેખાયો

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાને છેલ્લા ચાર-પાંચ દિવસ દિવસથી શરદી-ખાંસી આવતી હતી. જેને પગલે તેમને શરીરમાં અશક્તિ પણ આવી ગઈ હતી. અંતે તેમણે કોરોના રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો પણ તે નેગેટિવ આવ્યો હતો.. ફરી તેમણે તેમણે એન્ટિબાઇ રીપોર્ટ કરાવ્યો તેમાં પણ કશું નીકળ્યું નહી. એ બાદ ફરી પાછો રેપિડ અને RTPCR રીપોર્ટ કરાવ્યો અને ત્રણ દિવસ બાદ RTPCR રીપોર્ટ પોઝિટિવ (VNSGU Chancellor Corona Positive) આવ્યો હતો. ચાવડાને (VNSGU Chancellor Dr. Kishorsinh Chavda ) તેમને શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે અને તેમની તબિયત સારી છે તેવું જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ ભારતના વિદ્યાર્થીઓને જર્મનીમાં પ્રવેશ ન અપાતા VNSGUના સેનેટ સભ્યએ વડાપ્રધાન સહિત જર્મનીની સરકારને પત્ર લખ્યો

ટ્રેસિંગ માટે યુનિવર્સિટીમાં આરોગ્ય વિભાગે રેપિડ તથા RTPCR ચેકઅપ કર્યાં

ગત રવિવારે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ કાર્યક્ર્મ રાખવામાં આવ્યાં હતાં. જ્યાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યાર બાદ જ બીજા દિવસે શહેરના ભાજપ મહામંત્રી કિશોર બિંદલ અને ડેપ્યુટી મેયર કોરોના પોઝિટિવ (Corona Update In Surat 2022) થયાં હતાં. જોકે તેજ દિવસથી તેમને પણ શરદી-ખાંસી આવતી હતી. એટલેે તેઓ ત્યાંથી કોરોના સંક્રમિત (VNSGU Chancellor Corona Positive) થયા હોય એમ માનવામાં આવી રહ્યું છે. હાલ તો તેઓના સંપર્કમાં આવેલ (VNSGU Chancellor Dr. Kishorsinh Chavda ) યુનિવર્સિટીના તમામ લોકોનું પણ આરોગ્ય વિભાગ દ્વારા રેપિડ તથા RTPCR ચેકઅપ કરવામાં આવ્યું છે. અને ઘરના અન્ય સભ્યોનું પણ ચેકઅપ કરવામાં આવ્યું છે. તમામ લોકોનો રીપોર્ટ હાલ નેગેવટિવ છે. હાલ તો સાવચેતીના ભાગ રૂપે કુલપતિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચોઃ VNSGUમાં NAMO tablet બાબતે યુનિવર્સિટીના કુલપતિ સામે વિરોધ પ્રદર્શન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.