ETV Bharat / city

સુપર સ્પ્રેડર ન બનવાની સલાહ આપનારા ઈસુદાને સુરતમાં એકઠી કરી ભીડ, પ્રદેશ પ્રમુખ ઈટાલિયા માસ્ક ભુલ્યા !

author img

By

Published : Jun 16, 2021, 5:10 PM IST

Updated : Jun 16, 2021, 5:25 PM IST

રાજકારણનો રંગ ભલભલાને નૈતિકતા ભૂલાવી દે છે. આ વાક્યને સત્ય સાબિત કરતો કિસ્સો બુધવારે સામે આવ્યો છે. પોતાની પત્રકારિતાના કારકિર્દી દરમિયાન કોરોના ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાવતા નેતાઓ પર ટીવી સ્ક્રિન પર ફિટકાર વરસાવતા ઈસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યા બાદ સુરતમાં તેમના સ્વાગત સમયે જ સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા. આ તો ઠીક, આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પણ સમગ્ર કાર્યક્રમ દરમિયાન માસ્ક વગર જોવા મળ્યા હતા.

સુપર સ્પ્રેડર ન બનવાની સલાહ આપનારા ઈસુદાને સુરતમાં એકઠી કરી ભીડ, પ્રદેશ પ્રમુખ ઈટાલિયા માસ્ક ભુલ્યા
સુપર સ્પ્રેડર ન બનવાની સલાહ આપનારા ઈસુદાને સુરતમાં એકઠી કરી ભીડ, પ્રદેશ પ્રમુખ ઈટાલિયા માસ્ક ભુલ્યા

  • ઈસુદાન પત્રકારિતાની કારકિર્દી દરમિયાન લોકોને ભણાવેલો પાઠ પોતે ભૂલ્યા
  • કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતા નેતાઓની ઝાટકણી કાઢનાર ખુદ તેનો ભંગ કરતા નજરે પડ્યા
  • આપ ના પ્રદેશ પ્રમુખ પણ સમગ્ર કાર્યક્રમમાં માસ્ક વગર જોવા મળ્યા

સુરત: તાજેતરમાં જ પત્રકાર ઈશુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. જ્યારબાદ તેઓ બુધવારે સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરતમાં આપના કાર્યકરોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. જોકે, તેમના સ્વાગત સમયે સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. જ્યારે, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા ખુદ માસ્ક વગર ફરતા નજરે પડ્યા હતા. તેમ છતાં પત્રકારિતાની પોતાની કારકિર્દી દરમિયાન કોરોના ગાઈડલાઈનનો ભંગ કરનારા અનેક નેતાઓ પર સ્ટુડિયોમાં બેસીને ફિટકાર વરસાવનારા ઈસુદાન ગઢવીએ કોઈ ઉચ્ચારણ સુદ્ધા નહોતું કર્યું અને નેતાઓની જેમ ચાલતી પકડી હતી.

સુપર સ્પ્રેડર ન બનવાની સલાહ આપનારા ઈસુદાને સુરતમાં એકઠી કરી ભીડ, પ્રદેશ પ્રમુખ ઈટાલિયા માસ્ક ભુલ્યા

લોકોને સુપર સ્પ્રેડર ન બનવાની સલાહ આપનારા ખુદ સુપર સ્પ્રેડર બન્યા

ઈસુદાન ગઢવી પોતે પત્રકાર હતા, ત્યારે ટેલિવિઝન પર જોરશોરથી નૈતિકતાની ફરજો વિશે જ્ઞાન આપતા હતા. તેમણે માસ્ક વગર જાહેરમાં જોવા મળેલા એક પણ નેતાને ટોકવાનો અવસર નહોતો જવા દીધો. સોશિયલ ડિસ્ટન્સના પાલન માટે અવારનવાર લોકોને સમજાવતા હતા. તેઓ વારંવાર લોકોને જાહેરમાં ન નીકળવા અને સુપર સ્પ્રેડર ન બનવા સલાહ આપતા હતા. ત્યારે તેઓ ખુદ બુધવારે સુરતમાં સુપરસ્પ્રેડર બનીને આવી પહોંચ્યા હતા. આ પરથી રાજનિતીમાં આવ્યા બાદ કઈ રીતે લોકોના વલણ બદલાય છે, તે સ્પષ્ટપણે જોઈ શકાય છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા માસ્ક વગર જોવા મળ્યા
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા માસ્ક વગર જોવા મળ્યા
Last Updated : Jun 16, 2021, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.