ETV Bharat / city

Pressure on Jinga Lake : ઉમરગામમાં લોકોની આજીજી સામે અધિકારીઓ નિયમ અનુસાર લાલ પાણીએ

author img

By

Published : May 23, 2022, 5:06 PM IST

વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારમાં ઝીંગા તળાવ (Pressure on Jinga Lake) તેમજ પાસેના દબાણો તંત્ર દૂર કર્યું છે. દબાણને લઈને લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક કક્ષાએ અધિકારીઓ (Umargam Pressure Branch) જણાવ્યું કે, નિયમ અનુસાર દબાણ દૂર કરવાની કાર્યવાહી થઈને રહેશે...

Pressure on Jinga Lake : ઉમરગામમાં લોકોની આજીજી સામે અધિકારીઓ નિયમ અનુસાર લાલ પાણીએ
Pressure on Jinga Lake : ઉમરગામમાં લોકોની આજીજી સામે અધિકારીઓ નિયમ અનુસાર લાલ પાણીએ

વલસાડ : વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારમાં આવેલા ઝીંગા તળાવ તેમજ આસપાસના દબાણો પર (Pressure on Jinga Lake) તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ઝીંગાના તળાવ પર ડિમોલિશન (Umargam Demolition) હાથ ધરતી વખતે તળાવ પર કબજો રાખનારા પરિવારોએ રોષ વ્યક્ત કર્યો હતો. ઉમરગામ મામલતદાર સહિત પોલીસના કાફલા સાથે તંત્ર દ્વારા ઝીંગાના તળાવ પરનું દબાણ દૂર કર્યું હતું. ઝીંગા તળાવના માલિકને સરકારી જગ્યા પરથી ખસી જવા બે વર્ષથી સૂચના આપી હતી. આખરે ઝીંગાના મબલક પાક સાથે તળાવ તોડી નાખવામાં આવતા ઉમરગામ તાલુકામાં ભારે ફફડાટ ફેલાયો છે.

Pressure on Jinga Lake : ઉમરગામમાં લોકોની આજીજી સામે અધિકારીઓ નિયમ અનુસાર લાલ પાણીએ

આ પણ વાંચો : ભાવનગર જિલ્લામાં બન્યું અજુગતું: દબાણ હટાવા માટે ચર્ચામાં રહેતા બુલડોઝરમાં જાન આવી

ઝીંગા ઉછેર ફાર્મ પર તંત્રનું જેસીબી - ઉમરગામ કોસ્ટલ હાઇવે નજીક ઝીંગા ઉછેર ફાર્મ પર તંત્રએ (Pressure on Jinga Farming Farms) જેસીબી લગાવી તળાવ તોડી પાડ્યું હતું. ઉમરગામ તાલુકા મામલતદાર ઉમરગામ પોલીસ મથકના અધિકારીઓ તથા નારગોલ મરીન પોલીસ મથકના અધિકારીઓ, નગરપાલિકા ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં ઝીંગા ફાર્મનું દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. વહેલી સવારથી તંત્રના અધિકારીઓ JCB લઇને સ્થળ પર આવી પહોંચ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : Vadodara Pressure Branch : દબાણ કરતા તત્વો પર તંત્રની સરપ્રાઈઝ વિઝિટ પડી ભારે

કાર્યવાહી રોકવા લોકોએ આજીજી - ઝીંગા ફાર્મ ખાતે થઈ રહેલી કાર્યવાહી દરમિયાન કાર્યવાહી રોકવા લોકોએ આજીજી કરી હતી. જેને લઈ તંત્રના અધિકારીઓએ નિયમ અનુસાર થઈ રહેલી કાર્યવાહીમાં સહયોગ આપવા જણાવ્યું હતું. નુકસાન ન થાય તે માટે સ્થળ ઉપરથી ચીજ વસ્તુઓ લઈ જવા માટેનો સમય પણ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો હતો. જોકે, કેટલીક ભારે ચીજ વસ્તુઓ લઈ જવી મુશ્કેલી હોય તે માટે સમય આપવા લોકો વિનંતી કરતા જોવા મળ્યા હતા. સ્થાનિક કક્ષાએ અધિકારીઓ (Umargam Pressure Branch) દ્વારા જણાવાયું હતું કે, તે માટે તેઓ પાસે કોઇ સત્તા નથી નિયમ અનુસાર દબાણ દૂર કરવાની કાર્યવાહી થઈને રહેશે. ત્યારબાદ તંત્રના જેસીબી દ્વારા અન્ય દબાણ પણ દૂર કરવાની શરૂઆત કરાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.