ETV Bharat / city

સુરતના મનપા કમિશનરના પરિવારના સભ્યો આવ્યા કોરોના પોઝિટિવ

author img

By

Published : Apr 13, 2021, 1:55 PM IST

સુરતના મનપા કમિશનર બંછાનિધિ પાનીના પત્ની સહિત ઘરના સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમના સાસુ કારોના પોઝિટિવ આવ્યા છે. તેમના પત્નીને અન્ય કોઈ તકલીફ નથી અને હોમ આઇસોલેશન હેઠળ છે. જોકે કમિશનરનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

Surat news
Surat news

  • સુરત મનપા કમિશનરના પરિવારના સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા
  • કમિશનરનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો
  • તેમના સાસુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

સુરત: શહેર માટે રાત દિવસ સતત કાર્યરત એવા મનપા કમિશનર બંછાનિધિ પાનીના પત્ની સહિત ઘરના સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમના પત્નીને થોડી શરદીની ફરિયાદ હતી અને સાસુને થોડો તાવ હોવાથી આર્ટીફિશિયલ ટેસ્ટ કરાવ્યો હતો. તેમનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તેમના પત્નીને અન્ય કોઈ તકલીફ નથી અને હોમ આઇસોલેશન હેઠળ છે. જોકે કમિશનરનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

આ પણ વાંચો : રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વર પરમાર કોરોના પોઝિટિવ

મનપા સેક્રેટરી સ્વાતિ દેસાઈ પણ કોરોના પોઝિટિવ થતા આઇસોલેશન હેઠળ

આ અંગે કમિશ્નરે જણાવ્યું હતું કે, તમામ સભ્યોની તબિયત બિલકુલ સારી છે અને ચિંતાનું કોઈ કારણ નથી. તેમના સાસુ અને સસરાને સારવારના હેતુથી યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે ઘરના સ્ટાફનો એક સર્વન્ટ કોરોના પોઝિટિવ આવ્યો હોવાની પુષ્ટી થઇ છે. મનપા કમિશનર RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. વધુમાં જાણવા મળ્યા મુજબ મનપા સેક્રેટરી સ્વાતિ દેસાઈ પણ કોરોના પોઝિટિવ થતા આઇસોલેશન હેઠળ છે.

આ પણ વાંચો : કોરોના કાળમાં વિટામીન-Cના સૌથી મોટો સ્ત્રોત લીંબુનો ભાવ સાતમા આસમાને

સુરતમાં કોરોનાના કુલ 74,416 પોઝિટિવ કેસો નોંધાઈ ચૂક્યા છે

સુરત મહાનગરપાલિકાના કાર્યપાલક ઇન્જિનિયર સુથાર અને ભાજપના ખજાનચી પ્રવિણ માળીનું કોરોનાથી અવસાન થયું છે. શહેરમાં કોરોના વાઈરસે ફરી માથું ઉચક્યું છે, ત્યારે પરિસ્થિતિ વધુ વિકટ બની છે. પ્રતિ દિવસ એક હજારથી વધુ કે સુરત શહેરમાં નોંધાઈ રહ્યા છે. 24 કલાકમાં શહેરમાં 1,169 અને જિલ્લામાં 295 મળી કુલ 1,469 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. શરૂઆતથી લઈને અત્યાર સુધી કોરોનાના કુલ 74,416 પોઝિટિવ કેસો નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 68763 સારા થઈ ગયા છે.

સુરતમાં મૃત્યુઆંક 1,302 પર પહોંચ્યો

સુરતમાં સરકારી ચોપડે નોંધાયેલા છેલ્લા 24 કલાકમાં 19 હજાર દર્દીઓના મોત થયા છે. સુરતમાં મૃત્યુઆંક 1,302 પર પહોંચ્યો છે. હાલ સુરતમાં એક્ટિવ કેસોની સંખ્યા 6,351 છે. 27,036 જેટલા લોકો ક્વોરન્ટાઈન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.