ETV Bharat / city

સુરતના ઈવેન્ટ મેનેજરે કોવિડ કેર સેન્ટર શરૂ કરવા તમામ સામાન વિનામૂલ્યે આપ્યો

author img

By

Published : Apr 30, 2021, 4:04 PM IST

રાજ્યભરમાં કોરોનાના દર્દીઓની સેવા કરવા માટે અનેક સંસ્થાઓ આગળ આવી રહી છે. તેવામાં સુરતમાં પણ ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા અશ્વિન અકબરી નામના એક વ્યક્તિ કોરોનાના દર્દીઓની સેવા કરવા આગળ આવ્યા છે. સુરતમાં 30થી વધુ કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલ્સમાં મંડપના કાપડ અને AC, કુલર, લાઈટ જેવો સામાન ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. આ તમામ સામાન અશ્વિન અકબરીએ વિનામૂલ્યે આપ્યો છે.

સુરતના ઈવેન્ટ મેનેજરે કોવિડ કેર સેન્ટર શરૂ કરવા તમામ સામાન વિનામૂલ્યે આપ્યો
સુરતના ઈવેન્ટ મેનેજરે કોવિડ કેર સેન્ટર શરૂ કરવા તમામ સામાન વિનામૂલ્યે આપ્યો

  • સુરતના એક વ્યક્તિએ 30થી વધુ કોવિડ કેર સેન્ટરમાં વિનામૂલ્યે સામાન પહોંચાડ્યો
  • 30 કોવિડ સેન્ટરમાં મંડપના કાપડ, AC, કુલર, લાઈટ વિનામૂલ્યે આપી કોરોનાના દર્દીઓને કરાઈ મદદ
  • સુરતમાં ઈવેન્ટ મેનેજર અશ્વિન અકબરી કોરોનાના દર્દીઓની સેવા કરવા આગળ આવ્યા

રાજ્યભરમાં કોરોનાના દર્દીઓની સેવા કરવા માટે અનેક સંસ્થાઓ આગળ આવી રહી છે. તેવામાં સુરતમાં પણ ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા અશ્વિન અકબરી નામના એક વ્યક્તિ કોરોનાના દર્દીઓની સેવા કરવા આગળ આવ્યા છે. સુરતમાં 30થી વધુ કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલ્સમાં મંડપના કાપડ અને AC, કુલર, લાઈટ જેવો સામાન ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. આ તમામ સામાન અશ્વિન અકબરીએ વિનામૂલ્યે આપ્યો છે.

આ પણ વાંચોઃ ભાવનગરમાં યુવાન કરી રહ્યો છે ઓક્સિજન સિલિન્ડરની વિનામૂલ્યે સેવા

શહેરમાં તમામ કાર્યક્રમો રદ હોવાથી ઈવેન્ટ મેનેજરે કોરોનાના દર્દીઓની સારવાર કરવાનો અભિગમ અપનાવ્યો

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શહેરમાં કોઈ પણ જાહેર કાર્યક્રમ સહિત અન્ય કાર્યક્રમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જેના કારણે ઈવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોની સ્થિતિ કફોડી બની છે, પરંતુ આવા સમયે સુરતના એક ઈવેન્ટ મેનેજરે સેવા કરવાનો અભિગમ અપનાવ્યો છે.

સુરતના એક વ્યક્તિએ 30થી વધુ કોવિડ કેર સેન્ટરમાં વિનામૂલ્યે સામાન પહોંચાડ્યો
સુરતના એક વ્યક્તિએ 30થી વધુ કોવિડ કેર સેન્ટરમાં વિનામૂલ્યે સામાન પહોંચાડ્યો

તમામ કોવિડ કેર સેન્ટરમાં ઈવેન્ટ મેનેજરે આપેલા સંસાધનો જોવા મળે છે

ઈવેન્ટ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા અશ્વિન અકબરી હાલ સુરત માટે સંકટમોચન બનીને આવ્યા છે. તેઓ દર વર્ષે 8થી 10 કરોડ રૂપિયાની કમાણી કરે છે. જોકે, આ વર્ષે તેમણે પોતાના તમામ સંસાધનો અને મંડપના કાપડને કોવિડ સેન્ટરમાં નિઃશુલ્ક આપવાનો નિર્ણય કર્યો હતો. શહેરના હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરમાં લગાડવામાં આવેલા તેમના તમામ મંડપના કાપડ અને કુલર, પંખા, ટીવી, સ્ક્રિન, લાઈટ જેવા સાધનો આજે ઉપયોગી બન્યા છે. કોવિડ દર્દીના પરિવાર આરામ કરી શકે તે માટે 20મી સુવિધા પણ તેઓ દ્વારા અનેક સ્થળે ઉભી કરવામાં આવી છે.

30 કોવિડ સેન્ટરમાં મંડપના કાપડ, AC, કુલર, લાઈટ વિનામૂલ્યે આપી કોરોનાના દર્દીઓને કરાઈ મદદ

સુરતનું ઋણ ચૂકવવાનો આ સમયઃ ઈવેન્ટ મેનેજર

સુરતના ઈવેન્ટ મેનેજર અશ્વિન અકબરીએ જણાવ્યું હતું કે, સુરતે તેમને ઘણું આપ્યું છે. હવે સુરતનું ઋણ ચૂકવવાનો આ સમય છે.. કમાવા માટે અને કૌશલ મળી જશે, પરંતુ હાલ સુરતને તેમની જરૂર છે, જેના કારણે તેમણે પોતાના મંડપના તમામ સામગ્રી અને કુલરથી માંડી પંખા લાઈટ LED સ્ક્રીન કોરોના સેન્ટર પર નિઃશુલ્ક આપી દીધા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.