ETV Bharat / city

2022નું છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરે, જાણો દિવાળીની પૂજા થશે કે નહીં

author img

By

Published : Sep 12, 2022, 2:17 PM IST

આ વર્ષે દિવાળીના પ્રકાશ પર્વ પર ગ્રહણનો ઓથાર છે. બેસતું વર્ષ 25 ઓક્ટોબરે ઉજવાશે. આ જ દિવસે ભારતમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ પણ દેખાવાનું છે. ત્યારે આ ગ્રહણ 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણનો સૂતક કાળ, પાળવાનું છે કે નહીં, કયા કાર્યો કરી શકાશે વગેરે વિશે ઈટીવી ભારતે આચાર્ય દેવવ્રત કશ્યપ સાથે ખાસ વાતચીત કરી હતી. Surya Grahan Sutak Kaal on October 25 , Information about Lakshmi pujan Chopda pujan , Acharya Devvrat Kashyap ,Solar eclipse on 25 October 2022

2022નું છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરે, જાણો દિવાળીની પૂજા થશે કે નહીં
2022નું છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરે, જાણો દિવાળીની પૂજા થશે કે નહીં

સુરત સુરત વર્ષ 2022નું છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરે થશે. દિવાળીનો તહેવાર 24 ઓક્ટોબરે છે અને ગોવર્ધન પૂજાનો તહેવાર 25 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં લોકોના મનમાં એક પ્રશ્ન છે કે શું આ વર્ષે દીપાવલી અને ગોવર્ધન પૂજાનો તહેવાર ગ્રહણના પડછાયા હેઠળ ઉજવવામાં આવશે કે નહીં. તે વિશે આચાર્ય દેવવ્રત કશ્યપ પાસેથી જાણકારી મેળવીએ.

સૂર્યગ્રહણને લગતી ધાર્મિક બાબતો અંગે આચાર્યે મહત્ત્વની માહિતી આપી હતી

કયા કયા દેશોમાં દેખાશે ગ્રહણ જ્યોતિષ આચાર્ય દેવવ્રત કશ્યપે જણાવ્યું હતું કે 25 ઓક્ટોબર 2022 ના દિવસે તુલા રાશિ સ્વાતિ નક્ષત્રમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ થાય છે. આ દિવસે દિવાળી પર્વ છે બીજા દિવસે નૂતન વર્ષ અને ગોવર્ધન પૂજા છે. આ દિવસે ગ્રહણ હોવાથી ઘણા લોકોને પ્રશ્ન હશે કે આ ગ્રહણને કઈ રીતે પાળવું કે નહીં. આ સૂર્યગ્રહણ ભારતમાં ગ્રસ્તાંત દેખાવવાનું છે. આ ગ્રહણ ભારત પશ્ચિમ એશિયા યુરોપ ,ઉતર પૂર્વ આફ્રિકામાં દેખાશે. પશ્ચિમ એશિયામાં બેલ્જિયમ, અફઘાનિસ્તાન, બલગેરિયા, ઇજિપ્ત, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, ઈરાન, ઈરાક, ઇઝરાયેલ, ઈટલી, ઓમાન, સાઉદી અરેબિયા, તુર્કી યુકે દેશોમાં દેખાવાનું છે.

25 ઓક્ટોબર સૂર્ય ગ્રહણના સ્પર્શ મધ્ય અને મોક્ષ આચાર્ય દેવવ્રત કશ્યપે ગ્રહણના સમય અંગે કહ્યું હતું કે ગ્રહણનો મોક્ષ થાય તે પહેલા ભારતમાં સૂર્યાસ્ત થઈ જાય છે એટલે આ ગ્રહણ ગ્રસ્તાંત છે. ગ્રહણનો મોક્ષ ભારતમાં દેખાવાનું નથી. ગ્રહણની વિગત જોઈએ તો સ્પર્શ બપોરે 2:28:21 થાય છે. ગ્રહણનું મધ્ય સાંજે 4:30:16 સેકન્ડનું છે. ગ્રહણ મોક્ષ સાંજે 6:32:11 સેકન્ડનું છે. આ સૂર્યગ્રહણ ભારતમાં ગ્રસ્તાંત દેખાવાનું છે.

ગ્રહણમાં મોક્ષ પહેલા જ સૂર્યાસ્ત થઈ જાય છે ધર્મ સિંધુ ગ્રંથ અનુસાર ગ્રસ્તાંત ગ્રહણના દોષ લાગતા નથી. જેથી આ ગ્રહણ ભારતમાં પાડવું એ જરૂરી નથી તેમ છતાં માન્યતાઓ અનુસાર ગ્રહણ દરમિયાનના ધાર્મિક કે કુલાચાર અનુસાર કર્મો કરવા હોય તો કરી શકાય છે. ભારતમાં આ ગ્રહણનો સ્પર્શ સાડા ચાર વાગ્યાથી થાય છે. આ ગ્રહણમાં મોક્ષ પહેલા જ સૂર્યાસ્ત થઈ જાય છે એટલે ભારતમાં મોક્ષ દેખાવાનો નથી. ગ્રહણના પુણ્યકાળ સમયે જ્યારે દાન કરતા હોઈએ છીએ તે રાખવું હોય તો જેમને પોતાની ઈચ્છાથી તો સ્પર્શ સમયથી સૂર્યાસ્ત સુધી એટલે સાડા ચાર વાગ્યા પછી દાન પુણ્ય કરી શકાય.. ગ્રહણના નિયમો પાળવાની જરૂર નથી.

સૂર્યગ્રહણની અસર દીપાવલીના દિવસે લક્ષ્મીજી અને ગણેશની પૂજા પણ કરી શકશો જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણની અસર દીપાવલી અને ગોવર્ધન પૂજા પર નહીં પડે અને આ બંને તહેવારો ઉજવી શકાય છે. તમે દીપાવલીના દિવસે લક્ષ્મી માતાજી અને ગણેશની પૂજા પણ કરી શકશો અને ગોવર્ધન પૂજાના દિવસે પણ ધાર્મિક કાર્યો પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

Solar eclipse on Hindu New Year Sutak Kaal on Surya Grahan in October 25 Information about Lakshmi pujan Chopda pujan Dipavali 2022 Surya Grahan 2022 last Solar eclipse in diwali 2022 Solar Eclipse 2022 Acharya Devvrat Kashyap 2022નું છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરે દિવાળીની પૂજા 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણનો સૂતક કાળ લક્ષ્મી પૂજન ચોપડા પૂજનની માહિતી સૂર્યગ્રહણ 2022 દીપાવલિ 2022 દીવાળી 2022 25 ઓક્ટોબર સૂર્ય ગ્રહણના સ્પર્શ મધ્ય અને મોક્ષ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.