ETV Bharat / city

Surat Pakistani Food Festival Controversy: ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરનારા સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરવા બજરંગ દળની માંગ

author img

By

Published : Dec 15, 2021, 9:39 AM IST

એક તરફ પાકિસ્તાન ભારત સાથે અવળચંડાઈ કરવામાંથી ઉંચું નથી આવતું. હંમેશા જડબાતોડ જવાબ મળે છે તેમ છતાં પાકિસ્તાન વારંવાર ભારત પર હુમલો કરવાનું નથી છોડતું. તેવામાં સુરતમાં પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલની (Surat Pakistani Food Festival Controversy) જાહેરાતવાળા પોસ્ટર લાગતા વિવાદ (Controversy over posters of Pakistan Food Festival) સર્જાયો હતો. આ અંગેની જાણ બજરંગ દળને થતા તેના કાર્યકર્તાઓ અહીં પહોંચ્યા હતા. આ પોસ્ટર ઉધના ચાર રસ્તા પાસે ટેસ્ટ ઓફ ઈન્ડિયા રેસ્ટોરાંની ઉપર લગાવવામાં (Controversial poster over Taste of India restaurant) આવ્યા હતા. જ્યારે બજરંગ દળે આ તમામ પોસ્ટરને નીચે ઉતારી તેને આગ ચાંપી હતી. સાથે જ બજરંગ દળે કોઈ પણ રેસ્ટોરાં કે હોટેલ આવું કરશે તો તેઓ તેમની સ્ટાઈલમાં જવાબ આપશે તેવી ચેતવણી (Bajrang Dal warns restaurants and hotels) પણ આપી હતી.

પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરનારા સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરવા બજરંગ દળની માગ
પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરનારા સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરવા બજરંગ દળની માગ

  • દુશ્મન દેશ પાકિસ્તાનના ફૂડ ફેસ્ટિવલની જાહેરાત જો હવે કોઈ પણ હોટલ અને રેસ્ટોરન્ટ કરશે તો બજરંગ દલ પોતાની સ્ટાઈલમાં જવાબ આપશે
  • ટેસ્ટ ઓફ ઈન્ડિયા રેસ્ટોરાં ટેરેસ ઉપર પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલની જાહેરાત વાળા બેનર લાગી જતા વિવાદ
  • બજરંગ દળના કાર્યકર્તાઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમને પોસ્ટર નીચે ઉતારીને સળગાવી દીધું હતું.
  • પોસ્ટર લગાડવાના મુદ્દે બજરંગ દળ અને હોટેલના સંચાલકો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી

સુરતઃ શહેરના ઉધના ચાર રસ્તા પાસે આવેલી ટેસ્ટ ઓફ ઈન્ડિયા રેસ્ટોરાં ટેરેસ ઉપર પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલની જાહેરાતવાળા બેનર લાગતા (Controversial poster over Taste of India restaurant) વિવાદ સર્જાયો હતો. આની જાણ થતા બજરંગ દળના કાર્યકર્તાઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમણે પોસ્ટર નીચે ઉતારીને તેને આગ ચાંપી દીધી હતી. સાથે જ બજરંગ દળે ચેતવણી આપી છે કે, દુશ્મન દેશ પાકિસ્તાનના ફૂડ ફેસ્ટિવલની (Surat Pakistani Food Festival Controversy) જાહેરાત જો હવે કોઈ પણ હોટલ અને રેસ્ટોરાં કરશે તો બજરંગ દશ પોતાની સ્ટાઈલમાં (Bajrang Dal warns restaurants and hotels) જવાબ આપશે.

ટેસ્ટ ઓફ ઈન્ડિયા રેસ્ટોરાં ટેરેસ ઉપર પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલની જાહેરાત વાળા બેનર લાગી જતા વિવાદ

આ પણ વાંચો- NEET UG 2021 Controversy over the question of physics: હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ લોકસભા સ્પીકરના ઘરની બહાર પહોંચ્યા

રિંગ રોડ પર આવેલી ટેસ્ટ ઓફ ઈન્ડિયા રેસ્ટોરાં પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલનું (Surat Pakistani Food Festival Controversy) આયોજન કર્યું હોય તેની જાહેરાતનું બેનર રેસ્ટોરાંની ટેરેસ પર (Controversial poster over Taste of India restaurant) લગાવ્યું હતું, જેનાથી વિવાદ થયો હતો. શહેરમાં પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલના બેનરો લાગતા રોષે ભરાયેલા લોકોએ સોશિયલ મીડિયા પર (Opposition to Pakistan Food Festival on social media) ભારે ફિટકાર વરસાવી હતી. શહેરભરમાં પોસ્ટર ચર્ચાનો વિષય બન્યું હતું. રાજકીય પક્ષો દ્વારા આ મુદ્દે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યો હોવાથી રાજકારણ ગરમાયું છે. તો આ ઘટનાની જાણ થતા બજરંગ દળના કાર્યકર્તાઓ હોટલ પર (Bajrang Dal warns restaurants and hotels) દોડી ગયા હતા અને તેમને વિવાદિત પોસ્ટર ઉતારીને તેને સળગાવી દીધું હતું. પોસ્ટર લગાડવાના મુદ્દે બજરંગ દળ અને હોટેલના સંચાલકો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. એટલું જ નહીં જો ફરી આવી ભૂલ કરવામાં આવશે તો તે ચલાવી લેવામાં આવશે નહીં એવી ચીમકી બજરંગ દળ (Bajrang Dal warns restaurants and hotels) દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો- Ahmedabad Relief Road Firing Case: મકાન ખાલી કરવા બાબતે થયેલા ઝઘડામાં ફાયરિંગ કરનારા 4 આરોપીની ધરપકડ

દેશદ્રોહનો ગુનો દાખલ કરવાની માગણી

બજરંગ દળના નેતા ઈસ્લામિક આતંકવાદ ફેલાવનારા દુશ્મન દેશ પાકિસ્તાનના ફૂડ ફેસ્ટિવલની જાહેરાત કરનારા (Controversy over posters of Pakistan Food Festival) હોટેલ સંચાલકો સામે કાર્યવાહી થવી જોઈએ. આગામી દિવસોમાં જો કોઈ પણ આવી રીતે ફેસ્ટિવલનું આયોજન કરશે તો બજરંગ દળ પોતાની સ્ટાઈલમાં જવાબ આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, બજરંગ દળના કાર્યકર્તાઓ હોટેલ સંચાલકો સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી તેમની સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરવાની (Demand for filing of treason case at Khatodara police station) માગણી પણ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.