ETV Bharat / city

સુરતમાં 108 એમ્બ્યુલન્સની પ્રસંશનીય કામગીરી, ગાડીમાં જ મહિલાની સફળ પ્રસૂતિ કરાવી

author img

By

Published : Oct 8, 2022, 10:01 PM IST

સુરત શહેરમાં ફરી એક વખત 108 એમ્બ્યુલન્સ ( Surat 108 ambulance ) પ્રસંશનીય કામગીરી સામે આવી છે. એક મહિલાને પ્રસવ પીડા શરુ થઇ જતાં એમ્બ્યુલન્સની અંદર જ પ્રસૂતિ ( successful delivery of woman in car ) કરાવી હતી. માતા અને બાળકને બાદમાં વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં હતાં.

સુરતમાં 108 એમ્બ્યુલન્સની પ્રસંશનીય કામગીરી, ગાડીમાં જ મહિલાની સફળ પ્રસૂતિ કરાવી
સુરતમાં 108 એમ્બ્યુલન્સની પ્રસંશનીય કામગીરી, ગાડીમાં જ મહિલાની સફળ પ્રસૂતિ કરાવી

સુરત શહેરમાં ફરી એક વખત 108 એમ્બ્યુલન્સની પ્રસંશનીય કામગીરી સામે આવી છે. આજે 108 એમ્બ્યુલન્સ ( Surat 108 ambulance ) ને શહેરના ડિંડોલીના પ્રિયંકા રો હાઉસનો કોલ મળ્યો હતો. ત્યાંથી પ્રસૂતિ માટે પીડાતી મહિલાને લઇને એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવતો હતી. ત્યારે જ પ્રસવ શરુ થઇ જતાં ડ્રાયવરે ગાડી સાઈડ ઉપર થોભાવી દીધી હતી. એમ્બ્યુલન્સમાં હાજર ડોક્ટરે તાત્કાલિક સહીસલામત મહિલાની પ્રસૂતિ કરાવી હતી અને માતાએ બાળકને જન્મ ( successful delivery of woman in car ) આપ્યો હતો. હાલ માતાપુત્ર બંને તંદુરસ્ત છે.

108 એમ્બ્યુલન્સની ટીમની સમયસૂચકતાના વખાણ

સહીસલામત ડીલિવરી કરાવી આ બાબતે એમ્બ્યુલન્સ ( Surat 108 ambulance )ના મહિલા ડોક્ટર સરિતાએ જણાવ્યું કે 'અમને ડિંડોલીના પ્રિયંકા રો હાઉસમાં રહેતા જીગલીભાઈનો કોલ મળ્યો હતો કે તેમના ત્યાં પાડોશમાં રહેતા બેનને પ્રસૂતિ થવાની હોવાથી હોસ્પિટલ લઈ જવા પડશે. એટલે અમને મળેલ લોકેશન ઉપર હવે પહોંચ્યા હતાં. અમે ત્યાંથી મહિલાને લઈ સુરત સિવિલ હોસ્પિટલ આવવા માટે નીકળ્યા હતાં'.

રસ્તામાં જ શરુ થઇ ગયો પ્રસવ ડોક્ટર સરિતાએ વધુમાં જણાવ્યું કે 'સિવિલ હોસ્પિટલ પહોંચી રહી હતી તેવામાં મહિલાને એમ્બ્યુલન્સમાં જ પ્રસવ શરુ થઇ ગયો હતો. જેથી ગાડી થોભાવી ત્યાં જ સહીસલામત ડીલિવરી કરાવી દીધી ( successful delivery of woman in car ) હતી. બાળકનું વજન અઢી કિલોનું છે. બાળકના જન્મથી પરિવાર ખુશખુશાલ થઇ ગયું હતું. ડિંડોલીથી સુરત સિવિલ હોસ્પિટલનું અંતર કુલ 10 કિલોમીટરનું છે. પરંતુ અમારા એમ્બ્યુલન્સ ( Surat 108 ambulance )ડ્રાઇવરે આ 10 કિલોમીટરનું અંતર સાડા ત્રણ મિનિટમાં જ કાપી હોસ્પિટલ પહોંચ્યાં હતાં'.

પરિવારની ખુશહાલી આ બાબતે પરિવારે જણાવ્યું કે, 'આજે અમે ગભરાઈ ગયા હતાં કે હોસ્પિટલ પહોંચ્યા વિના પ્રસવ શરુ થઇ ગયો હતો. પરંતુ એમ્બ્યુલન્સના ડોક્ટરે હોસ્પિટલ કેમ્પસની અંદર જ એમ્બ્યુલન્સ ( Surat 108 ambulance ) ઉભી રખાવી સહી સલામત પ્રસૂતિ ( successful delivery of woman in car ) કરાવી હતી. આજે અમારા પરિવારમાં ખુશીનો માહોલ આવ્યો છે. સામે દિવાળી છે અને આ અમારી ડબલ દિવાળી છે. અમારી પુત્રને બે દીકરીઓ છે અને આજે ઈશ્વરે અમારી બે દીકરીઓને એક ભાઈ આપ્યો છે.'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.