ETV Bharat / city

15 વર્ષથી સતત સેવારત 108 એમ્બ્યુલન્સ માટે શું કહે છે આ પ્રધાન જૂઓ

author img

By

Published : Aug 30, 2022, 8:19 PM IST

15 વર્ષથી સતત સેવારત 108 એમ્બ્યુલન્સ માટે શું કહે છે આ પ્રધાન જૂઓ
15 વર્ષથી સતત સેવારત 108 એમ્બ્યુલન્સ માટે શું કહે છે આ પ્રધાન જૂઓ

હાલના સમયમાં ગુજરાતભરમાં આરોગ્ય સેવાની વાત હોય કે કોઇ મેડિકલ ઇમરજન્સીની જરુર હોય તો એક નંબર લોકોને જીભે રમે છે. તે છે 108 એમ્બ્યુલન્સ. રાજ્યમાં હાલમાં 800 જેટલી એમ્બ્યુલન્સ સાથે 4 હજારથી વધુ આરોગ્યકર્મીઓ આ સેવામાં ફરજરત છે. Gujarat 108 Ambulance Service , 108 Gujarat Mobile App , Minister Nimishaben Suthar

અમદાવાદ 15 વર્ષ પહેલાં ગુજરાતમાં સરકાર દ્વારા એક એવી યોજના શરૂ કરવામાં આવી જે કરોડો લોકો માટે તારણહાર બની ગઈ છે. 29 ઓગસ્ટ 2007ના રોજ ગુજરાતમાં 108 ઈમરજન્સી સેવા શરૂ કરવામાં આવી હતી. કોઈપણ વ્યક્તિને કોઈપણ ગંભીર બીમારી હોય કોઈ ઈજા પહોંચે કે પછી કોઈપણ પ્રકારની મેડિકલ ઈમરજન્સી હોય તો વિનામૂલ્યે આ સેવાનો લાભ લઈ શકે છે.

તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી હતી

1.37 કરોડ જેટલા ઇમરજન્સી કોલ એક કોલમાં જીવ બચાવવા દોડી આવતી 108 ને છેલ્લાં 15 વર્ષમાં 1.37 કરોડ ઈમરજન્સી કોલ આવ્યાં છે. જેમાંથી અત્યંત ગંભીર સમસ્યાઓથી પીડાતા 12.67 લાખ જેટલા ગુજરાતીઓના જીવ બચાવવામાં સફળતા મળી શકી છે. ગુજરાત રાજ્યના 33 જિલ્લામાં 108 ઇમરજન્સી સેવાની 800 એમ્બ્યુલન્સ કાર્યરત થઇ છે, 15 વર્ષમાં અંદાજે 1.37 કરોડ જેટલા ઇમરજન્સી કોલ આવ્યા છે.

15 વર્ષમાં અંદાજે 1.37 કરોડ જેટલા ઇમરજન્સી કોલ
15 વર્ષમાં અંદાજે 1.37 કરોડ જેટલા ઇમરજન્સી કોલ

કોઇપણ જગ્યા હોય મદદે આવવા તૈયાર મહત્વનું છે કે ગુજરાતમાં વરસાદી માહોલ દરમિયાન પણ 108 દેવદૂત સાબિત થઇ હતી. વરસાદી માહોલમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા 29 હજારથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતાં દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર અમદાવાદ મેટ્રો શહેર હોય કે પછી કોઇ ગામ. ઇજાગ્રસ્ત બિમાર કે ભોગ બનનાર વ્યક્તિ કે પછી સગર્ભા મહિલા હોય આ તમામને હોસ્પિટલ પહોંચાડીને પ્રાથમિક સારવાર આપવાનું કાર્ય કર્યું છે.

આ પણ વાંચો આ જિલ્લામાં કે 108 એમ્બ્યુલન્સ સૌથી ઓછા સમયમાં પહોંચે છે સ્થળ પર, જાણો કારણ

800થી વધુ 108 એમ્બ્યુલન્સ સેવામાં કાર્યરત ગુજરાતમાં 2007માં તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી 800થી વધુ 108 એમ્બ્યુલન્સ સેવામાં કાર્યરત છે. આ સમગ્ર 108 સેવાનું મોનિટરીંગ ઇમરજન્સી મોનિટરીંગ એન્ડ રિસ્પોન્સ સેન્ટર અમદાવાદથી સંચાલિત થાય છે જ્યાં રોજના અંદાજે 7000 જેટલા કોલ્સ લેવામાં આવે છે.

આ પણ વાંચો Dhvani Project : ટ્રાફિકજામમાં એમ્બ્યુલન્સ ફસાવાના બનાવો પર લાગશે આ રીતે પૂર્ણવિરામ

108 ગુજરાત મોબાઇલ એપ સમગ્ર રાજ્યના તમામ 257 તાલુકા, 18 હજાર જેટલા ગામો, 33 જિલ્લાઓ અને મહાનગરો સહિત તમામ જગ્યાએ આ 108ની સેવાનું માળખું ફેલાયેલુ છે. જેમાં અંદાજેત 4 હજારથી વધુ 108 કર્મીઓ સેવા આપી રહ્યા છે. આ સેવાને વધુ પ્રભાવશાળી બનાવવા માટે 108 ગુજરાત મોબાઇલ એપ પણ તૈયાર કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.